સાઇબર ક્રાઇમ પોલીસની સફળતા:ફેક ઇ-મેઇલ આઇડી બનાવી ભેજાબાજોએ વડોદરાના વેપારી પાસેથી 31 લાખ પડાવ્યા, પોલીસે પોર્ટુગલના બેંક એકાઉન્ટમાંથી નાણાં પરત અપાવ્યા

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વેપારીએ 31 લાખ રૂપિયા પોર્ટુગલના બેંક ખાતામાં ટ્રાન્સફર કર્યાં હતા (પ્રતિકાત્મક તસવીર) - Divya Bhaskar
વેપારીએ 31 લાખ રૂપિયા પોર્ટુગલના બેંક ખાતામાં ટ્રાન્સફર કર્યાં હતા (પ્રતિકાત્મક તસવીર)
  • સાઇબર ક્રાઇમ પોલીસે ભેજબાજ વિરુદ્ધ ગુનો નોંધી ટેક્નિકલ તપાસ હાથ ધરી

સોશિયલ મીડિયા મારફતે સાઇબર ક્રાઇમ આચરતી ટોળકીએ પોર્ટુગલની બેંકમાં એકાઉન્ટ હોવાનું જણાવી વડોદરા શહેરના વેપારી પાસેથી રૂ.31 લાખ (35,673 યુરો ) પડાવી લીધા હતા. વેપારીએ સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં અરજી કરતા પોલીસે બેંકના સંકલનમાં રહી પોર્ટુગલની બેંકમાં અને મુંબઈ બ્રાન્ચ તેમજ એસબીઆઈ લિસબન સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન પોર્ટુગલને પત્ર લખી સ્ટોપ તેમજ રિફંડ પેમેન્ટ કરવાની તજવીજ કરી ફ્રોડમાં ગયેલા 31 લાખ (35,673 યુરો ) પોર્ટુગલની બેંકમાંથી પરત કરવામાં પોલીસને સફળતા મળી છે. સાઇબર ક્રાઇમ પોલીસે ભેજબાજ વિરુદ્ધ ગુનો નોંધી ટેક્નિકલ તપાસ હાથ ધરી છે.

સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં અરજી કરી
વડોદરા શહેર સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં 15 ઓક્ટોબર-2021માં એક અરજી મળી હતી. જેમાં સુભાનપુરા વિસ્તારના ઇલોરાપાર્ક આવેલ નીલમુર ડુપ્લેક્ષમાં રહેતા રમેશ નીલાધર શાહ વડોની સેનર્જી ટ્રેડર્સ નામની કંપની ધરાવી બોરોસીલીકેટ ગ્લાસ ટ્યૂબના રો-મટિરિયલનો ટ્રેડિંગનો ધંધો કરે છે અને તે રો-મટિરિયલ જર્મનીની સ્કોટ-એજી નામની કંપનીમાંથી ઇમ્પોર્ટ કરતા હોવાથી તેમનું પેમેન્ટ જર્મની કંપીનીના બેંક ખાતામાં ટ્રાન્સફર કરતા હતા.

વડોદરા શહેર સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં 15 ઓક્ટોબર-2021માં એક અરજી મળી હતી(પ્રતિકાત્મક તસવીર)
વડોદરા શહેર સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં 15 ઓક્ટોબર-2021માં એક અરજી મળી હતી(પ્રતિકાત્મક તસવીર)

ભેજબાજ ટોળકી પોર્ટુગલના બેંક એકાઉન્ટમાં નાણાં જમા કરવા જણાવ્યું
દરમિયાન આ સ્કોટ એજી કંપનીના ઇ-મેઇલ આઇડી પરથી સેનર્જી ટ્રેડર્સ કંપનીને સંદેશાની આપ-લે કરતી હતી, ત્યારે ભેજબાજ ટોળકીએ તેમાં ફેરફાર કરીને ઇ-મેઇલ આઇડી તૈયાર કરી ગત 7 ઓક્ટોબરના રોજ સાંજે રમેશભાઇને કંપનીના ઇ-મેઈલ આઇડી પર મેઇલ કરી તે ઇ-મેઇલમાં ગ્લોબલ સ્ટ્રેટર્જી બદલવાના કારણે સ્કોટ કંપનીનું જે રેગ્યુલર જર્મનીનું બેંક ખાતું છે. તે બેંક ખાતામાં રૂપિયા જમા થશે નહીં અને બીજા પોર્ટુગલના બેંક એકાઉન્ટમાં જમા કરવાનું જણાવ્યું હતું.

31 લાખ રૂપિયા પોર્ટુગલના બેંક ખાતામાં ટ્રાન્સફર કર્યાં
જેથી રમેશભાઈએ જર્મીની સ્કોટ કંપની પાસેથી રૂ. 31 લાખનો માલ મંગાવેલો હોવાથી તેમણે પોતાના એસબીઆઈ બેંકના ખાતામાંથી તા. 8 ઓક્ટોબરના રોજ રૂ. 31 લાખ (35,673 યુરો) પોર્ટુગલના બેંક ખાતામાં ટ્રાન્સફર કરી દીધા હતા. ત્યારબાદ તા. 14 ઓક્ટોબરના રોજ જર્મનીની કંપનીના ઈમેઇલ આઈડી ઉપરથી રમેશભાઈને ઈમેલ આવેલ કે તમારા રૂપિયા હજુ સુધી અમારા બેંક ખાતામાં જમા થયેલ નથી. જેથી રમેશભાઈએ જર્મીનીની કંપનીની મુંબઈ ખાતે આવેલી બ્રાન્ચમાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, જર્મનીની કંપનીનું કોઈ બેંક ખાતું બદલાયેલ નથી. અને કોઈએ તમને ફેક ઇમેલ કરી પોર્ટુગલની બેંકમાં પૈસા ટ્રાન્સફર કરાવી તમારી સાથે ફ્રોડ કરેલ છે.

રૂ. 31 લાખ પોર્ટુગલની બેંક ખાતામાંથી 18 ઓક્ટોબરના રોજ પરત કરવામાં પોલીસને સફળતા મળી (પ્રતિકાત્મક તસવીર)
રૂ. 31 લાખ પોર્ટુગલની બેંક ખાતામાંથી 18 ઓક્ટોબરના રોજ પરત કરવામાં પોલીસને સફળતા મળી (પ્રતિકાત્મક તસવીર)

સાઇબર ક્રાઇમે નાણાં પરત અપાવ્યા
ત્યારે પોતાની સાથે થયેલ છેતરપિંડી અંગે રમેશભાઈએ સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગત 15 ઓક્ટોબરના રોજ અરજી કરી હતી. જેથી સાઈબર ક્રાઇમ પોલીસે બનાવની ગંભીરતાને ધ્યાને લઇ બેંકના સંકલનમાં રહી પોર્ટુગલની બેંકમાં અને મુંબઈ બ્રાન્ચ તેમજ એસબીઆઈ લિસબન સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન પોર્ટુગલને પત્ર લખી સ્ટોપ તેમજ રિફંડ પેમેન્ટ કરવાની તજવીજ કરી ફ્રોડમાં ગયેલા રમેશભાઈના રૂ. 31 લાખ પોર્ટુગલની બેંક ખાતામાંથી 18 ઓક્ટોબરના રોજ પરત કરવામાં પોલીસને સફળતા મળી છે. આ ઉપરાંત સાઇબર ક્રાઇમ પોલીસે ભેજબાજ વિરુદ્ધ ગુનો નોંધી ટેક્નિકલ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...