તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેક્સિનેશન બાદ ગુજરાતમાં પહેલું મોત:વડોદરાની સયાજી હોસ્પિટલમાં ટાર્ગેટ પૂરો કરવા અધિકારીના દબાણથી રસી લીધા બાદ સફાઇ કર્મચારીનું મોત

વડોદરા3 મહિનો પહેલા
મૃતક યુવાન જિગ્નેશ સોલંકીની ફાઇલ તસવીર અને પતિના મૃતદેહ પાસે આક્રંદ કરી રહેલી પત્ની - Divya Bhaskar
મૃતક યુવાન જિગ્નેશ સોલંકીની ફાઇલ તસવીર અને પતિના મૃતદેહ પાસે આક્રંદ કરી રહેલી પત્ની
  • કોરોના રસી મૂકાવ્યા બાદ 30 વર્ષીય સફાઇ કર્મચારીનું રહસ્યમય મોત
  • સ્વજનોનો આક્ષેપ, વારંવાર ફોન આવતા મારે જવું જ પડશે કહી જિજ્ઞેશ રસી મૂકાવવા ગયો
  • સફાઇ કર્મીએ રસી લીધા બાદ ઘરે જઇને સ્નાન કર્યું, ત્યાર બાદ ખેંચ આવતા ઢળી પડ્યા હતા
  • કોરોનાની રસી મૂકાયા બાદ મોત થયું હોવાના પરિવારજનોએ આક્ષેપ કર્યાં

કોરોના વેક્સીનનો ટાર્ગેટ પૂરો કરવા માટે વારંવાર ફોન કરી ફરજિયાત રસી મૂકાવવાનું દબાણ કરાતું હતું એટલે જિજ્ઞેશે મારે જવું જ પડશે તેમ કહીને રસી મૂકાવા ગયા બાદ તેનું મોત નીપજ્યું હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. બીજી તરફ અધિકારીએ કોઇ દબાણ નહીં કરાતું હોવાની દલીલ કરી હતી. સયાજીના સુપ્રિટેન્ડન્ટે હૃદયની બીમારી અંગે ધ્યાન નહીં આપ્યું હોવાનું જણાવ્યું હતું. રાત્રે આરોગ્ય વિભાગે મૃત્યુનો પ્રાથમિક અહેવાલ આપ્યો હતો.

કોરોનાની રસીના કારણે મોત થયું હોવાનું જણાઇ આવતુ નથીઃ સુપ્રિટેન્ડેન્ટ
વડોદરાની સયાજી હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો. રંજન ઐયરે જણાવ્યું હતું કે, પ્રાથમિક રીતે કોરોનાની રસીના કારણે મોત થયું હોવાનું જણાઇ આવતુ નથી. તેમ છતાં પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું સાચુ કારણ બહાર આવશે. મૃતક યુવાને 2016માં હ્રદય રોગના કારણે શહેરી હાર્ટ હોસ્પિટલમાં સારવાર લીધેલી છે અને એન્જિયોપ્લાસ્ટી પણ કરાવેલી છે, તેઓએ જે દવાઓ લેવાની હતી, તે લીધી નથી, પરંતુ, તેમના પરિવારે આક્ષેપ કર્યાં છે, જેથી પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે. દરેક વ્યક્તિ સ્વૈચ્છિક રીતે જ રસી લે છે, કોઇને જબરદસ્તી કરવામાં આવતી નથી.

આ પણ વાંચોઃ વેક્સિનનું રિએક્શન:છોટાઉદેપુર જિલ્લામાં કોરોના વેક્સિન લીધા બાદ 4 આશાવર્કર બહેનોને રિએક્શન આવ્યું, પેટમાં દુખાવો, તાવ, ગભરામણ અને ચક્કર આવતા સારવાર અપાઈ

વડોદરા શહેર- જિલ્લામાં ગત 16મી જાન્યુઆરીએ વેક્સીન આપવાના કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. શરૂઆતમાં ફ્રન્ટલાઈન વોરિયર્સ તરીકે તબીબો, સ્ટાફ નર્સ અને ત્યારબાદ હવે સરકારી કર્મચારીઓ અને સફાઈ કર્મચારીઓને રસી આપવામાં આવી રહી છે. રવિવારે શહેરનાં 35 સેન્ટરો પર 7000 લોકોને રસી આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. શહેરમાં 2772 લોકોને રસી મુકાઇ હતી. વોર્ડ નંબર 9ના 139 સફાઈ કર્મચારી અને પોલીસ કર્મચારીઓને વેક્સીન આપવામાં આવી હતી. જોકે આ પૈકીના એક સફાઈ કર્મચારી જિજ્ઞેશ સોલંકીએ રસી લીધા બાદ તેની તબિયત લથડી હતી. વેક્સીન લીધાના 2 કલાક બાદ બેચેની થવાની સાથે ચક્કર આવ્યા બાદ જિજ્ઞેશ બેભાન થયો હતોને મોતને ભેટ્યો હતો.

