તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કયો રિપોર્ટ સાચો?:વડોદરાની સિદ્ધિ હોસ્પિટલમાં દર્દીનું મોત થતા હંગામો, અમદાવાદની લેબનો RTPCR રિપોર્ટ પોઝિટવ તો વડોદરાની લેબનો રિપોર્ટ નેગેટિવ

વડોદરા9 દિવસ પહેલા
દાંડિયા બજારમાં આવેલી સિદ્ધિ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં મૃતક મહિલાના પરિવારે તોડફોડ કરી હતી
  • અમદાવાદની પેન જિનોમિક્સ લેબોરેટરીમાં કરવામાં આવેલો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો
  • વડોદરાની સયાજી હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ દરમિયાન કરવામાં આવેલો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો
  • દાંડિયા બજારમાં આવેલી સિદ્ધિ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં મૃતક મહિલાના પરિવારે હોબાળો મચાવ્યો
  • સારવારનું બિલ ભર્યા બાદ જ મૃતદેહ આપવાનો પણ પરિવારે હોસ્પિટલ સામે આક્ષેપ મૂક્યો
  • એસીપી મેઘા તેવારે રોષે ભરાયેલા લોકોને સમજાવીને મામલો થાળે પાડ્યો

શહેરના દાંડિયા બજારમાં આવેલ સિદ્ધિ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં મહિલા દર્દીનું રવિવારે રાત્રે મોત નિપજતા પરિવારજનોએ હોસ્પિટલમાં તોડફોડ કરી હતી. આ બનાવ અંગે ડો. જયેશ રાજપુરાએ મહિલાનો કોરોના પોઝિટિવ હોવાથી મોત નિપજ્યું હોવાનું જણાવ્યું હતું. જ્યારે મહિલાનો સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ દરમિયાન કરવામાં આવેલો RTPCR ટેસ્ટ નેગેટીવ આવતા પરિવારે એપેડેમિક એક્ટ હેઠળ કાર્યવાહી કરવા માંગણી કરી છે

ડોક્ટર કહે છે કે, અમારા ઉપર જે આક્ષેપો મૂકવામાં આવ્યા છે, તે ખોટા છે
સિદ્ધી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના ડો. જયેશભાઇ રાજપુરાએ જણાવ્યું હતું કે, 31 માર્ચે ગંભીર હાલતમાં દર્દીને લાવવામાં આવ્યા હતા. તે દિવસે તેઓનું ઓક્સિજન લેવલ માત્ર 35 ટકા હતું. તેઓના પરિવારને જાણ કરી આઇસીયુમાં સારવાર શરૂ કરી દેવામાં આવી હતી અને 1 એપ્રિલે કોવિડ-19ની ગાઇડલાઇન પ્રમાણે ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જે રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેનો અમારી પાસે પુરાવો છે. કોરોનાની સાથે તેમને નીમોનિયા પણ હતો. જેથી તેઓની તુરંત જ સારવાર શરૂ કરી દીધી હતી. પ્રથમ દિવસે ડિપોઝિટ ભર્યાં બાદ અમે નાણાંની માગણી કરી નહોતી. ગઇકાલે દર્દીને 40 હજારની કિંમતનું ટોસિલિઝુમેબ ઇન્જેક્શન આપવા માટે પરિવારને પૂછ્યું હતું. પણ અમે જબરદસ્તી કરી નહોતી. અમે સારામાં સારી સારવાર આપવાનો પ્રયાસ કર્યો છે. અમારા ઉપર જે આક્ષેપો મૂકવામાં આવ્યા છે, તે ખોટા છે.

હોસ્પિટલ સામે નિષ્કાળજીનો આક્ષેપો મૂકીને પરિવારે હોબાળો મચાવ્યો
વડોદરાના પાણીગેટ જુનીગઢીમાં રહેતા હર્ષિદાબેન જીતેન્દ્રભાઇ સોલંકી(ઉં.35)ને 31 માર્ચના રોજ દાંડિયા બજારમાં આવેલી સિદ્ધિ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું રવિવારે મોડી સાંજે મોત નીપજ્યું હતું. પરિવારજનોને હર્ષિદાબેનનું મોત થયું હોવાના સમાચાર મળતા પરિવારજનો હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા અને હોસ્પિટલ સામે નિષ્કાળજીનો આક્ષેપો મૂકી હોબાળો મચાવ્યો હતો અને તોડફોડ કરી હતી.

