તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેદરકારી:ઇવીએમ મૂકેલી પેટીને તાળું ન મરાતાં હોબાળો, અકોટા કેળવણી વિદ્યાલયમાં EVM મૂકાયાં છે

વડોદરા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
  • વિરોધમાં આપ સાથે કોંગ્રેસના કાર્યકરો જોડાયા

પાલિકાની ચૂંટણીના ઉમેદવારોને ઇવીએમ મશીન બતાવીને સીલ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. અકોટા કેળવણી વિદ્યાલય ખાતે ઇવીએમના સ્ટ્રોગ રૂમમાં વોર્ડ નંબર 10, 11, 12ના ઇવીએમ મૂકવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ વોર્ડ નંબર 10 ના ઇવીએમ પેટીમાં મૂકાઇ ગયા પછી પેટીને તાળું કેમ નથી મારવામાં આવ્યું તેવા મુદા સાથે વિરોધ કર્યો હતો. અન્ય વોર્ડના ઇવીએમની ચકાસણીની કામગીરી પૂરી થઇ ગઇ છે અને તેને સીલ કરીને મૂકી દેવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટીની સાથે કોંગ્રેસ પક્ષના કાર્યકરો પણ હાજર હતા. તેમના દ્વારા અધિકારીઓ સાથે આ મુદે ચર્ચા કરવામાં આવી હતી. ઇવીએમ ચકાસણી માટે અમુક ઉમેદવારો બાકી હોવાથી તાળું મારવામાં આવ્યું ન હતું જોકે બાદમાં ચકાસણી પૂરી થઇ ગયા પછી ઇવીએમ મૂકેલી પેટીને તાળુ મારી દેવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

    વધુ વાંચો