તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Family Of Dasharath Village In Vadodara Went To Rajasthan On A Social Occasion, Smugglers Fled After Stealing 96,000 Jewelery From The House

તસ્કરો ત્રાટક્યા:વડોદરાના દશરથ ગામનો પરિવાર સામાજિક પ્રસંગમાં રાજસ્થાન ગયો, તસ્કરો મકાનમાંથી 96 હજારના દાગીનાની ચોરીને ફરાર

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ઘરે આવીને વેરવિખેર સામાન જોતા પરિવાર ચોંકી ઉઠ્યો હતો

વડોદરા શહેર અને આસપાસના વિસ્તારમાં છેલ્લા એક મહિનાથી તસ્કરોએ પોલીસને પડકાર ફેંક્યો છે અને સતત ચોરીના બનાવો બની રહ્યા છે. વડોદરા શહેર નજીક આવેલા દશરથ ગામમાં મંગળવારે મોડી રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા અને સામાજિક પ્રસંગમાં ગયેલા પરિવારના બંધ મકાનને નિશાન બનાવ્યુ હતું અને રૂપિયા 96 હજારની કિંમતના સોનાના દાગીના ચોરી ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે બનાવ અંગે છાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.

રાજસ્થાન ગયેલા પરિવારના ઘરમાં ચોરી
વડોદરા નજીક આવેલ દશરથ ગામે માઈકૃપા સોસાયટીમાં રાજેશકુમાર ચંદેલ પરિવાર સાથે રહે છે. તેઓ ડ્રાઇવિંગના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને પરિવારનું ગુજરાન ચલાવે છે. 10 ઓગસ્ટના રોજ રાજેશભાઇ ચંદેલ સંબંધીનું નિધન થતાં મકાનને લોક કરીને પરિવાર સાથે રાજસ્થાન ગયા હતા અને વિધિ પૂર્ણ થયા બાદ તેઓ પરિવાર સાથે 24 ઓગસ્ટના રોજ પરત ફર્યા હતા. ઘરે આવી તપાસ કરતાં ઘરનો સામાન વેરવિખેર જણાતા ચોકી ઉઠ્યા હતા.

સોનાના દાગીનાની ચોરી
રાજેશભાઇને ચોરીની શંકા જતાં ઘરમાં વધુ તપાસ કરતા ટેરેસ પરના દરવાજાની સ્ટોપર તોડી ઘરમાં પ્રવેશેલા અજાણ્યા તસ્કરો પેટી પલંગમાં રાખેલા રૂપિયા 84 હજારની કિંમતનો બુટ્ટી સાથેનો સોનાનો સેટ અને રૂપિયા 12 હજારની કિંમતની સોનાની બુટ્ટીની જોડ ચોરી કરી ફરાર થઇ ગયા હોવાનું બહાર આવ્યું હતું. દરમિયાન આ બનાવ અંગે છાણી પોલીસને જાણ કરતા પોલીસે દોડી ગઇ હતી અને ચોરીની વિગતો મેળવી તપાસ શરૂ કરી હતી.

અગાઉ ડોક્ટરના ઘરમાં ચોરી થઇ હતી
15 દિવસ પહેલા વડોદરા શહેર પોલીસ તંત્રની ઊંઘ હરામ કરી રહેલા તસ્કરોએ વાઘોડિયા રોડ પર પ્રણવ બંગલોમાં રહેતા ડોક્ટર પરિવારના મકાનને તસ્કરોએ નિશાન બનાવી મકાનમાંથી રોકડ 5.50 લાખ રૂપિયા મળી કુલ 7.38 લાખ રૂપિયા ઉપરાંતનો મુદ્દામાલ ચોરી થતાં વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. વડોદરા શહેરમાં ચોરીના વધી રહેલા બનાવોને પગલે પોલીસ તંત્રના રાત્રિ પેટ્રોલિંગ ઉપર હવે સવાલો ઉઠી રહ્યા છે.

મકરપુરા GIDCમાં પણ ચોરી થઇ હતી
20 દિવસ પહેલા વડોદરામાં તસ્કરોએ મકરપુરા GIDC સ્થિત સ્ટીલ મટીરીયલની દુકાન, ગોડાઉન અને વાઘોડિયા રોડ ઉપર ઉકાજીના વાડીયામાં એક મકાનને નિશાન બનાવી રૂપિયા 6.89 લાખનો મુદ્દામાલ ચોરી કરી ગયા હતા. ઉકાજીના વાડિયામાં ભાઇનો જન્મ દિવસ ઉજવવા માટે પિયરમાં ગયેલી મહિલાના મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...