પરિવારનો બેદરકારીને કારણે મોત થયાનો આક્ષેપ
આ બનાવમાં પરિવારજનોએ હોસ્પિટલમાં નાણાં ન ભરતા યોગ્ય સારવાર આપવામાં આવી ન હોવાથી હર્ષિતાબેનનુ મોત નીપજ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. પરિવારે એવો પણ આક્ષેપ કર્યો હતો કે, દર્દીને કોરોના પણ ન હતો. કારણ કે જે વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમાં કોવિડ ગાઇડ લાઇનનું પાલન કરાતું નહોતું. જો કે, હોસ્પિટલના ડો. જયેશ રાજપુરાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પેશન્ટનો 1લી એપ્રિલના રોજ કરવામાં આવેલો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ડોક્ટર દ્વારા શહેરની લેબોરેટરીમાં રીપોર્ટ કરાવવાને બદલે અમદાવાદની પેનજીનેમિક લેબોરેટરીમાં કરવામાં આવ્યો હતો.

બેમાંથી કયો રિપોર્ટ સાચો?
હર્ષિતાબેનનું મોત નીપજતાં તેઓનું પોસ્ટમોર્ટમ સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યારે પહેલા કરવામાં આવેલો RTPCR ટેસ્ટનો રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો. ત્યારે સવાલ એ છે કે, સિદ્ધિ મલ્ટીસ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલ દ્વારા કરાવવામાં આવેલો કોરોના રિપોર્ટ સાચો કે સયાજી હોસ્પિટલમાં કરવામાં આવેલો કોરોના રિપોર્ટ સાચો?

પરિવારજનોએ હોસ્પિટલમાં આક્રંદ કર્યું હતું
પરિવારજનોએ હોસ્પિટલમાં આક્રંદ કર્યું હતું

30થી 40 જેટલા લોકોના ટોળાએ હોસ્પિટલમાં તોડફોડ કરી
દાંડિયા બજાર ખાતે આવેલ સિદ્ધિ હોસ્પિટલમાં મોડી રાતે દર્દીનું મોત નિપજતા રોષે ભરાયેલા પરિવારજનોએ કરેલી તોડફોડમાં હોસ્પિટલની ઓક્સિજનની લાઇન પણ તૂટી ગઈ હતી. આ ઉપરાંત હોસ્પિટલમાં કાચ, ફર્નિચર સહિતની ટોળાએ તોડફોડ કરી હતી. 30થી 40 જેટલા લોકોના ટોળા દ્વારા કરવામાં આવેલી તોડફોડના પગલે હોસ્પિટલના તબીબો સ્ટાફ તેમજ હોસ્પિટલમાં કોરોનામા સારવાર લઈ રહેલા તેમજ અન્ય બીમારીઓના દર્દીઓમાં ગભરાટ ફેલાઇ ગયો હતો.

મહિલાના મૃત્યુ બાદ પરિવારે હોસ્પિટલમાં તોડફોડ કરી હતી
મહિલાના મૃત્યુ બાદ પરિવારે હોસ્પિટલમાં તોડફોડ કરી હતી

એસીપી મેઘા તેવાર પણ સ્ટાફ સાથે દોડી ગયા
મોડી રાત્રે બનેલા આ બનાવની જાણ રાવપુરા પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. આ સાથે એસીપી મેઘા તેવાર પણ સ્ટાફ સાથે દોડી ગયા હતા અને રોષે ભરાયેલા લોકોને સમજાવીને મામલો થાળે પાડ્યો હતો.

પરિવારે હોસ્પિટલમાં મહિલાની સારવાર દરમિયાનની તસવીર બતાવી હતી
પરિવારે હોસ્પિટલમાં મહિલાની સારવાર દરમિયાનની તસવીર બતાવી હતી

9 વાગ્યે તબિયત સારી હતી, 11 વાગ્યે મૃત્યુ થયાની જાણ કરી
હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોતને ભેટેલા હર્ષિદાબેન સોલંકીના પતિ જીતેન્દ્ર સોલંકીએ હોસ્પિટલ સામે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, હોસ્પિટલ દ્વારા માત્રને માત્ર નાણાંની ઉઘરાણી કરવામાં આવતી હતી, પરંતુ, મારી પત્નીને કોરોના છે કે, નહીં તેવી કોઈ માહિતી આપવામાં આવી ન હતી. મારી પત્નીને છાતીમાં દુખાવો થતો હતો. જેથી 31 માર્ચના રોજ દાખલ કરવામાં આવ્યા હતા. રવિવારે રાત્રે 9 વાગ્યા સુધી પત્નીની તબિયત સારી હતી. રાત્રે અગિયાર વાગ્યાની આસપાસ અમોને જાણ કરવામાં આવી કે, હર્ષિદાબેન હવે રહ્યા નથી. તુરંત જ અમે હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા.

