પુરાવા:હરિને ભગાડવામાં અલ્પુનો હાથ હોવાના પુરાવા મળ્યા

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અલ્પુ સિંધી જ સમગ્ર પ્રકરણનો માસ્ટર માઈન્ડ હોવાના અહેવાલને સાબદું સમર્થન પ્રાપ્ત થયું

વરણામા પોલીસ મથકમાંથી ભાગેલા કુખ્યાત હરિ સિંધીના મામલામાં પ્રકરણનો સૂત્રધાર માથાભારે અલ્પુ સિંધી હોવાના પુરાવા પોલીસને હાથ લાગ્યા છે, જે કારમાં ભાગ્યા હતા એ અલ્પુ સિંધી સાથે નડિયાદ જેલમાં રહેલા બૂટલેગરની હોવાનું જણાયું છે. ત્યારે હરિને અમદાવાદથી પીસીબીએ જે કાર સાથે ઝડપ્યો હતો એ પણ નડિયાદ જેલમાં રહેલા બૂટલેગરની હોવાનું બહાર આવ્યું છે. જોકે ભાગવાના બનાવને 8 દિવસ વીતવા છતાં હજી હરિ સિંધી અને સાગરીતો ઝડપાયા નથી.

અગાઉ હરિ સિંધીની પત્ની ગીતાએ દિવ્ય ભાસ્કરને કરેલી વાતમાં હરિને ભગાડવાનો પ્લાન અલ્પુએ ઘડ્યો હોવા ઉપરાંત અલ્પુ નડિયાદ જેલમાંથી સારવારના બહાને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જઇ ભાગવાનો હોવાની માહિતી વડોદરા પોલીસને આપી હતી. જેથી અલ્પુનો જાપ્તો વધારાતાં ભાગી શક્યો ન હતો. તપાસમાં હરિને ભગાડવા અલ્પુએ પપ્પુ ડાવરને વરણામા મોકલ્યો હોવાનું બહાર આવ્યું હતું. બાદમાં ભાગીને દાહોદ ગયા હોવાની માહિતી મળી હતી. જે સિલ્વર સ્વિફ્ટમાં ભાગ્યા હતા તેનો માલિક પણ નડીઆદ જેલમાં સજા ભોગવતા બૂટલેગરની હોવાનું બહાર આવતાં પોલીસ બાયડના બૂટલેગરની પૂછપરછ કરશે.

પીસીબીએ હરિ સિંધીને અમદાવાદથી જે મહિન્દ્રાની કાર સાથે ઝડપી પાડ્યો તેનો મલિક પણ નડિયાદ જેલમાં હાલ સજા ભોગવી રહ્યો છે અને અલ્પુ સાથે તેનો સંપર્ક થયો હોવાનું પોલીસ માની રહી છે. આવા પુરાવા હાથ લાગતાં જિલ્લા પોલીસ પણ અલ્પુની પૂછપરછ કરશે અને સંડોવણી બહાર આવશે તો કાવતરું ઘડવામાં આરોપી બનાવાશે એમ પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...