તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:રેલવેનો સોશિયલ ડિસ્ટન્સ જાળવવા મોંઘો કીમિયો, પ્લેટફોર્મ ટિકિટના ભાવ રૂ.10થી વધારીને ‌રૂ.30 કર્યા

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વડોદરા ડિવિઝનના ફકત 5 સ્ટેશને ભાવ વધ્યાં, પ્રથમ દિવસે 33 ટિકિટ વેચાઇ

કોરોના મહામારીમાં લોકોની આર્થિક હાલત કફોડી બની છે ત્યારે રેલવે પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં ફરી એક વાર 300 ટકાનો વધારો કરવામાં આવતાં રેલ મુસાફરોમાં ભારે નારાજગી વ્યાપી છે. આ ભાવ 22મી ઓગસ્ટ સુધી રહેશે. વડોદરા રેલવે ડિવિઝનની સતાવાર યાદીમાં જણાવાયું છે કે વડોદરા રેલવે ડિવીઝનના વડોદરા,ભરુચ,અંકલેશ્વર,નડિયાદ અને આણંદ રેલવે સ્ટેશન ખાતે સાતમી જુલાઈથી પ્લેટફોર્મ ટિકિટ શરૂ કરવામાં આવી છે.

બાકીના રેલવે સ્ટેશનો ખાતે પ્લેટફોર્મ ટિકિટનો ભાવ વીસ રૂપિયા રહેશે.ગયા એપ્રિલ માસથી વડોદરા રેલવે ડિવિઝનમાં પ્લેટફોર્મ ટિકટનું વેચાણ બંધ કરવામાં આવ્યું હતું.રેલવે દ્વારા એવી દલીલ કરવામાં આવી છે કે સ્ટેશન પર વધુ ભીડ ભેગી ના થાય તેના માટે ટિકિટનો ભાવ વધારાયો છે.22મી ઓગસ્ટ બાદ ટિકિટના ભાવ અંગે રિવ્યું થશે.અગાઉ ફેબ્રૂ્આરી માાસમાં પણ ભાવ વધારો કરાયો હતો પરંતુ તે સમયે કોરોના વકરતાં રેલવે પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ બંધ કરાયું હતું.

દરમિયાન કોરોનાનો કહર ઓછો થતાં રેલવે પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ વડોદરા રેલવે ડિવિઝન દ્વારા ફરી શરુ કરવામાં આવ્યું છે.પ્રથમ દિવસે બુધવારે સાંજે સાત વાગ્યા સુધી વડોદરા રેલવે સ્ટેશન ખાતે 33 પ્લેટફોર્મ ટિકિટ વેચાઈ હતી,અગાઉ એક દિવસમાં 300 ટિકીટો વેચાતી હતી.

ટિકિટમાં 300 ટકા વધારો અસહ્ય બનશે
300 ટકાનો ભાવ વધારો અસહ્ય છે. સ્ટેશન એરપોર્ટ નથી કે અહીં કરોડપતિ કે લાખોપતિ મુસાફરી કરવા જતાં હોય.ટીકીટનો ભાવ વીસ રૂપિયા રખાયો હોત તો લેખે લાગત.> ઓમકારનાથ તિવારી, સભ્ય, DRUCC

ભીડને નાથવા ભાવ વધારો કરાયો
પ્લેટફોર્મ ટિકિટના ભાવ વધારો કરવાની પાછળ રેલવે આશય કમાણીનો નથી પરંતુ રેલવે સ્ટેશન ખાતે ભીડ ઓછી થાય તે માટે આ ભાવ વધારો કરાયો છે.અગાઉ ફેબ્રુઆરી માસમાં પણ પ્લેટફોર્મ ટિકિટનો ભાવ રૂ.30 જ હતો.> ખેમરાજ મીના,પીઆરઓ,વડોદરા

અન્ય સમાચારો પણ છે...