તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહાપર્વ પર્યુષણ:દરેક શ્રાવકોએ પાંચ કર્તવ્યોનું પાલન કરવું જોઇએ : મુનિરાજ

વડોદરા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
ડેરા પોળ ખાતે આવેલા જૈન દેરાસરમાં પર્યુષણના પહેલા દિવસે ભગવાનને સોનેરી બાદલું, ડાયમંડ ટીકાની સુંદર આંગી કરવામાં આ‌વી હતી . - Divya Bhaskar
ડેરા પોળ ખાતે આવેલા જૈન દેરાસરમાં પર્યુષણના પહેલા દિવસે ભગવાનને સોનેરી બાદલું, ડાયમંડ ટીકાની સુંદર આંગી કરવામાં આ‌વી હતી .
  • 60 ભાવિકો દ્વારા અઠ્ઠાઈ તપનો સંકલ્પ કરવામાં આવ્યો

આજથી જૈનોના મહાપર્વ પર્યુષણનો પ્રારંભ શહેરનાં દેરાસરો અને ઉપાશ્રયોમાં ભારે હર્ષ-ઉલ્લાસથી થયો હતો. જાની શેરી ઉપાશ્રય ખાતે ચાતુર્માસમાં બિરાજમાન વલ્લભસૂરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ ધર્મધૂરંધરસૂરિ મહારાજના આજ્ઞાનુવર્તી તપસ્વી મુનિરાજ વિનયરત્ન વિજયજી અને મૌન સાધક મુનિરાજ વિશ્વેન્દ્ર વિજયજી મહારાજ સાહેબ પર્યુષણના પહેલા દિવસે અઠ્ઠાઈ મહોત્સવ તપ કરવા પ્રેરણા કરતાં 60 ભાવિકોએ સામૂહિક પચ્ચખાણ લીધાં હતાં.

જૈન અગ્રણી દિપક શાહે જણાવ્યું હતું કે, મુનિરાજ વિશ્વેન્દ્ર વિજયજીએ સંઘમાં પ્રેરણા કરી હતી કે, તપસ્વી મુનિરાજ વિનયરત્ન વિજયજી મહારાજને 48 વર્ષનો દીક્ષા પર્યાય થાય છે તો બધાં બાળકો અને યુવાનો દ્વારા તપનું ભેટણું આપવામાં આવે. આગામી 3 દિવસ મુનિરાજ વિશ્વેન્દ્ર વિજય, સાધ્વીજી ભગવંત અને શ્રાવક-શ્રાવિકો આમ ચતુર્વિધ સંઘ સાથે ગુરુદેવો ઘરે ઘરે પગલાં કરી બાળકો અઠ્ઠાઈ તપમાં જોડાય તેવી પ્રેરણા કરી હતી. બધા તપસ્વીની તપસ્યા નિર્વિઘ્ને પૂર્ણ થાય તે માટે તપાગચ્છ અધિષ્ઠાયક માણીભદ્રવીરની પ્રાચીન અને ચમત્કારિક પ્રતિમા પટોડિયા પોળ ખાતે આવેલા મનમોહન પાર્શ્વનાથ દાદાના જીનાલયમાં બિરાજમાન છે. જે માણીભદ્ર દાદાની સમક્ષ વિધિકાર ધર્મેન્દ્ર શાહે બધાને વિશેષ વિધિ કરાવી સંકલ્પ કરાવ્યો હતો.

ત્યારબાદ બધા અઠ્ઠાઈ તપના તપસ્વીઓ જેમાં 5 વર્ષથી માંડીને 75 વર્ષના લોકોએ સંકલ્પ લઈ વાજતે ગાજતે ઢોલ-નગારા સાથે જાની શેરી ઉપાશ્રય પધાર્યા હતા. મુનિરાજ વિશ્વેન્દ્ર વિજયજી મહારાજે પર્યુષણ પર્વનું પહેલા દિવસનું વ્યાખ્યાન આપ્યું હતું. મુનિરાજે વ્યાખ્યાનમાં જણાવ્યું હતું કે, દરેક શ્રાવકોએ 5 કર્તવ્યો અવશ્ય નિભાવવાં જોઈએ, જેમાં જીવ હિંસા ન કરવી, સાધર્મિક વાત્સલ્ય, ક્ષમાપના, અઠ્ઠમ તપની આરાધના અને પાંચમું કર્તવ્ય ચૈત્ય પરિપાટી કર્તવ્યો જણાવ્યાં હતાં. પર્યુષણના બીજા દિવસે શ્રાવકનાં 11 કર્તવ્યોનું વ્યાખ્યાન કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...