તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Vadodara
 • Exercise To Reconcile The Entire Syndicate By Giving A Good Position To Nikul, Look At The Remaining 4 Seats After 10 Seats Became Uncontested

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી:નિકુલને સારો હોદ્દો આપી આખી સિન્ડિકેટ સમરસ કરવા કવાયત, 10 બેઠકો બિનહરીફ થયા બાદ બાકીની 4 બેઠકો પર નજર

વડોદરા11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કોંગ્રેસના નિકુલ પટેલે ફોર્મ ભરતાં ચૂંટણી યોજવાની નોબત

મ.સ.યુનિવર્સિટીની ટીચર કેટેગરીની ચાર બેઠકો બિનહરીફ કરાવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. કોંગ્રેસના નિકુલ પટેલે ફોર્મ ભરતા ચૂંટણી યોજવાની નૌબત આવી છે. બુધવારે સિન્ડિકેટની ચૂંટણીના ઉમેદવારી પત્રો ભરવાના છેલ્લા દિવસે 10 બેઠકો બિન હરીફ જાહેર થઇ હતી. નિકુલ પટેલને સારા હોદ્ાની અોફર અાપી બાકીની 4 બેઠકો બિનહરિફ કરવા પ્રયાસ હાથ ધરાયા છે.

ટીચર્સ કેટેગરીમાં 4 બેઠકો પર પાંચ ઉમેદવારો હોવાથી 25 મી તારીખે મતદાન યોજાશે. ભાજપ સર્મપિત 4 ઉમેદવારો સિવાય કોંગ્રેસના એક ઉમેદવાર નિકુલ પટેલ ઉમેદવારી નોંધાવતા ચૂંટણી યોજવાનો વારો આવ્યો છે. સિન્ડિકેટમાં ટિચર્સ કેટેગરીમાં સત્તાધારી જૂથના 4 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે જેમાં દિલીપ કટારીયા, ચેતન સોમાણી, મીનીષ શાહ, ડો.બિજયસિંહ રાઠોડ નો સમાવેશ થાય છે. જયારે ટેકનોલોજી ફેકલ્ટીના અધ્યાપક નિકુલ પટેલે પણ ઉમેદવારી નોંધાવી છે. જેના પગલે ચાર બેઠકો માટે ચૂંટણી યોજવાની નૌબત આવી છે.

સત્તાધારી જૂથ દ્વારા 10 બેઠકો બિન હરીફ કરાવ્યા પછી હવે ટિચર્સ કેટેગરીની ચાર બેઠકોને બિન હરીફ કરાવવાના પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે. ટેકનોલોજીના નિકુલ પટેલ દ્વારા ફોર્મ પાછું ખેંચી લેવામાં આવે તો સત્તાધારી જૂથના ચાર ઉમેદવારો બિવ હરીફ વિજેતા જાહેર થઇ શકે છે. ભાજપના જ બે જૂથો વચ્ચે કેટલાય સમયથી વિવાદ ચાલી રહ્યો હતો જેના કારણે યુનિ.ની છબી ખરડાતી હતી. જેથી શહેર ભાજપ દ્વારા બંને જૂથો વચ્ચે સમાધાન કરાવીને બેઠકોની વહેંચણી કરી દેવામાં આવી હતી. જેમાં સત્તાધારી જૂથને 10 બેઠકો અને સંકલન સમિતિને 4 બેઠકો ફાળવી છે. જો નિકુલ પટેલ પરત નહીં ખેંચે તો 25 તારીખે ટિચર્સ કેટેગરી માટે મતદાન યોજાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો