એન આર્ટ બાય હાર્ટ:એક્રેલિક કલર, પેન્સિંગ શેડિંગ અને ઓઇલ પેઇન્ટિંગથી મહાદેવ,ગણેશ તેમજ પ્રકૃતિના દૃશ્યોનું પ્રદર્શન યોજાયું

વડોદરા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
‘એન આર્ટ બાય હાર્ટ’ના ટાઇટલ હેઠળ આર્ટિસ્ટ સોનલ ગોસ્વામી , પાર્થિવ મિસ્ત્રી અને દેવર્ષિ ગોસ્વામી દ્વારા 25 ચિત્રોનું એક્ઝિબિશન - Divya Bhaskar
‘એન આર્ટ બાય હાર્ટ’ના ટાઇટલ હેઠળ આર્ટિસ્ટ સોનલ ગોસ્વામી , પાર્થિવ મિસ્ત્રી અને દેવર્ષિ ગોસ્વામી દ્વારા 25 ચિત્રોનું એક્ઝિબિશન
  • મહાશિવરાત્રી પર્વ નિમિત્તે હરણીના ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે 14 માર્ચ સુધી પેઇન્ટિંગ એક્ઝિબિશન

મહાશિવરાત્રી પર્વ નિમિત્તે શહેરના હરણી વિસ્તારના ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે આર્ટિસ્ટ સોનલ ગોસ્વામી દ્વારા પેઇન્ટિંગ એક્ઝિબિશનનું આયોજન કરાયું છે. જેમા ‘એન આર્ટ બાય હાર્ટ’ના ટાઇટલ હેઠળ સોનલ ગોસ્વામી, પાર્થિવ મિસ્ત્રી અને દેવર્ષિ મિસ્ત્રીના પેઇન્ટિંગ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. એક્ઝિબિશનમાં શિવજી, ગણપતિજી અને પ્રકૃત્તિ વિષય પર 25 જેટલા ચિત્રો પ્રદર્શિત કરાયા હતા. કલાકારોએ એક્રેલિક કલર, પેન્સિગ શેડિંગ, ઓઇલ પેઇન્ટિંગ અને મીનાકારી પેઇન્ટિંગથી વિવિધ કૃતિઓ તૈયાર કરી હતી. આ એક્ઝિબિશન 14 માર્ચ સુધી સવારે 11 થી 9 વાગ્યા દરમિયાન હરણી વિસ્તારના ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે નિહાળી શકાશે.

નવા મેયર આર્ટ ગેલેરીની સુવિધા પૂરી પાડશે તેવી આશા
એક્ઝિબિશનના ક્યુરેટર અને આર્ટિસ્ટ સોનલ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, કલાનગરી વડોદરા હોવા છતા અમારી પાસે આર્ટ ગેલેરી નથી તેથી મંદીરમાં એક્ઝિબિશન યોજવુ પડ્યું છે. વડોદરાના નવનિયુક્ત મેયર કેયૂરભાઇ રોકડિયા પાસેથી આશા છે કે વહેલી તકે કલાકારોની માંગને ધ્યનમાં રાખીને આર્ટ ગેલેરીની સુવિધા પૂરી પાડશે.

અન્ય સમાચારો પણ છે...