ટ્રેનમાં ચોરી:કચ્છમાં માતાના મઢના દર્શન કરી સુરત જઇ રહેલા પરિવારનો સામાન વડોદરા રેલવે સ્ટેશને ચોરાયો

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સયાજી એક્સપ્રેસ(ફાઇલ તસવીર) - Divya Bhaskar
સયાજી એક્સપ્રેસ(ફાઇલ તસવીર)
  • ટ્રેનમાંથી ઉતરી ચા-નાસ્તો લેવા ગયાને બારડોલીના પરિવારનો રોકડ સહિતનો સામાનની ચોરી થઇ

બારડોલીનો એક પરિવાર કચ્છ ખાતે માતાના મઢના દર્શન કરી ટ્રેનમાં વતન પરત ફરી રહ્યો હતો, ત્યારે ટ્રેન વડોદરા રેલવે સ્ટેશને પહોંચતા પરિવારના સભ્ય ચા-નાસ્તો લેવા માટે રેલવે સ્ટેશન પર ઉતર્યા હતાં. આ દરમિયાન કોઇ અજાણ્યો ગઠિયો તેમના પર્સ, મોબાઇલ અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઇ ગયો હતો.

મહિલાનું પર્સ ગઠિયો લઇ ગયો
બારડોલીના ઇસરોલી ગામના વતની અને અગ્રીકલ્ચર વિભાગમાં નોકરી કરતા શશિકાંત રામભાઇ પટેલે રેલવે પોલીસમાં ફરિયાદ કરતા જણાવ્યું હતું કે, હું પરિવાર સાથે કચ્છ ખાતે માતાના મઢના દર્શને ગયા હતાં. પરત ફરવા દરમિયાન ભૂજથી સુરત માટે સયાજી એક્સપ્રેસમાં રિઝર્વેશન કરાવ્યું હતું. દરમિયાન ટ્રેન સવારે 7 વાગ્યા આસપાસ વડોદરા રેલવે સ્ટેશને આવી હતી. જેથી હું ચા-નાસ્તો લેવા માટે રેલવે સ્ટેશન પર ઉતર્યો હતો. આ દરમિયાન મારી પત્નીનું પર્સ કોઇ ગઠિયો ઉપાડી ગયો હતો.

પોલીસે CCTVની મદદથી તપાસ શરૂ કરી
ફરિયાદમાં તેઓએ જણાવ્યું હતું કે, મારી પત્નીના પર્સમાં એક મોબાઇલ, લેડિઝ ઘડિયાળ, 4 હજાર રૂપિયા રોકડ સહિતનો સામાન મળી 37 હજારની કિંમતની ચોરી થઇ હતી. વડોદરા રેલવે પોલીસે આ મામલે ટ્રેન આવી તે સમયના સીસીટીવી ફુટેજની ચકાસણી હાથ ધરીને આરોપીને શોધવાની તજવીજ હાથધરી છે.

અન્ય સમાચારો પણ છે...