તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:વડોદરામાં નકલી આર્મીમેન ઝડપાયો, આર્મી ઇન્ટેલિજન્સની તપાસમાં સલમાન અહેમદનો ભાંડો ફૂટ્યો

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
નકલી આર્મી મેન સલમાન અહેમદના ખોટા ઓળફ પત્ર અને મોબાઈલ - Divya Bhaskar
નકલી આર્મી મેન સલમાન અહેમદના ખોટા ઓળફ પત્ર અને મોબાઈલ
  • નકલી આર્મીમેન સલમાન શહીદ આરીફના મામાના ઘરે રોકાયો
  • સાંસદે રેલવે સ્ટેશન મોકલી ગુપ્તચર વિભાગને જાણ કરી

વડોદરામાં લોકડાઉનમાં નકલી આર્મીમેન ઝડપાતા રેલવે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ  હતી. વડોદરાના શહીદ આરીફ પઠાણના પરિવારને મળવા આવ્યાની વાત આ નકલી આર્મીમેને કરી હતી. બે દિવસ પહેલાં જ આ વ્યક્તિએ યુ.પી. પોતાના વતન જવા બાબતે તંત્ર અને સરકાર સામે રોષ ઠાલવ્યો હતો. લોકડાઉનમાં ફસાયા હોવાની રજુઆત મીડિયા, સાંસદ અને પીએમઓને કરી હતી પરંતુ સંપર્ક કર્યા છતાં અટવાયા કરતો હતો. તો બીજી તરફ શહીદનો પરિવાર આ વ્યક્તિને જાણતો ન હોવાનું તપાસમાં બહાર આવ્યું હતુ. વડોદરામાં નકલી આર્મીમેન સલમાન શહીદ આરીફના મામાના ઘરે રોકાયો હતો. સાંસદે રેલવે સ્ટેશન મોકલી ગુપ્તચર વિભાગને જાણ કરી હતી. ત્યારબાદ આર્મી ઇન્ટેલિજન્સની તપાસમાં સલમાન અહેમદનો ભાંડો ફૂટ્યો હતો. હવે વધુ પૂછપરછમાં ચોંકાવનારા ઘટસ્ફોટ થાય તેવા અહેવાલ પણ જણાઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...