સફાઇ કામદારના મૃત્યુ બાદ હોસ્પિટલમાં પરિવારજનોનો હોબાળો
સફાઇ કામદારના મૃત્યુ બાદ હોસ્પિટલમાં પરિવારજનોનો હોબાળો

કોરોનાની રસી મૂક્યા બાદ મોત થયું હોવાનો પરિવારનો આક્ષેપ
વેક્સીન લીધા બાદ તેનું મોત નીપજ્યું હોવાના પરિવારજનોએ આક્ષેપ કર્યા હતા. જોકે વેક્સીન લેતાં પહેલાં પરિવારજનો સાથે જિજ્ઞેશની થયેલી વાતચીતમાં તેણે ઓફિસથી કોલ આવે છે અને ત્યાં રસી મુકાવવા જવું જ પડશે તેમ જણાવી વોર્ડ કચેરીએ પહોંચ્યા હતા. તેને રસી મૂકાવવી ન હતી પરંતુ ટાર્ગેટ પૂરો કરવા અધિકારીના દબાણથી તે રસી મૂકાવવા ગયો હતો અને રસી લીધા બાદ તેનું મોત થયું છે તેમ કહી સ્વજનોએ રૂદન વ્યક્ત કર્યું હતું.ઘટનાની જાણ થતાં મકરપુરા ખાતે રહેતાં તેમનાં બહેન નયનાબેન એસએસજી ખાતે પહોંચ્યાં હતાં. જ્યાં ભાઈનો મૃતદેહ જોઈ તેઓ બેભાન થયાં હતાં. ત્યારબાદ તેઓને સારવાર માટે લઈ જવાયાં હતાં.

મૃતકની પત્ની દિવ્યાબેનના આક્રંદને કારણે હોસ્પિટલમાં સન્નાટો ફેલાઇ ગયો હતો
મૃતકની પત્ની દિવ્યાબેનના આક્રંદને કારણે હોસ્પિટલમાં સન્નાટો ફેલાઇ ગયો હતો

અમે ના પાડીએ છીએ તો પણ રસી આપવાનું કારણ શું છેઃ મૃતકની પત્ની
મૃતક જિગ્નેશભાઇના પત્ની દિવ્યાએ જણાવ્યું હતું કે, અમે ના પડીએ છીએ તો પણ રસી આપવાનું કારણ શું છે, તેઓને આજે વોર્ડ નં-9ની કચેરીથી જ બારોબાર કોરોના રસી મૂકવા માટે લઇ ગયા હતા. રસી મૂકાયા બાદ તેઓ ઘરે પરત ફર્યાં હતા અને ઘરે આવીને સ્નાન કર્યાં બાદ તેઓને અચાનક ખેંચ આવી હતી અને તેમનું બોલવાનું બંધ થઈ ગયું હતું. જેથી તત્કાલિક તેઓને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. મારી બે છોકરીઓ છે, એની જવાબદારી કોણ લેશે. આ અંગે પરિવારજનોએ કોરોના રસી મૂકાયા બાદ તેઓનું મોત નિપજ્યું હોવાના આક્ષેપ સાથે હોસ્પિટલમાં હોબાળો મચાવી વિરોધ નોંધાવ્યો હતો.

મૃતકની પત્ની અને બે બાળકો
મૃતકની પત્ની અને બે બાળકો

ના પાડી તેમ છતાં રસી મૂકવા માટે બોલાવ્યા હતા
મૃતક જિગ્નેશભાઇના ભાભી જ્યોતિબેન સોલંકીએ જણાવ્યું હતું કે, મારા દિયર જિગ્નેશભાઇ ઘરેથી નોકરી પર બોલાવ્યા હતા અને રસી આપ્યા બાદ તેમનું મૃત્યુ થયું છે. એમને ના પાડી તેમ છતાં રસી મૂકવા માટે બોલાવ્યા હતા.

રસી મુકાવવી જ નહતી તો કેમ બોલાવ્યા
​​​​​​​રસી મુકાયા બાદ ઘરે આવ્યા અને તેઓની સાથે આ ઘટના બની. જ્યારે તેઓએ રસી મુકાવવાની ના પાડી હતી તો પછી તેમને ઓફિસે પરત કેમ બોલાવવામાં આવ્યા ? રસી આપવાનું શું કારણ હતું એ જાણવું છે. > દિવ્યા સોલંકી, જિજ્ઞેશનાં પત્ની

રસી મુકાવવી સ્વૈચ્છિક છે, કોઈ દબાણ નથી
પાલિકાના આરોગ્ય અમલદાર ડો. દેવેશ પટેલના જણાવ્યા અનુસાર રસી મુકાવવી એ દરેકનો સ્વૈચ્છિક નિર્ણય હોઈ છે. કોઈ જાતનું દબાણ કરવામાં આવતું નથી. બનાવ બન્યા બાદ આક્ષેપ થઈ શકે પણ કોઈને દબાણ કરવામાં આવતું નથી.

વેક્સિન મૂકાયા બાદ સફાઇ કામદારના મૃત્યુ બાદ પોલીસ સ્થળ પર પહોંચી ગઇ હતી
વેક્સિન મૂકાયા બાદ સફાઇ કામદારના મૃત્યુ બાદ પોલીસ સ્થળ પર પહોંચી ગઇ હતી
કોરોનાની રસી મૂકાયા બાદ મોત થયું હોવાના પરિવારજનોએ આક્ષેપ કર્યાં હતા
કોરોનાની રસી મૂકાયા બાદ મોત થયું હોવાના પરિવારજનોએ આક્ષેપ કર્યાં હતા
અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

વધુ વાંચો