એજ્યુકેશન:‘શ્રીલંકામાં કાગળની અછત હોવાથી પરીક્ષાઓ પણ રદ કરી દેવી પડી’

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • MSUમાં ભણતા 5 શ્રીલંકન વિદ્યાર્થીઓ તેમના દેશની સ્થિતિ અંગે ચિંતિત
  • ​​​​​​​પરિવારના સભ્યોએ નોકરી પણ ગુમાવવી પડી રહી હોવાની વ્યથા

શ્રીલંકામાં આર્થિક કટોકટીના પગલે સર્જાયેલી ગંભીર સ્થિતિના પગલે મ.સ.યુનિ.માં અભ્યાસ કરતાં 5 શ્રીલંકન વિદ્યાર્થી ચિંતત જોવા મળી રહ્યા છે. 2.20 કરોડની વસ્તી ધરાવતું શ્રીલંકા ગંભીર આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. દેવું ચૂકવવા સરકાર પાસે રૂપિયા નથી. એ હદે સ્થિતિ વણસી છે કે સરકાર પાસે કાગળ ખરીદવાના પણ રૂપિયા ન હોવાથી સરકારે પરીક્ષા પણ રદ કરી દેવી પડી છે. લોકોની સમસ્યા માત્ર મોંઘવારી જ નથી, પરંતુ આવશ્યક ચીજવસ્તુઓ ન મળવાની પણ છે. ડૉલરના અભાવે શ્રીલંકા અત્યારે આયાત પણ કરી શકતું નથી.

શ્રીલંકાનો રૂપિયો સતત ઘટી રહ્યો છે. લોકોની બચત ખતમ થઈ રહી છે. રાષ્ટ્રપતિના રાજીનામાની માગ કરી રહ્યા છે. મ.સ.યુનિવર્સિટીમાં 5 શ્રીલંકન વિદ્યાર્થી અભ્યાસ કરી રહ્યા છે તે પણ તેમના પરિવારને લઇને ચિંતત છે. વિદ્યાર્થીઓ સોશિયલ મીડિયાથી રાજપક્ષેને હટાવવા મૂવમેન્ટ કરી રહ્યા છે. મ.સ. યુનિ.માં અભ્યાસ કરતા 5 શ્રીલંકન વિદ્યાર્થીમાંથી 4 પર્ફોર્મિંગ આર્ટસમાં, જ્યારે એક વિદ્યાર્થી ફાઇન આર્ટસમાં અભ્યાસ કરે છે.

પરીક્ષા પૂરી કરી શ્રીલંકા જઈશ
મારો પરિવાર કોલમ્બો જિલ્લામાં રહે છે. મારી પરીક્ષા પૂરી થાય એટલે હું પરત જતો રહીશ. રાજપક્ષે સત્તા છોડે તેવી લોકો માગ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર કેમ્પઇન કરી ચલાવી રહ્યા છે.
> પૂર્જીતા, વિદ્યાર્થી,પર્ફોર્મિંગ આર્ટ્સ

​​​​​​​વિદ્યાર્થીઓ માટે પેપર પણ નથી
શ્રીલંકામાં પેપરની પણ કટોકટી છે, જેના પગલે વિદ્યાર્થીઓની પરીક્ષા પણ કેન્સલ કરી દેવાઈ છે. તમામ ખાવા-પીવાની વસ્તુઓના ભાવ આસમાને છે, જેના કારણે જીવન જીવવું પણ મુશ્કેલ થઇ ગયું છે. મારો ભાઇ એન્જિનિયર છે તેની નોકરી પણ છૂટી ગઇ છે. > નિમિની હેરાથ, વિદ્યાર્થિની, પર્ફોર્મિંગ આર્ટ્સ

​​​​​​​ ​​​​​​​

અન્ય સમાચારો પણ છે...