તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:આધેડનો કોન્સ્ટેબલે ઘર સુધી પીછો કરતાં પરિવારનો હુમલો

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જીવન ભારતી પાસે કર્ફ્યૂમાં રોકતાં આધેડ કાર લઇને ભાગ્યો
  • કર્ફ્યૂમાં કેમ નીકળ્યા છે તે નહીં કહીએ, થાય તે કરી લેજો

રાત્રી કર્ફ્યૂમાં ગાડી લઈ બહાર ફરનારાને રોકી પૂછપરછ કરતાં પોલીસને ગાળો આપી આધેડ કાર હંકારી ભાગી ગયો હતો. જેથી હેડ કોન્સ્ટેબલે તેનો વલ્લભનગર સોસાયટીમાં આવેલા તેના ઘર સુધી પીછો કરતાં આધેડ, તેની પત્ની અને અન્ય પરિવારના યુવકે હેડ કોન્સ્ટેબલ પર હુમલો કર્યો હતો.કારેલીબાગ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વિષ્ણુભાઈ કાળાભાઈ અને તેમની ટીમ 12 મેના રોજ નાઈટ કર્ફ્યૂની ડ્યૂટી પર હતા. દરમિયાન રાતે 8:45 વાગે જીવન ભારતી ત્રણ રસ્તા પાસે બહુચરાજી ત્રણ રસ્તા તરફથી આવેલી હોન્ડા એકોર્ડ કારને પોલીસે રોકી હતી.

કારમાં બેઠેલા વ્યક્તિઓને કર્ફ્યૂમાં બહાર નીકળવાનું કારણ પૂછતાં તેમણે પોલીસને ગાળો આપીને તમે પોલીસ પબ્લિકને ખોટી હેરાન કરો છો, કહી કર્ફ્યૂમાં કેમ બહાર નીકળ્યા છીએ તેનું કારણ નહીં જણાવીએ, તમારાથી જે થતું હોય તે કરી લો, કહી કાર પુરઝડપે હંકારી ભાગવા લાગ્યો હતો. હેડ કોન્સ્ટેબલે બાઈક લઈને તેમની પાછળ પીછો કરતાં કાર વલ્લભનગર સોસાયટીમાં મકાન નંબર 25 પાસે ઊભી રહી હતી. જ્યાં હેડ કોન્સ્ટેબલ પહોંચતાં કારમાંથી ઊતરેલો વ્યક્તિ તમે અમારો પીછો કેમ કરો છો, કહી જોર જોરથી બૂમો પાડવા લાગ્યો હતો.

દરમિયાન મકાનમાંથી આવેલી મહિલા તેમજ અન્ય વ્યક્તિ, જે માસ્ક વગર જ બહાર નીકળ્યાં હતાં તેમણે હેડ કોન્સ્ટેબલ પર હુમલો કરી તેમના શર્ટનો કોલર પકડી લીધો હતો. હેડ કોન્સ્ટેબલે તેમની પર હુમલો કરનાર અને એકોર્ડ કાર લઈને ભાગી જનાર નરેન્દ્ર લલીત નારાયણ ભગત (ઉ.વ.50), રણજીત અર્જુનપ્રસાદ ભગત (ઉ.વ.35) તેમજ દિપાલી નરેન્દ્રકુમાર ભગત વિરુદ્ધ કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...