તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એવોર્ડ સમારોહ:વડોદરામાં એક્ઝિમ કલબ દ્વારા સિરમ ઇન્સ્ટિટ્યૂટ, પુણેનું કોવિશીલ્ડ રસી બનાવવા બદલ સન્માન કરાયું

વડોદરા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સયાજીગંજ ખાતે 23 ફેબ્રુઆરીના રોજ એવોર્ડ 2020 સેરેમનીનું આયોજન કરવામાં આવ્યુ હતું

એક્સપોર્ટ અને ઈમ્પોર્ટની સેવાઓ સાથે સંકળાયેલી નોન ગવર્નમેન્ટ સંસ્થા એક્ઝિમ કલબ, વડોદરા ખાતે તેનું 27મુ વર્ષ ઉજવી રહી છે. સંસ્થાનું મુખ્ય કાર્યક્ષેત્ર સંસ્થાના સભ્યોના સરકારની વિવિધ એજન્સીઓ જેવી કે, ડિજીએફટી, જીએસટી વિભાગ, આઈસીડીએસ, કસ્ટમ, પોર્ટ અને વાણિજ્ય ખાતાને લગતા પ્રશ્નોના ઉકેલ લાવવામાં મધ્યસ્થી તરીકેનું છે.

દર બે વર્ષે એક્ઝિમ કલબ સંસ્થા દ્વારા બેસ્ટ એક્સપોર્ટર, બેસ્ટ ઇમ્પોર્ટર, બેસ્ટ એસએમઈ, બેસ્ટ નાવીન્યસભર પ્રોડક્ટ, બેસ્ટ ન્યુ ડેવલપમેન્ટ ઓફ માર્કેટ જેવી જુદી-જુદી કેટેગરીમાં સંસ્થાના સભ્યો પાસેથી નોમિનેશન મંગાવીને એવોર્ડ અને ટ્રોફી બહુમાન દ્વારા વિજેતા જાહેર કરવામાં આવે છે. આ વર્ષે પણ વડોદરાના સયાજીગંજ ખાતે 23 ફેબ્રુઆરીના રોજ એવોર્ડ 2020 સેરેમનીનું આયોજન કરવામાં આવ્યુ હતું.

સંસ્થાના સભ્ય સિરમ ઇન્સ્ટિટ્યૂટ, પુણેને તેઓના કોરોના સામેના મહાયુદ્ધમાં આત્મનિર્ભર ભારત અંતર્ગત કોવિશીલ્ડ રસી બનાવી ભારત અને વિશ્વભરમાં તેનું વિતરણ કર્યું છે. જેઓને આ કાર્યક્રમમાં પ્રમુખના સ્પેશિયલ એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.

કંપનીમાથી એક્સપોર્ટ ડીપાર્ટમેન્ટથી શ્રીકાંત કુલકર્ણી તથા ગોવિંદ જોષી હાજર રહ્યા હતા. અશોકકુમાર મહેતા, જેઓ કેન્દ્રીય ગુડ્સ અને સર્વિસ ટેક્સ, વડોદરા વિભાગના પ્રિન્સિપલ ચીફ કમિશનર છે તેઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમ્યાન વિવિધ વ્યાપાર અને ઉદ્યોગના ક્ષેત્રમાં 15 જેટલા એવોર્ડ જાહેર કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...