સાસરિયાનો ત્રાસ:લગ્ન બાદ બાળક ન થતા મહિલાને ઘરેથી કાઢી મૂકી

વડોદરા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વારિસ નથી આપી શકતી તેમ કહી સાસરિયાનો ત્રાસ
  • સાસરિયાઓએ મારી નાખવાની ધમકી આપી

લગ્નને 3 વર્ષ થઈ ગયા છતા સંતાનમાં બાળક ન હોવાનું જણાવી સાસરીયાઓએ પરણિતા પર ઘરનો વારસ નથી આપી શકતી તેમ કહીને જાનથી મારી નાખવાની ધમકી આપી અને ઘરમાંથી કાઢી મુકનારા સાસરીયાઓ વિરૂધ્ધ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

મકરપુરા વિસ્તારમાં રહેતી સીમા (નામ બદલ્યું છે)ના આક્ષેપ અનુસાર, તેના લગ્ન 20 નવેમ્બર 2013ના રોજ જ્ઞાતિના રિતરિવાજ મુજબ બિલીમોરાના યુવક સાથે થયા હતા. ઘરમાં પતિ ઉપરાંત,સાસુ,દિયર,દેરાણી સહિત સંયુક્ત કુટુંબમાં પરણિતા રહેતી હતી. દેરાણીને લગ્ન બાદ એક વર્ષમાં સંતાનમાં દિકરો થયો હતો.પરંતું પરણિતાને લગ્નના 3 વર્ષ થઈ ગયા બાદ પણ સંતાનમાં કોઈ બાળક ન હોવાથી સાસરીયાઓ દ્વારા પરણિતાને વાંજણી કહીને મેણાટોણા મારવામાં આવતા હતા.જ્યારે ઘરનો વારસદાર આપી શકે તેમ ન હોય તો દિકરાના ત્રીજા લગ્ન કરાવીશ તેમ કહી સાસુ માનશીક અને શારીરીક ત્રાસ ગુજારતા હતાં. આ ઉપરાંત દિયર-દેરાણી પણ યેનકેન પ્રકારે હેરાન કરતા હતા.

પતિ દ્વારા પણ પરણિતાને મારઝૂડ કરીને છુટાછેડા આપી દેવાની ધમકી આપતો હતો. લગ્નના 6 વર્ષ બાદ સાસરીયાઓએ પરણિતાને ઘરમાંથી કાઢી મુકતા આખરે પરણિતાએ પોતાના પતિ શિવમ,સાસુ મીનાબેન,દિયર રોહન અને દેરાણી કરીશ્મા વિરૂધ્ધ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી.

અન્ય સમાચારો પણ છે...