તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દીકરીનો વલોપાત:વડોદરાની શ્રીજી હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત વૃદ્ધાનું મોત, દીકરીએ કહ્યુંઃ 'આ હોસ્પિટલને બંધ કરો; મારી માને મારી નાખી, આ વીડિયો નીતિન પટેલ સુધી પહોંચાડો'

વડોદરા5 દિવસ પહેલા
શ્રીજી હોસ્પિટલમાં માતાના મૃત્યુ બાદ દીકરીએ આક્રંદ કર્યું હતું
  • પાણીગેટ વિસ્તારમાં આવેલી શ્રીજી હોસ્પિટલમાં કોરોનાના દર્દીનું મોત થતાં પરિવારનો હોબાળો
  • વેન્ટિલેટર પર મૂક્યાની મોડી જાણ કર્યાનો બળાપો કાઢ્યો, પરિવારજનોનો તબીબી નિષ્કાળજીનો આક્ષેપ
  • તબીબ કહે છે, દર્દીને બચાવવા માટે છેલ્લે સુધી પ્રયત્ન કર્યા હતા

વડોદરાના પાણીગેટ વિસ્તારમાં આવેલી શ્રીજી હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહેલા વૃદ્ધાનું મોત નીપજતાં બુધવારે મોડી રાત્રે પરિવારજનોએ તબીબી નિષ્કાળજીના આક્ષેપ કરીને હોબાળો મચાવ્યો હતો. ઘટના સંદર્ભે પાણીગેટ પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને મામલો થાળે પડવાના પ્રયાસો હાથ ધર્યા હતાં. મૃતક વૃદ્ધાની દીકરીએ આક્રંદ કરતાં જણાવ્યું હતું કે 'આ શ્રીજી હોસ્પિટલને બંધ કરો; મારી માને મારી નાખી, આ વીડિયો નીતિન પટેલ સુધી પહોંચાડો'.

ડોક્ટરે વૃદ્ધા સ્વસ્થ હોવાનું તબીબોએ જણાવ્યું હતું
વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં આવેલી શ્રીજી હોસ્પિટલમાં માંજલપુરના 60 વર્ષનાં ગજરાબેન બારિયા કોવિડની સારવાર લઈ રહ્યાં હતાં. તેઓ એક સપ્તાહથી સારવાર હેઠળ હતાં. બુધવારે રાતે તેમનું એકાએક મોત નીપજતાં પરિવારજનોએ હોસ્પિટલ ખાતે પહોંચી હોબાળો મચાવ્યો હતો. પરિવારજનોએ તબીબી નિષ્કાળજીના આક્ષેપ કરી જણાવ્યું હતું કે બુધવારે સાંજે ગજરાબેન સાથે વાતચીત થઈ હતી. તેઓ સ્વસ્થ હતાં. અગાઉ વેન્ટિલેટર પર હતાં, પરંતુ ત્યાર બાદ તેઓ સ્વસ્થ થયાં હતાં અને નોર્મલ હતાં.

પાણીગેટ વિસ્તારમાં આવેલી શ્રીજી હોસ્પિટલમાં કોરોનાના દર્દીનું મોત થતાં પરિવારે હોબાળો મચાવ્યો હતો.
પાણીગેટ વિસ્તારમાં આવેલી શ્રીજી હોસ્પિટલમાં કોરોનાના દર્દીનું મોત થતાં પરિવારે હોબાળો મચાવ્યો હતો.

તબીબે તમામ આક્ષેપોને નકાર્યા
પરંતુ રાતે હોસ્પિટલમાંથી કોલ આવ્યો હતો કે ગજરાબેનની હાલત ક્રિટિકલ છે. ત્યાર બાદ હોસ્પિટલમાં પહોંચી જોતાં તેઓ મૃત હાલતમાં હતાં. તબીબોએ તેમને પરત વેન્ટિલેટર પર મૂક્યાં છે, તેની જાણ મોડા કરી હતી અને તબીબ ગંભીર દર્દીને જોવા પણ નહીં આવતા હોવાના ગંભીર આક્ષેપ કરીને હોબાળો મચાવ્યો હતો. બીજી તરફ, તબીબે તમામ આક્ષેપોને નકાર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે દર્દીને બચાવવા માટે છેલ્લે સુધી પ્રયત્ન કર્યા હતા. ઘટનાની જાણ થતાં પાણીગેટ પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને મામલો થાળે પાડવાના પ્રયાસો શરૂ કર્યા હતા.

હોસ્પિટલની નિષ્કાળજીના આક્ષેપ સાથે દીકરીએ વલોપાત કર્યો હતો.
હોસ્પિટલની નિષ્કાળજીના આક્ષેપ સાથે દીકરીએ વલોપાત કર્યો હતો.

પોણાછ વાગ્યે મેં વાત કરી, મમ્મીએ કહ્યુંઃ મને સારું છે
મૃતક વૃદ્ધાની દીકરી બેલા બારિયાએ જણાવ્યું હતું કે પોણાછ વાગ્યે મેં વાત કરી, મમ્મીએ કહ્યુંઃ મને સારું છે, બે કલાક પહેલાં ફોન આવ્યો કે વેન્ટિલેટર પર મૂક્યાં છે. સિરિયસ છે. મેં દેવું કરીને સારવાર કરાવી છે. રોજની 20 હજારની દવા છે. 10 હજારના રિપોર્ટ કરે છે. આઇસીયુમાં જવા દેતા નથી. દોઢ લાખ રૂપિયા મેડિકલના ગયા છે અને અઢી લાખ રૂપિયા ભરવાના છે.

વેન્ટિલેટર પર મૂક્યાની મોડી જાણ કર્યાનો બળાપો કાઢ્યો હતો.
વેન્ટિલેટર પર મૂક્યાની મોડી જાણ કર્યાનો બળાપો કાઢ્યો હતો.

મારી મમ્મીને આ લોકોએ ક્યારની મારી નાખી હશે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે મારા ભાઇ પીપીઇ કિટ પહેરીને હોસ્પિટલની અંદર ગયા તો વેન્ટિલેટર ચાલુ હતું. પણ મારી મા મરી ગયેલી હતી. આ લોકો જુઠ્ઠું બોલ્યા, મારી મમ્મીને આ લોકોએ ક્યારની મારી નાખી હશે અને હવે ફોન કરીને કરે છે કે વેન્ટિલેટર પર છે. રૂપિયા લઇને કોઇ બચાવતું નથી. આ હોસ્પિટલને બંધ કરાવી દો. દર્દીને મારી નાખે છે. આ લોકો સારવાર કરતા નથી. કોઇ ડોક્ટર હાજર હોતા નથી. નીતિન પટેલ સાહેબ તમે જે કાયદો કાઢ્યો છે, જે મફતના રૂપિયા લે છે તેની સામે કેસ કરો. મેં કેસ કર્યો છે. નીતિન પટેલ સુધી આ વીડિયો પહોંચાડો. આ હોસ્પિટલને બંધ કરાવી દો.

ઘટનાની જાણ થતાં પાણીગેટ પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી અને મામલો થાળે પાડવાના પ્રયાસો શરૂ કર્યા હતા.
ઘટનાની જાણ થતાં પાણીગેટ પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી અને મામલો થાળે પાડવાના પ્રયાસો શરૂ કર્યા હતા.
પરિવારજનોએ તબીબી નિષ્કાળજીનો આક્ષેપ કર્યો હતો.
પરિવારજનોએ તબીબી નિષ્કાળજીનો આક્ષેપ કર્યો હતો.
અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો