તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

RTE:વડોદરાની સ્કૂલો અને બેઠકોની માહિતી એકત્ર કરવા કવાયત

વડોદરા7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગત વર્ષે કોરોનાને કારણે સપ્ટેમ્બરમાં પ્રવેશ પ્રક્રિયા થઈ હતી
  • ચાલુ માસના અંતમાં કે એપ્રિલમાં આરટીઇની પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે

કોરોના મહામારીના કારણે વર્ષ 2020માં આરટીઇની પ્રવેશ પ્રક્રિયા ખોરંભે પડી ગઇ હતી. દર વર્ષે માર્ચ-એપ્રિલ મહિનામાં પ્રવેશ પ્રક્રિયા કરવામાં આવતી હોય છે. ગત વર્ષે લોકડાઉનને પગલે સપ્ટેમ્બર મહિનામાં પ્રવેશ પ્રક્રિયા કરવાનો વારો આવ્યો હતો. જોકે ચાલુ વર્ષે માર્ચના અંતમાં કે એપ્રિલ મહિનામાં પ્રવેશ પ્રક્રિયા કરાય તેવી શક્યતા છે.

રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ આર્થિક રીતે પછાત બાળકોને ખાનગી સ્કૂલોમાં પ્રવેશ આપવામાં આવતો હોય છે. આરટીઇ એક્ટ હેઠળ પ્રવેશ માટે વાલીઓનો ભારે ધસારો રહેતો હોય છે. ગત વર્ષે કોરોના મહામારીના કારણે આરટીઇની પ્રવેશ પ્રક્રિયા મોડી શરૂ થઇ હતી. શહેરમાં 300 કરતાં વધારે સ્કૂલોમાં 4200 જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. ચાલુ વર્ષે આરટીઇની પ્રવેશ પ્રક્રિયા સમયસર શરૂ થઇ જાય તેવા એંધાણ છે.

આરટીઇની 2021ની પ્રવેશ પ્રક્રિયા માર્ચ મહિનાના અંતમાં કે એપ્રિલમાં શરૂ કરાશે. ડીઇઓ કચેરી દ્વારા આરટીઇમાં પ્રવેશ માટે સ્કૂલોની માહિતી મેળવવાથી લઇને બેઠકોની સંખ્યા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરાય તે પછી પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. ગત વર્ષે પ્રવેશ પ્રક્રિયામાં મોડું થયું હતું, જોકે ચાલુ વર્ષે સમયસર કાર્યવાહી થાય અને વિદ્યાર્થીઓનો સમય ન બગડે તે માટે પ્રયાસ શરૂ કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...