એક્ઝિબિશન:દેશનાં પ્રથમ મહિલા ફોટોજર્નાલિસ્ટ હોમાઇ વ્યારાવાલાના 125 ફોટોગ્રાફ્સનું ન્યૂયોર્કના મેટ મ્યુઝિયમમાં પ્રદર્શન

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
સ્વ. વ્યારાવાલાએ 1940માં મુંબઇના ધી વિકટોરિયા ટર્મિનસની લીધેલી તસવીર પ્રદર્શનમાં મૂકાઇ છે. - Divya Bhaskar
સ્વ. વ્યારાવાલાએ 1940માં મુંબઇના ધી વિકટોરિયા ટર્મિનસની લીધેલી તસવીર પ્રદર્શનમાં મૂકાઇ છે.
  • પ્રદર્શનમાં જુદા જુદા 20 દેશોના 120 ફોટોગ્રાફર્સની તસવીરો મૂકવામાં આવી

ભારતના પહેલા મહિલા ફોટોજર્નલિસ્ટ અને વડોદરાના હોમાઇ વ્યારાવાલાના અવસાનના 9 વર્ષ બાદ ન્યૂયોર્કના મેટ મ્યુઝિયમમાં તેમના 125 ફોટોગ્રાફ્સને એક પ્રદર્શનમાં મૂકવામાં આવ્યાં છે. આ મ્યુઝિયમના પ્રદર્શનમાં હાલમાં 20 દેશોના 120 ફોટોગ્રાફર્સના ફોટોગ્રાફ્સને મૂકવામાં આવ્યાં છે. આ પ્રદર્શનને 3 જુલાઇથી ઓક્ટોબર સુધી નિહાળી શકાશે. આ પ્રદર્શનમાં 1940માં લેવાયેલો વિકટોરિયા ટર્મિસ્વનસનો ફોટો દર્શનીય છે.

આ પ્રદર્શનમાં 1920થી 1950ના યુગના વિવિધ કેટેગરીના ફોટોગ્રાફ્સ મૂકાયા છે. જેમાં મહિલાના સ્ટુડિયો પોશ્ચર્સ, ફેશન, એડવર્ટાઇઝિંગ, આર્ટિસ્ટિક, સ્ટ્રીટ ફોટોગ્રાફી અને ફોટોજર્નલિઝમનો સમાવેશ થાય છે. આ જમાનામાં મહિલાઓએ પણ કેમેરા હાથમાં લઇને રાજકારણ, ફેશનથી માંડીને દૈનિક જીવનને તસવીરોમાં કંડાર્યા હતા. યુગના મહિલા ફોટોગ્રાફર્સમાં હોમાઇ વ્યારાવાલા ઉપરાંત બેરેનિસ એબોટ, ઇમોજન કનિંગહામ, ફ્લોરેન્સ હેનરીનો સમાવેશ થાય છે. આ પ્રદર્શનને વોશિંગ્ટનના નેશનલ ગેલેરી ઓફ આર્ટ અને ન્યૂયોર્કના મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટ દ્વારા યોજાયું છે.

હોમાઇના તમામ ફોટોગ્રાફ્સ અલકાઝી ફાઉન્ડેશન પાસે છે
હોમાઇ વ્યારાવાલાના તમામ ફોટોગ્રાફ્સ મુંબઇની અલકાઝી ફાઉન્ડેશન પાસે છે અને આ ફાઉન્ડેશન થકી જ તેમના ફોટોગ્રાફ્સ દુનિયાભરના તસવીર પ્રદર્શનમાં મૂકવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, હોમાઇ વ્યારાવાલા છાણી જકાતનાકા વિસ્તારમાં રહેતા હતા. 15 જાન્યુઆરી, 2012ના રોજ તેમનું અવસાન થયું હતું.

અન્ય સમાચારો પણ છે...