હિન્દુ દેવી-દેવતાઓના આર્ટનો વિવાદ:વડોદરામાં MS યુનિવર્સિટીએ બનાવી ફેક્ટ ફાઇન્ડિંગ કમિટી, જાણો કોણ છે આ કમિટીમાં

વડોદરા23 દિવસ પહેલા
 • કૉપી લિંક
યુનિવર્સિટીની જુદી-જુદી ફેકલ્ટીના ડીન અને સિન્ડિકેટ મેમ્બરને કમિટીમાં સામેલ કરવામાં આવ્યા છે - Divya Bhaskar
યુનિવર્સિટીની જુદી-જુદી ફેકલ્ટીના ડીન અને સિન્ડિકેટ મેમ્બરને કમિટીમાં સામેલ કરવામાં આવ્યા છે
 • કમિટી તપાસ કરીને પોતાનો રિપોર્ટ વાઇસ ચાન્સેલરને સબમિટ કરશે

વડોદરામાં ફાઇન આર્ટસ્ ફેકલ્ટીના વિદ્યાર્થી દ્વારા પેપર કટિંગમાંથી દુષ્કર્મના સમાચારો કટિંગ કરી તેનાથી બનાવવામાં આવેલ હિન્દુ દેવી-દેવતાઓના ચિત્રોનો વિવાદ વકર્યા બાદ એમ.એસ.યુનિવર્સિટી દ્વારા એક ફેક્ટ ફાઇન્ડિંગ કમિટી બનાવવામાં આવી છે. જેમાં યુનિવર્સિટીની જુદી-જુદી ફેકલ્ટીના ડીન અને સિન્ડિકેટ મેમ્બરને સામેલ કરવામાં આવ્યા છે. આ કમિટી સમગ્ર મામલે તપાસ કરી પોતાનો રિપોર્ટ વાઇસ ચાન્સેલરને સબમિટ કરશે.

કોણ કોણ છે સમિતિમાં

 • પ્રોફેસર સી.એન. મુર્તિ, ટેકનોલોજી ફેકલ્ટીના ડીન, કન્વિનર
 • પ્રોફેસર કેતન ઉપાદ્યાય, કોમર્સ ફેક્લટીના ડીન
 • પ્રોફેસર ભાવના મહેતા, સોશિયલ વર્ક ફેકલ્ટીના ડીન
 • પ્રોફેસર હરી કટારિયા, સાયન્સ ફેકલ્ટીના ડીન
 • ડૉ. વી.એચ. ખેર, સિન્ડિકેટ મેમ્બર
 • ડૉ. ચેતન સોમાણી, સિન્ડિકેટ મેમ્બર
 • જીગ્નેશ શાહ, સેનેટ મેમ્બર
 • પ્રોફેસર અંબિકા પટેલ, ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સ
 • ડૉ. મયંક વ્યાસ, જોઇન્ટ રજીસ્ટ્રાર, સેક્રેટરી મેબ્મબર તરીક રહેશે

શું હતી સમગ્ર ઘટના
ઉલ્લખનિય છે કે, વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં માં આવેલી ફાઇન આર્ટ્સ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓએ પરીક્ષાના એન્યુઅલ પેઇન્ટિંગ એક્ઝિબિશનમાં પેપર કટિંગ દ્વારા હિન્દુ દેવી-દેવતાઓના આર્ટ તૈયાર કર્યાં હતા. એટલે કે પેપર કટિંગમાંથી હિન્દુ દેવી-દેવતાઓના ચિત્રો બનાવવામાં આવ્યા હતા જેને લઇને વિવાદ થયો છે. એક વિદ્યાર્થીએ હિન્દુ દેવી-દેવતાઓના પેપર કટિંગમાંથી ચિત્ર બનાવ્યા હતા. તેમાં પેપર કટિંગમાં જે સમાચારો હતા તે દુષ્કર્મને લગતા સમાચારો હતા, જેથી હિન્દુ દેવી-દેવતાઓના પેપર કટિંગમાંથી બનાવેલા ચિત્રો દુષ્કર્મના સમાચારોને લઈને વિવાદ થયો છે અને હિન્દુઓની લાગણી દુભાઈ હોવાની વાતને લઇને હોબાળો મચ્યો છે. આ ઉપરાંત મહિલાઓના ન્યૂડ ચિત્રો પણ બનાવ્યા છે, વિવાદ વધતા સમગ્ર આર્ટ એક્ઝિબિશન બંધ કરી દેવાયું હતું.

VC- રજિસ્ટ્રારે ફરિયાદ નોંધાવાની પણ તસ્દી ન લીધી
યુનિવર્સિટી સત્તાધીશો વાઇસ ચાન્સેલર વિજય શ્રીવાસ્તવ અને રજિસ્ટ્રાર કે.એમ.ચુડાસમાએ પોલીસ ફરીયાદ કરવાનું ટાળ્યું હતું. આટલી મોટી ઘટના બની હોવા છતાં પણ પોલીસ ફરિયાદ નહિ કરવાના મુદે યુનિવર્સિટી વર્તુળોમાં સત્તાધીશો સામે ચર્ચાઓએ જોર પકડયું છે. ફાઇન આર્ટસમાં વિવાદસ્પદ ચિત્રો બન્યા છે અને તેને વાઇરલ કરાયા છે તેનું કારણ જાણવા માટે જરૂરી હોવા છતાં પણ ફરિયાદ કરવામાં આવી ના હતી.

કમિટીમાં જિગર જૂથની બાદબાકી
યુનિવર્સિટીના વીસીએ બનાવેલી ફેકટ ફાઇડિંગ કમિટીની જાહેરાત કરી હતી. જેમાં જિગર જૂથની ધરાર બાદબાકી કરીે સંકલનના ચેતન સોમાણીની નિમણૂક કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...