તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેબિનારનું આયોજન:‘વજન ઉતારવા ટ્રેડમિલ પર કસરત કરવાથી ઘૂંટણને નુકસાન થાય છે’

વડોદરા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ઓબેસિટી અવેરનેસ વિષય પર વેબિનારનું આયોજન કરાયું

આપણે 3 શરીર ધરાવીએ છીએ. ભૌતિક, સૂક્ષ્મ અને કારણ શરીર. ત્રણેય શરીરને તંદુરસ્ત રાખવા માટે પણ અલગ અલગ તત્વોની જરૂર હોય છે. જયારે એ વધતા ઓછાં પ્રમાણમાં થાય ત્યારે ઓબેસિટી તેમજ અન્ય વિવિધ તકલીફ ઊભી થાય છે. જેથી દરેક વસ્તુ પ્રમાણમાં હોવી જોઈએ. ભૌતિક શરીરને સુખી કે તંદુરસ્ત રાખવા માટે ચાર બાબત મહત્વની છે. યોગ્ય આહાર, યોગ્ય વિહાર, પૂરતો આરામ અને યોગ્ય કસરત. આહારમાં દરેક વસ્તુ પ્રમાણસર હોવી જોઈએ. જો પ્રમાણ કરતા વધારે આહાર લઈએ તો વજન વધે છે. અને વજન વધવાને કારણે શરીરની સમગ્ર સીસ્ટમ પર ભાર આવે છે.

સવારે ઊઠીને 1 કલાકની અંદર જરૂર કોઈ ખોરાક લેવો, દર ત્રણ કલાકે કંઈકને કંઈક ખાવું અને પાંચ કલાકથી વધારે ભૂખ્યા રહેવું નહિ. બેલેન્સ ડાયેટ જરૂરી છે. બને તેટલું વધારે લિક્વિડ ખોરાક લેવાનો પ્રયત્ન કરવો.તંદુરસ્ત રહેવા લોકો જીમ જાય છે તેમજ ઘરે કસરત કરે છે.મોટા ભાગના લોકો વજન ઉતારવા ટ્રેડમિલ પર ચાલે છે. પરંતુ તેનાથી ઘૂંટણને નુકશાન થાય છે. શહેરની એક સંસ્થા દ્વારા ઓબેસિટી અવેરનેસ વિષય પર વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ માહિતી ડો.નિમેષ માટલીવાળાએ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો