તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસીકરણને વેગ:જિલ્લાના 546 ગામોમાં 5749 બેડની સુવિધા

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
મારું ગામ કોરોનામુક્ત ગામ અભિયાન હેઠળ જિલ્લામાં સામૂહિક કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યા. - Divya Bhaskar
મારું ગામ કોરોનામુક્ત ગામ અભિયાન હેઠળ જિલ્લામાં સામૂહિક કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યા.
  • વડોદરા જિલ્લામાં 3.49 લાખ લોકોે વેક્સિન મૂકાવી કોરાનાથી રક્ષિત થયા
  • જેમના ઘરે આઈસોલેશનની સુવિધા ન હોય તેઓ માટે આ કોવિડ સેન્ટરો આશીર્વાદરૂપ

વડોદરા જિલ્લાના ગામડાઓમાં કોરોનાની બીજી લહેરનો મક્કમતા પૂર્વક સામનો કરવામાં આવી રહ્યો છે. જિલ્લાના ગામડાઓમાં પણ કોરોના વાઇરસનું સંક્રમણ વધ્યું છે, ત્યારે જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા કોરોના સંક્રમણને ખાળવા અસરકારક કામગીરી કરવામાં આવી રહી હોવાનું જિલ્લા વિકાસ અધિકારી કિરણ ઝવેરીએ જણાવ્યું છે.

જિલ્લા વિકાસ અધિકારી કિરણ ઝવેરીએ ઉમેર્યું હતું કે મારું ગામ કોરોનામુક્ત ગામ અભિયાન હેઠળ જિલ્લાના 546 ગામોમાં 5749 બેડની સુવિધા સાથેના સામુહિક કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. આ સેન્ટરોમાં કોરોનાના સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓને આઇસોલેશન હેઠળ રાખવામાં આવે છે જેથી સંક્રમણને ફેલાતું અટકાવી શકાશે. ગામડાઓમાં જેમના ઘરે આઈસોલેશન થવાની સુવિધા ન હોય તેઓ માટે આ સેન્ટરો આશીર્વાદરૂપ પુરવાર થશે. ગામડાઓમાં લોક ભાગીદારીથી શરૂ કરાયેલા આ કેન્દ્રોમાં દર્દીઓને દવા, ચા, નાસ્તો તેમજ બે ટાઇમનું ભોજન આપવામાં આવી રહ્યું છે.

કોરોના ચેપથી બચવા રસી એકમાત્ર ઈલાજ છે ત્યારે વડોદરા જિલ્લામાં હાલમાં 3.49 લાખ લોકોને રસી મૂકાઇ છે.જિલ્લામાં રસીકરણ કામગીરીને પણ વેગવાન બનાવવામાં આવી છે તેમ તેમણે ઉમેર્યું હતું. વડોદરા જિલ્લામાં આયુષ હેઠળના 36 દવાખાનાઓ મારફત ગામડાઓમાં લોકોને રોગ પ્રતિકારક શક્તિ વર્ધક આર્યુવેદિક દવાઓનું સુદ્રઢ રીતે વિતરણ કરાયું છે. વડોદરા જિલ્લાના આઠ તાલુકાઓમાં વર્ગ -1ના અધિકારીઓની લાયઝન અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત વર્ગ-2ના અધિકારીઓને આઠથી દસ ગામની જવાબદારી સોંપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...