ક્રાઇમ:ફેફડાવાલા સહિત 2ને પકડવા વિદેશ મંત્રાલયની મદદ લેવાઇ

વડોદરા3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધર્માંતરણમાં સંડોવાયેલા ફેફડાવાલા અને થાનાવાલા સમન્સ બાદ પણ ન હાજર થયા

શહેરના ધર્માંતરણ અને ફન્ડિંગના મામલામાં ફરાર રહેલા અબ્દુલ્લા ફેફડાવાલા અને દુબઇના મુસ્તુફા થાનાવાલાને પકડવા માટે વિદેશ મંત્રાલયની મદદ લેવામાં આવી છે. આ અંગે પોલીસે જણાવ્યું હતું કે, આ કેસમાં અબ્દુલ્લા આદમ ફેફડાવાલા (હાલ રહે. યુકે) મૂળ નબીપુર, ભરૂચ) તથા મુસ્તુફા સૈફુદ્દીન અકબરઅલી થાનાવાલા (મૂળ રહે. અંધેરી, હાલ દુબઇ)ને હજુ પકડવાના બાકી છે. તેમને હાજર થવા અવાર-નવાર સમન્સ મોકલ્યા છે પણ તેઓ હજુ સુધી હાજર થયા નથી.

આ મામલે પોલીસ કમિશનર ડો.શમશેર સિંઘે જણાવ્યું હતું કે, સમગ્ર મામલાની તપાસ બાદ ચાર્જશીટ થઇ ગઇ છે અને આરોપીઓ જે વિદેશમાં છે તેમણે સમન્સના જવાબ આપ્યા છે, પણ બંનેને પકડવાના હજુ બાકી છે. જેથી કેન્દ્ર સરકારના વિદેશ મંત્રાલયની મદદ લઇને બંનેને વડોદરા લાવવાના પ્રયાસ શરૂ કરાયા છે. ઉલ્લેખનીય છે કે, ધર્માંતરણ-ફન્ડિંગ કેસમાં હુસેન મન્સૂરી, ઉમર ગૌતમ અને સલાઉદ્દીન શેખ સામે પોલીસ દ્વારા 1860 પાનાની ચાર્જશીટ રજૂ કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...