મહિલાઓની મદદે આવ્યું અભયમ:વડોદરામાં માતા-પિતા વગરની દીકરી પર ત્રાસ ગુજારતા પતિને સમજાવ્યો, પતિના લગ્નેત્તર સંબંધોથી પરિણીતાને છૂટકારો અપાવ્યો

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પતિએ પત્ની પર અત્યાચાર ગુજાર્યો - Divya Bhaskar
પતિએ પત્ની પર અત્યાચાર ગુજાર્યો

પતિના મારથી ત્રાસી ગયેલી અને ડરથી ઘર બહાર નિકળી ગયેલા પરણિતાએ મદદ માટે 181મહિલા હેલ્પ લાઇનમાં કોલ કર્યો હતો. જેથી, અભયમ રેસ્ક્યૂ ટીમ બાપોદ ખાતે સ્થળ પર પહોંચી પતિને કાયદાકીય જવાબદારીનું ભાન કરાવતાં તેણે પોતાની ભૂલ કબૂલી હતી અને હવે પછી પત્નીને કોઈ હેરાનગતિ નહી કરું તેવી ખાત્રી આપતા સમાધાન કરાવવામાં આવ્યું હતું.

માત-પિતાના મૃત્યુ બાદ પીયરમાં કોઈ ન હોવાથી તેનો પતિ કોઈને કોઈ ભૂલ કાઢી અવારનવાર મારઝુડ કરતો હતો. પિયરમાં કોઈ ના હોવાથી મજબૂરીથી અને એક દીકરી હોવાથી પતિનો અત્યાચાર સહન કરતી હતી. ગઇકાલે નાની અમથી બાબતથી પતિએ દંડા વડે મારતા, માર સહન ન થતાં પરિણીતાએ ઘર બહાર નિકળીને 181મહિલા હેલ્પલાઇનમાં કોલ કરી મદદ માંગી હતી. અભયમ ટીમે સ્થળ પર પહોંચી મહિલાને સાંત્વના આપીને પ્રાથમિક સારવાર આપી હતી. તેમના પતિનું અસરકારક કાઉન્સેલિંગ કરીને આ રીતે પત્નીને ત્રાસ આપવો એ ઘરેલું હિંસા કાયદા હેઠળ ગુનો બને અને તેની સજા થઇ શકે તેનું ભાન કરાવ્યું હતું. આ ઉપરાંત પત્ની અને દીકરીની કાળજી લેવી સામાજીક જવાબદારીની નિભાવવા અનુરોધ કર્યો હતો. પતિને પોતાની ભૂલ સમજાઈ હતી અને લેખીત માફી આપી હતી. મહિલાએ કોઈ કાર્યવાહી કરવા માગતા ના હોવાથી સમાધાન કરવામાં આવ્યું હતું અને મહિલાએ અભયમ ટીમનો આભાર માન્યો હતો.

પતિના લગ્ન બાહ્ય સબંધોમાં અભયમ છુટકારો અપાવ્યો
બીજા એક બનાવમાં વડોદરાના નવાપુરા વિસ્તારમાંથી એક પરણિતાનો 181 મહિલા હેલ્પલાઇનમાં કોલ આવ્યો કે, તેમના પતિને લગ્ન બાહ્ય સબંધ છે જેઓને અવારનવાર સમજાવું છું, પરતુ, માનતા નથી અને અવારનવાર મારઝૂડ કરી ત્રાસ આપે છે અને એક યુવતીને અવારનવાર ઘરે લાવે છે અભયમ રેસ્ક્યૂ ટીમ બાપોદ સ્થળ પર પહોચી પતિ ને કાયદા અને સામાજીક જવાબદારીનું ભાન કરાવતાં પતિએ પોતાની ભૂલ કબૂલી હતી અને હવે પછી કોઈ સાથે સબંધ નહીં રાખું જેની ખાત્રી આપતા પતિ-પત્ની વચ્ચે સમાધાન કરાવવામાં આવ્યું હતું.

મહિલાના લગ્નજીવનને 5 વર્ષ થયેલા છે અને 2 વર્ષની દીકરી છે. મહિલા પિયર જતા તેમનાં પતિ કોઈ યુવતીને ઘરે લાવ્યા હતા. જેની જાણ પત્નીને થતાં તેઓ એ યુવતી વિશે પૂછપરછ કરતા પતિ ઉશ્કેરાઈ ગયેલો અને મારઝુડ કરીને જણાવ્યું હતું કે, હું કોઈને પણ ઘરે બોલાવી શકું છું અને અવારનવાર યુવતી ને ઘરે લાવતા જેથી રંજનબેન ને પોતાનુ લગ્નજીવન ડૂબતું બચાવવા માટે 181 મહિલા હેલ્પલાઇનની મદદ માંગી હતી. અભયમ ટીમે પતિને સમજાવેલ કે, આ રીતે લગ્ન બહારના સબંધ રાખવા એ સામાજીક અપરાધ છે એક દીકરીના પિતા હોવાથી આવા સબંધથી દૂર રહી સુખી લગ્ન જીવન જીવવા સલાહ આપી હતી. પતિએ ખાત્રી આપી હતી કે, હવે પછી કોઈ સાથે સંબંધ નહી રાખુ. પત્ની પણ પતિને સુધરવાની એક તક આપવા માગતાં હોવાથી આગળ કોઈ કાર્યવાહી કરવા માગતા ન હોવાથી પતિ-પત્ની વચ્ચે સમાધાન કરાવવામાં આવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...