સારવારનું બિલ ભર્યા બાદ જ મૃતદેહ આપવાનો પણ પરિવારે હોસ્પિટલ સામે આક્ષેપ મૂક્યો છે
સારવારનું બિલ ભર્યા બાદ જ મૃતદેહ આપવાનો પણ પરિવારે હોસ્પિટલ સામે આક્ષેપ મૂક્યો છે

પતિ કહે છે કે, મારી પત્નીનું મોત હોસ્પિટલની બેદરકારીના કારણે થયું
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, મારી પત્નીનું એકાએક મોત કેવી રીતે થયું. તે સવાલ છે. અમે હોસ્પિટલના જણાવ્યા પ્રમાણે રૂપિયા એક લાખ ડિપોઝીટ તરીકે ભરી દીધા હતા. અમારી પાસે રૂપિયા 40 હજારનું ઈંજેક્શન મારવાનું હોવાનું પણ જણાવ્યું હતું. જે અંગે પણ નાણાંની માગણી કરવામાં આવી હતી. ઇન્જેક્શન કયા કારણોસર મારવાનું હતું. તે અંગે જાણ કરવામાં આવી ન હતી. મારી પત્નીનું મોત હોસ્પિટલની બેદરકારીના કારણે થયું છે.

30થી 40 જેટલા લોકોના ટોળાએ હોસ્પિટલમાં તોડફોડ કરી
30થી 40 જેટલા લોકોના ટોળાએ હોસ્પિટલમાં તોડફોડ કરી

જરૂર પડશે તો પેનલ ડોક્ટર દ્વારા પણ તપાસ કરાશે
મોડી રાત્રે બનેલા બનાવને પગલે હોસ્પિટલ ખાતે દોડી ગયેલા એસીપી મેઘા તેવારે જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં દર્દીનું મોત કેવી રીતે થયું તે તપાસનો વિષય છે. પરિવારના જણાવ્યા પ્રમાણે મૃતકને કોરોના હતો કે નહીં તે અંગેની કોઇ જાણ કરવામાં આવી નથી., તે અંગે પણ તપાસ કરવામાં આવશે. હોસ્પિટલમાં તોડફોડ દરમિયાન ઓક્સિજનની પાઇપ તૂટી ગઈ હતી. જે તુરંત જ રિપેર કરી દેવામાં આવી હતી. હોસ્પિટલમાં મૃત્યુ પામેલા દર્દી તારીખ 1 એપ્રિલ સુધી સાદા વોર્ડમાં હતા. ત્યાર બાદ તેઓને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ બનાવ અંગે જરૂર પડશે તો પેનલ ડોક્ટર દ્વારા પણ તપાસ કરવામાં આવશે.

દાંડિયા બજારમાં આવેલી સિદ્ધિ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં મૃતક મહિલાના પરિવારે હોબાળો મચાવ્યો
દાંડિયા બજારમાં આવેલી સિદ્ધિ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં મૃતક મહિલાના પરિવારે હોબાળો મચાવ્યો

પરિવાર ફરિયાદ કરશે તો ન્યાયિક તપાસ કરવામાં આવશે
એ.સી.પી. મેઘા તેવારે વધુમાં જણાવ્યું હતું કે મૃતકના પરિવારજનો અને હોસ્પિટલના સત્તાવાળાઓ દ્વારા ફરિયાદ કરવામાં આવશે તો ફરિયાદ દાખલ કરીને ન્યાયિક તપાસ કરવામાં આવશે. હાલ અમારુ કામ કાયદો અને વ્યવસ્થા જાળવવાનુ છે.

તબીબોની નિષ્કાળજીને કારણે મૃત્યુ થયું હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે
તબીબોની નિષ્કાળજીને કારણે મૃત્યુ થયું હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે
એસીપી મેઘા તેવારે રોષે ભરાયેલા લોકોને સમજાવીને મામલો થાળે પાડ્યો હતો
એસીપી મેઘા તેવારે રોષે ભરાયેલા લોકોને સમજાવીને મામલો થાળે પાડ્યો હતો

પરિવારે કાર્યવાહી કરવા માગ કરી
મૃતક હર્ષિતાબેનનો સયાજી હોસ્પિટલમાં કરવામાં આવેલો કોરોના રિપોર્ટ નેગેટીવ આવતા પરિવારજનોએ દાંડિયા બજાર ખાતે આવેલ સિદ્ધિ હોસ્પિટલ સામે એપેડેમિક એક્ટ હેઠળ કાર્યવાહી કરવા માંગણી કરી છે. નોંધનીય છે કે, બે દિવસ પૂર્વે વડોદરા આવેલા નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે ખોટી રીતે દર્દીને ગોંધી રાખી નાણાં પડાવનાર હોસ્પિટલો સામે એપડેમિક એક્ટ હેઠળ કાર્યવાહી કરવા જણાવ્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો