રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીના દિશા નિર્દેશો અને જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર અતુલ ગોરના માર્ગદર્શન હેઠળ વડોદરા જિલ્લા ચૂંટણી તંત્રએ એક વિશેષ સમુદાય માટે મતદાર નોંધણી જાગૃતિ અભિયાન અને વૃક્ષારોપણ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીનો અનોખી પહેલ કરી હતી. નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ડી.એમ.ચૌહાણના નેતૃત્વ હેઠળ યોજાયેલા આ કાર્યક્રમોમાં વિવિધ વિધાનસભા વિભાગોના કર્મચારીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા.
આજે એલજીબીટી સમુદાય દ્વારા ડેરી ડેન સર્કલથી યોગ નિકેતન સુધીની પ્રાઇડ રેલી યોજવામાં આવી હતી. જેને મતદાર નોંધણી જાગૃતિ અભિયાનનું મંચ બનાવીને સહુને મતાધિકારની અગત્યતા અને મતદાર તરીકે નામ નોંધણીની સરળ પ્રક્રિયાની જાણકારી આપવાની સાથે મતદાર નોંધણીની કામગીરી કરવામાં આવી હતી. પાત્રતા ધરાવતા સૌ મતદાર તરીકે નામ નોંધાવી, મતાધિકાર મેળવે એવો અનુરોધ કરવામાં આવ્યો હતો.
તે જ રીતે, રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીની સૂચના પ્રમાણે આજવા રોડ હાઇવે નજીક આવેલા ઈ.વી.એમ. વેરહાઉસની ચોપાસ રોપાઓ રોપીને વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવામાં આવ્યો હતો જેમાં વન વિભાગનો સહયોગ મળ્યો હતો. કર્મચારીઓએ વિવિધ વૃક્ષ પ્રજાતિઓના છોડવાઓ વાવ્યા હતા અને પરિસરને હરિયાળું બનાવવાનો સંકલ્પ કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.