તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આક્રોશ વ્યક્ત:અમદાવાદની જેમ 40 ચોરસ મીટર સુધીની મિલકતોનો વેરો માફ કરો

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
99 દિવસ બાદ ઓફલાઇન સભા મળી - Divya Bhaskar
99 દિવસ બાદ ઓફલાઇન સભા મળી
  • પાલિકાની સભામાં પૂર્વ વિસ્તારના પાણી મુદ્દે આક્રોશ વ્યક્ત
  • ડોર ટુ ડોરના વાહનવાળા પૈસા વિના કચરો લેતા નથી: કોંગ્રેસનો આક્ષેપ

પાલિકાની સભામાં ભાજપના કોર્પોરેટરે પાણીની સમસ્યા હજી ઉકેલાઇ ન હોવાનો આક્રોશ વ્યકત કરી અમદાવાદની જેમ 40 ચોરસ મીટર સુધીના મકાનોનો વેરો માફ કરવાની નિતી અમલી કરવા માગ કરી હતી. જયારે કોંગ્રેસના કોર્પોરેટરે ડોર ટુ ડોર વાહનના ચાલકો કચરો લેવા પૈસા માગતા હોવાનો આક્ષેપ કર્યો હતો.

પાલિકાના નવા બોર્ડ ની રચના માટેની પ્રથમ સભા બાદ બીજી સભા ઓફલાઇન શુક્રવારે મળી હતી.મેયર કેયુર રોકડિયા અને અધ્યક્ષ સ્થાને મળેલી આ સભામાં વોર્ડ 15ના ભાજપના કોર્પોરેટર આશીષ જોશીએ જણાવ્યું હતું કે પૂર્વ વિસ્તારને હજી પણ પાણી માટે અન્યાય થઇ રહ્યો છે. 2019માં દૂષિત પાણી અને હવે લો પ્રેશરની સમસ્યા સર્જાઇ છે પરંતુ નાગરીકોએ પાલિકાને પુરતો વેરો આપ્યો છે.

કોરોનાકાળમાં ગરીબ અને મધ્યમ વર્ગની આવકને અસર થઇ છે ત્યારે અમદાવાદે જેમ 40 ચોરસ મીટર સુધીના ઘરોને મિલકત વેરાની માફી આપી છે તેમ વડોદરામાં 25 ચોરસ મીટરના બદલે અમદાવાદ જેવી નિતી અમલમાં મુકવી જોઇએ.આ રજૂઆતને કોંગ્રેસે પણ સમર્થન આપ્યું હતું. આશીષ જોશીએ વધુમા઼ જણાવ્યું હતું કે મ્યુનિ. કમિશનર મહિલા છે ત્યારે પાણીનો પ્રશ્ન કેટલો સંદેવનશીલ છે તે સમજી શકે છે અને તેને વધુ સમજવા માટે પૂર્વ વિસ્તારની પાણીની ટાંકીની મુલાકાત લેવા અનુરોધ કર્યો હતો.

વોર્ડ નં. 1 ના કોંગ્રેસના કોર્પોરેટર જહા દેસાઇ એ રજૂઆત કરતા જણાવ્યું હતું કે,વરસાદી ગટર અને ડ્રેનેજ માટે એક ૨૦થી ૨૭ ટકા નીચા ભાવના ટેન્ડર ભરનાર કોન્ટ્રાક્ટર પછી પોષાતું નથી એવી દલીલો સાથે રડતા હોય છે ત્યારે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો હિતેન્દ્ર પટેલે જે તમારી પાસે આવી હોય તેના નામ અમને આપજો અને યાદી આપજો તો તેવા કોન્ટ્રાક્ટરને કામ અપાશે નહીં તેમ જણાવ્યું હતું. જહા દેસાઈએ જણાવ્યું હતું કે,ડોર ટુ ડોર કચરા કલેકશન કરતી ગાડીવાળાએ છાણી જકાતનાકાના સેફ્રોન ગ્રીન્સ એપાર્ટમેન્ટના રહીશોએ પૈસા ન આપતા પાંચ દિવસો સુધી કચરો લીધો ન હતો, રૂા. 400 આપ્યા બાદ કચરો લેવાનું શરૂ કર્યું હતું.કોંગ્રેસના બાળુ સુર્વેએ રજુઆત કરી હતી કે ઉનાળો પુરો થયો પણ પાણીની સમસ્યામાં કોઇ ફેર પડયો નથી.હવે વરસાદી પાણી ભરાવવાની સમસ્યા શરૂ થઇ ગઇ છે.

પહેલા જ વરસાદમાં વિકાસનો ફૂગ્ગો ફૂટ્યો
પાલિકાની સભામાં જહાં દેસાઈએ પહેલા જ વરસાદમાં વિકાસનું ફુગ્ગો ફૂટી ગયો છે અને ઠેર ઠેર ભૂવા પડી ગયા છે અને પ્રિમોન્સુન કામગીરીની પોલ ખુલ્લી પડી છે તેઓ ખુલ્લો આક્ષેપ કર્યો હતો તેમણે અધિકારીઓ પણ રજા હોય તેવું વર્તન કરે છે ત્યારે તેમની પણ જવાબદારી નક્કી થવી જોઈએ તેવી માંગ કરી હતી તેમણે એક માં વરસાદી ગટર ના 25 ઢાંકણા ચોરાઈ ગયા હોવાનો આક્ષેપ કરી તેની પોલીસ ફરિયાદ થતી નથી અને આવી ખુલ્લી ગટરના કારણે જાનહાનિ સર્જાવાની ભીતિ વ્યક્ત કરી હતી.

મ્યુનિસિપલ કમિશનરે 20-20 જ રમવું પડશે
ભાજપના કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજા ત્રણ દેવીઓ ને આવકારવા નું પ્રયોજન કરતાં જણાવ્યું હતું કે જિલ્લા કલેકટર તરીકે સારી કામગીરી કરનારા શાલિની અગ્રવાલ પાસે ઘણી અપેક્ષા છે. તેવી જ રીતે સાથી પક્ષના નેતા અમીબેન ટેકનોક્રેટ છે તો ત્રીજા દેવી વર્ષા દેવી એટલે કે વરસાદના આગમનને પણ આવકારું છું. જિલ્લા કલેક્ટર તરીકે સાડા ત્રણ વર્ષ તરીકે કામગીરી કરનારા શાલીનીબેન અગ્રવાલે માત્ર બેટિંગ નથી કરવાની પણ ટ્વેન્ટી ટ્વેન્ટી રમવાની છે તેમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...