તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તસ્કરો ત્રાટક્યા:વડોદરાના વાસણા વિસ્તારમાં રહેતો પરિવાર શ્રીનાથજીના દર્શનાર્થે ગયો, બંધ મકાનમાંથી 88 હજારની મત્તાની ચોરી

વડોદરા11 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • ચાંદીના દાગીના અને રોકડા રૂપિયા સહિત 88 હજાર ઉપરાંતની મત્તાની ચોરી તસ્કરો ફરાર

વડોદરા શહેરના વાસણા વિસ્તારમાં નિવૃત્ત નાયબ કાર્યપાલક ઈજનેર પરિવાર સાથે શ્રીનાથજી ભગવાનના દર્શનાર્થે ગયા હોવાથી તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું હતું અજાણ્યા તસ્કરો ચાંદીના દાગીના અને રોકડા રૂપિયા સહિત 88 હજાર ઉપરાંતની મત્તા ચોરીને ફરાર થઈ ગયા હતા.

ઘરે પરત આવ્યા બાદ ચોરી થયાની ખબર પડી
વડોદરા શહેરના વાસણા રોડ પર રહેતા 62 વર્ષીય ગીરીશકુમાર શાહ નર્મદા યોજના સાવલી ખાતે નાયબ કાર્યપાલક ઇજનેર તરીકે ફરજ બજાવતા હતા. હાલ તેઓ નિવૃત્ત જીવન ગુજારી રહ્યા છે. 12 ફેબ્રુઆરીના રોજ તેઓ પોતાના ઘરને તાળુ મારી પરિવાર સાથે રાજસ્થાન શ્રીનાથજી ભગવાનના દર્શન કરવા ગયા હતા. સોમવારે તેઓ પરત ફરતા ઘરના મુખ્ય દરવાજાનું તાળું તૂટેલું જણાઈ આવ્યું હતું તેમજ ઘરનો સરસામાન વેર વિખેર પડયો હતો. ઘરમાં ચોરી થઇ હોવાની જાણ થતાં તેઓએ પોલીસ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

88,500ની મતા ચોરી કરીને તસ્કરો ફરાર
અજાણ્યા તસ્કરો ઘરમાં પ્રવેશી લાકડાના કબાટમાંથી સોનાની બુટ્ટી, ચાંદીની વાટકી, ચાંદીના ગ્લાસ, ચાંદીના સાંકડા, ચાંદીના સિક્કા, ચાંદીની શ્રી લક્ષ્મીજીની મૂર્તિ, ચાંદીની આરતી ચાંદીની કંઠી તેમજ રોકડા રૂપિયા 15 સહિત કુલ 88,500ની મતા ચોરી નાસી છૂટ્યા હોવાની વિગતો સપાટી પર આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો