• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Every Morning At The Age Of 65 A CA From Vadodara Rides A Bicycle To Get Out Of The House, Go To Construction Sites, Inculcate Rites In Children And Celebrate Festivals With Them.

બાળકોના પ્યારા દાદા:વડોદરાના CA રોજ સવારે સાઇકલ લઈને ઘરેથી નીકળી પડે છે, કન્સ્ટ્રક્શન સાઇટો પર જઇ સંસ્કારનું સિંચન કરીને બાળકો સાથે તહેવારો ઊજવે છે

વડોદરા24 દિવસ પહેલાલેખક: જીતુ પંડ્યા
  • 5 વર્ષ પહેલાં ગરીબ બાળકોને બિસ્કિટ આપીને અભિયાનની શરૂઆત કરી હતી
  • 150 બાળકને સંસ્કાર સાથે શિક્ષણ અને વ્યવસાયલક્ષી તાલીમ આપવાનું કામ કરી રહ્યા છે

વડોદરાના જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ગૌરાંગભાઇ પરીખ સવારે સાઇકલિંગ કરવા સાથે રસ્તામાં દેખાતી કન્સ્ટ્રક્શન સાઇટો પર મજૂરીકામ કરતા પરિવારોનાં બાળકો સાથે છેલ્લાં 5 વર્ષથી ઉત્તરાયણથી લઇને પ્રકાશના પર્વ દિવાળી મનાવી રહ્યા છે. ગૌરાંગભાઇ માત્ર તહેવારો જ ઊજવે છે એવું નથી, તેઓ સામાન્ય દિવસોમાં ગરીબ બાળકોને સંસ્કાર સાથે શિક્ષણ આપે છે અને શિક્ષણ સાથે વ્યવસાયલક્ષી કાર્ય તથા બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને પણ ઉજાગર કરવાનું પણ અનોખું કાર્ય કરી રહ્યા છે. ગૌરાંગભાઇ કહે છે કે સવારે બે કલાક બાળકો સાથે પસાર કરવાથી મને આનંદ મળે છે અને મારો દિવસ સારો પસાર થાય છે.

બાળકોને વ્યવસાયલક્ષી તાલીમ પણ આપે છે
65 વર્ષીય ગૌરાંગભાઇ પરીખ વડોદરા શહેરના જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. વર્ષોથી તેઓ સવારે સાઇકલિંગ કરે છે અને પોતાના આરોગ્યને સાચવી રહ્યા છે. છેલ્લા પાંચ વર્ષથી તેઓ સાઇકલિંગ કરવા નીકળે ત્યારે સાઇકલના હેન્ડલ ઉપર બે થેલામાં બાળકો માટે નાસ્તો, તહેવાર હોય તો તહેવારને અનુરૂપ ચિજવસ્તુઓ, તહેવાર ન હોય અને સામાન્ય દિવસ હોય ત્યારે બાળકોને રચનાત્મક પ્રવૃત્તીઓ કરાવવા માટેની સાધન સામગ્રી લઇને નીકળે છે. અને રસ્તામાં આવતી તેઓની નક્કી કરેલી કન્સ્ટ્રક્શન સાઇટો ઉપર મજૂરી કામ કરતા પરિવારના બાળકોને મળે છે અને તેઓ સાથે તહેવાર હોય તો તહેવાર ઉજવે છે અને સામાન્ય દિવસોમાં બાળકોને રચનાત્મક પ્રવૃત્તીઓ શિખવાડી રહ્યા છે. આજની તારીખે તેઓ 150 બાળકોને સંસ્કાર સાથે શિક્ષણ અને વ્યવસાયલક્ષી તાલીમ આપવાનું કામ કરી રહ્યા છે.

વડોદરાના CA 65 વર્ષની ઉંમરે રોજ સવારે સાઇકલ લઇને ઘરેથી નીકળી પડે છે.
વડોદરાના CA 65 વર્ષની ઉંમરે રોજ સવારે સાઇકલ લઇને ઘરેથી નીકળી પડે છે.

દિવાળીમાં બાળકો પાસે કોડિયા બનાવડાવ્યા
પ્રકાશ પર્વ દિવાળી શરૂ થતાં ગૌરાંગભાઇ પરીખે બાળકો પાસે કોડિયા બનાવડાવ્યા છે. જે કોડિયામાં કલર કામ કરવા માટે દરેક બાળકને કલર અને પીંછી પૂરી પાડી છે. કોડિયા તૈયાર થયા બાદ તેમને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર કોડિયા વેચાણમાં મુક્યા હતા. કોડિયાની કિંમત રૂપિયા 10 અને રૂપિયા 20 રાખી હતી. રૂપિયા 2250માં તમામ કોડીયા વેચાઇ ગયા છે. કોડિયા વેચાણમાંથી જે આવક આવી છે, તે તેમામ રકમ કોડિયા બનાવનાર બાળકોમાં વહેંચી દીધી છે. આ ઉપરાંત કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર તંબુ બાંધીને રહેતા પરિવારના બાળકો પાસે રંગોળી બનાવડાવી રહ્યા છે.

સિનિયર સિટિઝન રોજ ગરીબ બાળકો સાથે 2 કલાક ગાળે છે.
સિનિયર સિટિઝન રોજ ગરીબ બાળકો સાથે 2 કલાક ગાળે છે.

