તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:બેંકર્સ હોસ્પિટલમાં શિક્ષિકાનું મૃત્યુ થતાં પરિવારનો હોબાળો

વડોદરા22 દિવસ પહેલા
 • કૉપી લિંક
વારસિયાની બેંકર્સ હોસ્પિટલ ખાતે અલીરાજપુરની શિક્ષિકા નીલોફર ખાનનું 33 દિવસની સારવાર બાદ મોત થતાં પરિવારજનોએ તબીબોની નિષ્કાળજીથી હોવાના આક્ષેપ સાથે હોબાળો મચાવ્યો હતો. - Divya Bhaskar
વારસિયાની બેંકર્સ હોસ્પિટલ ખાતે અલીરાજપુરની શિક્ષિકા નીલોફર ખાનનું 33 દિવસની સારવાર બાદ મોત થતાં પરિવારજનોએ તબીબોની નિષ્કાળજીથી હોવાના આક્ષેપ સાથે હોબાળો મચાવ્યો હતો.
 • અલીરાજપુરની મહિલાને વારસિયા રોડની હોસ્પિટલમાં લવાઈ હતી

મધ્યપ્રદેશના અલીરાજપુરમાં થયેલા અકસ્માતમાં ઇજાગ્રસ્ત મહિલા શિક્ષિકાને વડોદરાની બેંકર્સ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. જ્યાં તેઓનું મોત થયું હતું. હોસ્પિટલે 20 લાખનું બિલ ફાટકારતાં પરિવાર ચોંકી ઊઠ્યો હતો. પરિવારજનોએ તબીબોની નિષ્કાળજીથી મોત નીપજ્યું હોવાના આક્ષેપ કરી હોબાળો મચાવ્યો હતો.

મધ્યપ્રદેશ અલીરાજપુરના અસદ મહોલ્લામાં રહેતા 36 વર્ષના નીલોફર સફુઉલદ્દીન ખાન પઠાણ સ્થાનિક શાળામાં શિક્ષિકા હતાં. 8 જાન્યુઆરીએ અલીરાજપુર બસ સ્ટેન્ડ ખાતે બસે અડફે લેતાં તેઓના પગના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. તેમને વડોદરાની નવરંગ હોસ્પિટલમાં લવાયા બાદ તબિયત વધુ લથડતાં 9મી તારીખે વારસિયાની બેન્કર્સ હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં, જ્યાં તેઓનું મોત થયું હતું. નિલોફરબાનુના મૃત્યુ બાદ હોસ્પિટલના સંચાલકોએ 20 લાખનું બિલ ફટકારતાં પરિવાર ચોંકી ઊઠ્યો હતો.

પરિવારજનોએ આક્ષેપ લગાવ્યા હતા કે, નીલોફર બાનુનું મૃત્યુ તબીબોની નિષ્કાળજીથી થયું છે. તેમને ગુરુવારે રાત્રે આપેલી દવા તબિયત લથડ્યા બાદ મોત થયું હોવાનાે પરિવારે આક્ષેપ કર્યો હતો. પરિવારે હોબાળો મચાવતાં સ્થળ પર પહોંચેલી પોલીસે મામલો થાળે પાડી નીલોફરબાનુના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી ખાતે ખસેડાયો હતો. હોસ્પિટલ સૂત્રોના જણાવ્યા અનુસાર બિલનું ચુકવણું કરી પરિવાર જતો રહ્યો છે, ત્રાહિત વ્યક્તિઓ વિરોધ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો