તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:ગનના બોગસ લાઇસન્સ બનાવનારા 2ની શોધખોળ

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્ટેશન પરથી ગન-કારતૂસ સાથે 2 પકડાયા હતા
  • બનાવની તપાસમાં પોલીસ રાજૌરી પહોંચી

તાજેતરમાં શહેરના રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ 1ના એસ્કેલેટર પાસેથી રેલવે એસઓજી પોલીસે દેશી બનાવટની 2 સિંગલ બેરલ ગન તથા 4 જીવતા કારતૂસ સાથે 2 શખ્સને ઝડપી લીધા હતા. સિક્યોરિટી ગાર્ડ તરીકે વધુ પગાર મેળવવા ડુપ્લિકેટ લાઇસન્સ બનાવડાવી આ હથિયાર લાવ્યા હોવાનું બહાર આવ્યું હતું. બનાવમાં વધુ તપાસ માટે પોલીસની ટીમ રાજૌરી પહોંચી હતી.

રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ ‌1 પરથી જીતરાજ ઇન્દ્રલાલ શર્મા (જમ્મુ) તથા સંજય શામસિંગ (જમ્મુ)ને દેશી હાથ બનાવટની સિંગલ બેરલની 2 બંદૂક, 4 જીવતા કારતૂસ તથા 2 ડુપ્લિકેટ ગન લાઇસન્સ બુક સાથે રેલવે એસઓજીની ટીમે ઝડપી લીધા હતા. ગન સાથે સિક્યોરિટીમાં નોકરી કરે તો વધુ પગાર મળતો હોવાથી બંનેએ વતનમાં રહેતા ખલાક અહેમદ પાસે બોગસ ગન લાઇસન્સ બનાવડાવી તેની પાસેથી બંદૂક અને કારતૂસ લાવ્યા હતા.

બનાવમાં નસીર અહેમદ ચૌધરીની પણ સંડોવણી જણાઇ હતી. પોલીસે ચારેય સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસની ટીમ જમ્મુ-કાશ્મીરના રાજૌરી ખાતે તપાસ કરવા પહોંચી હતી. બંનેના લાઇસન્સ બોગસ હોવાનું પુરવાર થયું હતું. પોલીસ આ લાઇસન્સ બનાવનારા 2 શખ્સોની શોધખોળ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...