બાળકોમાં સંસ્કાર સિંચનનું પણ કામ કરે છે
ગૌરાંગભાઇ બાળકોને સવારે ઊઠીને બ્રશ કરવું, તે બાદ સ્નાન કરવું જેવા સંસ્કારનું પણ સિંચન કરી રહ્યા છે. તે સાથે તેઓ બાળકોને ગુડ મોર્નિંગ, શી યુ બાય...થેન્ક્યુ...જેવા વર્તમાન સમયમાં ડગલેને પગલે ઉપયોગમાં લેવાતા શબ્દો પણ શીખવાડી રહ્યા છે. આજની તારીખે ગૌરાંગભાઇ કોઇ સાઇટ ઉપર પહોંચે ત્યારે તુરંત જ બાળકો તેમને ગુડ મોર્નિંગ કહીને સંબોધી રહ્યા છે અને જાય ત્યારે શી યુ બાય..કહીને વિદાય આપી રહ્યા છે. ગૌરાંગભાઇ બાળકોને સંસ્કાર સાથે શિક્ષણ આપવાની સાથોસાથ મહેનતકશ પરિવારને વ્યસન મુક્તિના પણ પાઠ ભણાવી રહ્યા છે અને બાળકોને પણ તેઓના માતા-પિતા તમાકુ, બીડી અને ગુટખા ખાય તો તેમને રોકવા માટે સમજ આપી રહ્યા છે.

5 વર્ષ પહેલાં ગરીબ બાળકોને બિસ્કિટ આપીને અભિયાનની શરૂઆત કરી હતી.
5 વર્ષ પહેલાં ગરીબ બાળકોને બિસ્કિટ આપીને અભિયાનની શરૂઆત કરી હતી.

કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરતા પરિવારનાં બાળકો સાથે તહેવાર ઊજવે છે
છેલ્લાં પાંચ વર્ષથી ગૌરાંગભાઇ પરીખ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર મજૂરી કામ કરતા પરિવારનાં બાળકો સાથે ઉત્તરાયણ, હોળી-ધુળેટી, ગણેશ ચતુર્થી, નવરાત્રી, 15 ઓગસ્ટ, 26 જાન્યુઆરી, ક્રિશમસ અને દિવાળી સહિત તહેવારોની ઉજવણી કરી રહ્યા છે. દિવાળી પર્વ પણ તેઓ બાળકો સાથે મનાવી રહ્યા છે. સાથે માનવ સેવા પણ કરી રહ્યા છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ગૌરાંગભાઇ ત્રિવેદીની આ સેવાકીય પ્રવૃત્તીની જ્યોત હવે ફેલાવા લાગી છે. જે લોકો આર્થિક રીતે સુખી સંપન્ન છે. અને સેવાકીય પ્રવૃત્તી કરી શકતા નથી. તેવા લોકો હવે ગૌરાંગભાઇ પરીખનો સંપર્ક સાધીને બાળકો માટે મદદરૂપ થઇ રહ્યા છે. તેઓ ઋતુ પ્રમાણે પણ ગરીબ બાળકો અને તેમના પરિવારને મદદરૂપ થાય છે.

કન્સ્ટ્રક્શન સાઇટો પર જઇ બાળકોમાં સંસ્કારનું સિંચન કરી તેમની સાથે તહેવારો ઊજવે છે
કન્સ્ટ્રક્શન સાઇટો પર જઇ બાળકોમાં સંસ્કારનું સિંચન કરી તેમની સાથે તહેવારો ઊજવે છે

બાળકોને બિસ્કિટ આપીને અભિયાનની શરૂઆત કરી
ગરીબ બાળકો સાથે તહેવારો ઉજવવાનો વિચાર કેવી રીતે આવ્યો ? તેવા એક પ્રશ્નના જવાબમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ગૌરાંગભાઇ પરીખે જણાવ્યું હતું કે, પાંચ વર્ષ પહેલાં હું સાઇક્લિંગ કરવા માટે રાબેતા મુજબ નીકળ્યો હતો. નવી કોર્ટનું કામકાજ ચાલતુ હતું. જ્યાં મેં કોર્ટની સાઇટ ઉપર મજૂરી કામ કરતા પરિવારના બાળકોને માટીમાં રમતા અને મસ્તી કરતા જોયા હતા. તેજ દિવસથી મેં બાળકોને બિસ્કીટ આપીને આ અભિયાનની શરૂઆત કરી હતી.

150 બાળકને શિક્ષણ અને વ્યવસાયલક્ષી તાલીમ આપે છે.
150 બાળકને શિક્ષણ અને વ્યવસાયલક્ષી તાલીમ આપે છે.

ગરીબ બાળકો સાથે 2 કલાક પસાર કરવાની મજા આવે છે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આજની તારીખે 150 જેટલા બાળકો સાથે દીપાવલી પર્વ સહિત તમામ તહેવારોની ઉજવણી કરું છું. તે સાથે બાળકોને સંસ્કાર આપવા સાથે તેઓને શિક્ષણ આપવાનું કામ કરી રહ્યો છું. ગરીબ બાળકો સાથે સવારે બે કલાક પસાર કરવાની મજા આવે છે. સવારે 11 વાગે ઓફિસ આવ્યા બાદ મારો આખો દિવસ પ્રફુલ્લિત રહે છે અને જીવનમાં મેં કંઇ પ્રવૃત્તિ કરી તેનો મને આનંદ થાય છે.

પ્રકાશ પર્વ દિવાળી શરૂ થતાં ગૌરાંગભાઇ પરીખે બાળકો પાસે કોડિયા બનાવડાવ્યા છે.
પ્રકાશ પર્વ દિવાળી શરૂ થતાં ગૌરાંગભાઇ પરીખે બાળકો પાસે કોડિયા બનાવડાવ્યા છે.
અન્ય સમાચારો પણ છે...