તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવામાન:વરસાદ ગાયબ થતાં ઉનાળા જેવા આકરા તાપનો અનુભવ, હાલ ધોધમાર વરસાદની શક્યતા ઓછી

વડોદરા23 દિવસ પહેલા
  • કૉપી લિંક

શહેરમાં કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાના પગલે ઓગષ્ટ મહિનામાં વરસાદની સંભાવના નહિવત છે. હવામાન વિભાગ મુજબ આગામી સાત દિવસમાં શહેરમાં ધોધમાર વરસાદ વરસવાની સંભાવના ખુબ ઓછી છે.

વરસાદ પડવા માટે જે પરિબળો સર્જાવા જોઈએ તે સર્જાતા નથી જેના કારણે વરસાદ વરસતો નથી. હજુ પણ વડોદરામાં 56 ટકા વરસાદની ઘટ છે. શહેરમાં મંગળવારના રોજ આકાશ સાફ રહ્યું હતું, સાંજે આકાશમાં છુટાછવાયા વાદળો જોવા મળ્યાં હતાં. વાતાવરણમાંથી વાદળો હટી જતા સમગ્ર દિવસ ઉનાળા જેવો તડકો રહ્યો હતો. જેના કારણે ગરમીનો પારો 34 ડિગ્રી સુધી પહોચી ગયો હતો. જ્યારે બુધવારે ગરમીનો પારો 33 ડિગ્રીરહેવાની શકયતા છે.

અન્ય સમાચારો પણ છે...