વિવાદ:પૂર્વ પત્નીના બોયફ્રેન્ડ સહિત ત્રિપુટીનો યુવાન ઉપર હુમલો

વડોદરા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાણીગેટ પોલીસે ફરિયાદ ન લેતાં કમિશનરને અરજી

ડભોઈના કાયાવરોહણમાં રહેતા યુવકને જૂની અદાવત રાખીને 2 વ્યક્તિઓએ પરિવાર ચાર રસ્તા પાસે માર માર્યો હતો. જેના કારણે તેમના ભાઈને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમના 10 હજાર પડી ગયા હોવાના આક્ષેપ કરાયા હતા. તેઓએ 2 વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી. જોકે પોલીસે કાર્યવાહી ન કરતાં કમિશનરને રજૂઆત કરાઈ હતી.ડભોઈના કાયાવરોહણમાં રહેતા કૃણાલ પટેલની પત્નીના રાજેશ પટેલ ચાવડા સાથે આડા સંબંધ હોવાને કારણે તેમણે પત્નીને છૂટાછેડા આપી દીધા હતા. આ દરમિયાન કૃણાલભાઈનો રાજેશ અને તેના મિત્ર નિકુંજ સાથે ઝઘડો થયો હતો.

જેની અદાવત રાખીને મંગળવારે પરિવાર ચાર રસ્તા પાસે નિકુંજે કૃણાલભાઈને ફોન કરીને બોલાવ્યા હતા. તેઓ વાત કરી રહ્યા હતા ત્યારે અચાનક રાજેશ અને બીજો એક વ્યક્તિ હોકી સ્ટિક લઈને આવ્યો હતો અને કૃણાલભાઈ પર હુમલો કર્યો હતો. જે બાદ તેઓ જાનથી મારી નાખવાની ધમકી આપીને ભાગી ગયા હતા.કૃણાલભાઈને ગંભીર ઈજા પહોંચતાં સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેઓએ રાજેશ, નિકુંજ અને અન્ય એક વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જોકે પાણીગેટ પોલીસે આ બાબતે ફરિયાદ ન લેતાં કૃણાલભાઈના ભાઈ બિરેન પટેલે આ વિશે કમિશનરને અરજી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...