તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:રૂા.4.76 કરોડના ખર્ચ ત્રણ વોટરબ્રાઉઝર સહિત 11 વાહન ફાયરબ્રિગેડમાં સમાવાયાં

વડોદરા17 દિવસ પહેલા
 • કૉપી લિંક
ફાયરબ્રિગેડ દ્વારા મહેન્દ્રા બોલેરો જીપને પાછળના ભાગે મોડિફિકેશન કરાવાઈ છે. જેમાં 5 કર્મીને બેસવા સહિત બચાવનાં સાધનો ફિટ કરાયાં છે. - Divya Bhaskar
ફાયરબ્રિગેડ દ્વારા મહેન્દ્રા બોલેરો જીપને પાછળના ભાગે મોડિફિકેશન કરાવાઈ છે. જેમાં 5 કર્મીને બેસવા સહિત બચાવનાં સાધનો ફિટ કરાયાં છે.
 • રાજ્યમાં એકમાત્ર વડોદરા ફાયરબ્રિગેડે જરૂિરયાત મુજબ સાધન ડેવલપ કર્યા
 • મોડિફિકેશન કરાવી 5 કર્મીને બેસવા સહિત બચાવનાં સાધનો વાહનમાં ફિટ કરાયાં

વડોદરા ફાયરબ્રિગેડ દ્વારા રૂપિયા 4.76 કરોડના ખર્ચે 11 વાહનો ખરીદવામાં આવ્યાં છે, જેમાં ૩ વોટર બાઉઝર અને ગુજરાતમાં પ્રથમ વખત પોતાની જરૂરિયાત મુજબના મોડિફિકેશન સાથે 8 મહેન્દ્રા જીપ તૈયાર કરવામાં આવી છે. આ સાથે અધિકારીઓ માટે ૩ મહિન્દ્રા જીપ પણ ખરીદવામાં આવી છે.

સાંકડી ગલીઓ અને ભીડભાડવાળા બજારમાં આગ અને મકાન પડવા જેવા બનાવો સમયે ફાયરબ્રિગેડનાં સાધનોને જવામાં મુશ્કેલી પડે છે. વડોદરા શહેરનું જૂનું ગાયકવાડી સમયનું શહેર ખૂબ મોટું છે ત્યારે આવા વિસ્તારમાં ઝડપથી પહોંચી અને કામગીરી શરૂ કરી શકાય તે માટે વડોદરા ફાયરબ્રિગેડ દ્વારા મહેન્દ્રા બોલેરો જીપને પાછળના ભાગે મોડિફિકેશન કરાવી 5 કર્મચારીઓને બેસવા સહિત બચાવનાં સાધનો ફિટ કરાયાં છે.

પાણીગેટ ફાયર સ્ટેશનના ઓફિસર અમિત ચૌધરીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં એકમાત્ર વડોદરા પાસે ૮ વાહનો છે, જેમાં 500 લિટર પાણીની ટેન્ક, 50 લિટર ફોર્મ અને 200 ફૂટની હોઝરીલ છે. કોઈ પણ પ્રકારની આગમાં 5 માળ સુધી આગ ઓલવી શકાય તેમજ મકાન પડવાના સમયે બેટરી ઓપરેટેડ કટર અને સ્પ્રેડર 2 કલાક સુધી કામ કરી શકે છે. આ સાથે નવા 3 વોટર બ્રાઉઝર અગાઉના વોટર બ્રાઉઝર કરતાં 4 હજાર લિટર વધુ પાણીની ક્ષમતા ધરાવે છે. 16,500 લિટરની વોટર ટેંક સાથે એક મિનિટમાં ઓટોમેટિક મોનિટર દ્વારા 5 હજાર લિટર પાણી બૂમ દ્વારા હાઈરાઈઝ બિલ્ડિંગમાં લાગેલી આગ ઉપર છાંટી શકાય છે. અગાઉનાં સાધનોમાં આ ક્ષમતા નહોતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો