તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજુઆત:જૈનો માટે ભ્રામક પ્રચાર કરતા અનુપ મંડળ વિરુદ્ધ ભારે રોષ

વડોદરા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વડોદરાના જૈન શ્રેષ્ઠીઓએ કલેકટરને આવેદન આપ્યું
  • રાજસ્થાનના અનુપ મંડળ સામે કાર્યવાહી કરવાની માંગ

રાજસ્થાનના અનુપ મંડળ દ્વારા જૈન સમાજ અને જૈન સાધુઓ માટે બેફામ ભ્રામક પ્રચાર કરવામાં આવતો હોવાના આક્ષેપ સાથે વડોદરાના જૈન શ્રેષ્ઠીઓએ વડાપ્રધાનને સંબોધન કરતું આવેદનપત્ર કલેક્ટર કચેરીમાં સુપ્રત કર્યું હતું.રાજસ્થાનમાં અનુપ મંડળ નામે સંસ્થા વર્ષોથી કાર્યરત છે અને તેના કેટલાક આગેવાનો દ્વારા જૈન સમાજ વિરોધ રાજસ્થાન અને અન્ય રાજ્યોમાં પ્રચાર કરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે અને તેમાં પણ રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર ,હરિયાણા, કર્ણાટકઝ ઉત્તરપ્રદેશ જેવાં મહત્વનાં રાજ્યમાં ગ્રામીણ અને આદિવાસી પ્રજાને જૈન સમાજ વિરુદ્ધ સતત ભડકાવવામાં આવી રહી છે.

જે અન્વયે જૈન ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન(જીઓ)વડોદરાના ઉપક્રમે ચેરમેન રાજેશ જૈન, પ્રેસિડન્ટ પરેશ શાહ અને સેક્રેટરી જનરલ પરેશ પરીખ,દિપક શાહ સહિતના આગેવાનોએ મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધન કરતું આવેદનપત્ર કલેકટર કચેરીમાં આપીજણાવ્યું હતું કેસમગ્ર જૈન સમાજ અને જૈન સાધુ અને સાધ્વી ભગવંતોનું વિરુદ્ધ રાજસ્થાનના અનુપ મંડળ દ્વારા વર્ષોથી ભ્રામક પ્રચાર કરવામાં આવે છે.

જૈન સાધુ-સાધ્વી ભગવંતો ક્યારે પણ વાહનોનો ઉપયોગ કરતા નથી અને એક ગામથી બીજા ગામ ચાલતા વિહાર કરે છે ત્યારે છેલ્લા દસ વર્ષમાં ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર કર્નાટક જેવા રાજ્યમાં 500થી વધુ સાધુ સાધ્વીના માર્ગ અકસ્માતમાં મોત થયા છે અને જાણીજોઈને મૃત્યુ નિપજાવવાના પણ દાખલા છે.

આ દુર્ઘટનામાં અનુપ મંડળનો જ હાથ છે તેવું સમાજ માને છે.અનુપ મંડળ દ્વારા એવો પણ ભ્રામક પ્રચાર ફેલાવાઇ રહ્યો છે કે ધરતીકંપ દુકાળ કોરોના જેવી બીમારીઓ જૈન સાધુના લીધે આવે છે અને સાધુ ભગવંતો વરસાદ રોકી રાખે છે.

અનુપ મંડળનું ફંડિંગ આવે છે ક્યાંથી?
જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે અનુપ મંડળની પ્રવૃતિ રાજસ્થાન, ગુજરાત મહારાષ્ટ્રમાં ચાલે છે તો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પોતે જૈન છે તો ગુજરાત માં અનુપ મંડળ પર તાત્કાલિક પ્રતિબંધ મુકે તેવી માંગ છે.આ આખું ષડયંત્ર લાગે છે અને આની પાછળ ફંડીગ ક્યાં લોકો કરી રહ્યા છે તેની પણ તપાસ થવી જરૂરી છે. દિલ્હી અને મોટા શહેરોમાં જગત હિતકારી નામની ચોપડી કે જેને અનુપ મંડળ ના અનુયાયીઓ અનુસરે છે છે અને જેના ઉપર 1957થી ન્યાયાલય દ્વારા પ્રતિબંધિત કરવામાં આવ્યું છે તેની સીબીઆઈ તપાસની પણ માંગકરી છે.

અન્ય સમાચારો પણ છે...