તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એજન્સી બ્લેકલિસ્ટ:આખરે ગેન્ટ્રી ગેટનો કોન્ટ્રાક્ટ રદ કરવાનું પાલિકાને સૂઝ્યું

વડોદરા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 17 જૂને વાવાઝોડામાં રાત્રિ બજાર પાસે ગેન્ટ્રી ગેટ તૂટ્યો હતો
  • એજન્સીને બ્લેકલિસ્ટ કરવા સ્થાયીમાં દરખાસ્ત રજૂ કરાઇ

17 જૂને વાવાઝોડા સાથે થયેલા વરસાદમાં રાત્રિ બજાર પાસેના મુખ્ય રોડ પર ગેન્ટ્રી ગેટ ધરાશયી થવાની ઘટના બાદ પાંચ સ્થળે તેનું પુનરાવર્તન થતા કોન્ટ્રાક્ટ રદ કરવાનો અને એજન્સીને બ્લેકલીસ્ટ કરવાની દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ કરાઇ છે.

શહેરમાં બી ઓ ટી ધોરણે ઓવરહેડ ગેન્ટ્રી, ઈંફોર્મશન સાઈનેઝ બોર્ડ અને રોડ જંકશન પ્લેટ ઉભી કરવા માટે પાલિકાએ ખાનગી એજન્સી રવિ કોમ્યુનિકેશન નું ટેન્ડર મંજૂર કર્યું હતું.જેમાં કાનૂની ગૂંચ બાદ દાવો પરત લઇ રીવાઇઝ વર્ક ઓર્ડર આપવાની ઓફર મૂકી હતી.

ચોમાસામાં ઓવર હેડ એન્ટ્રી તેમજ ઇન્ફોર્મેશન ના બોર્ડ પડવાથી જાનહાનિ તેમજ માલમિલકતને નુકસાન ન થાય તે માટે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી તપાસી ખાતરી કરવા માટે પાલિકા તરફથી સૂચના અપાઇહતી પરંતુ કોન્ટ્રાકટર દ્વારા તે અંગે કોઈ સંતોષકારક કાર્યવાહી કરવામાં આવી ન હતી.

તાઉતે વાવાઝોડાના કારણે જાંબુઆ બાયપાસ પાસે ગેટ પડ્યો હતો અને તેમાં 2 લોકોને ઇજા થઈ હતી.આ સિવાય ગોત્રી તળાવ પાસે ઓવર હેડ ગેન્ટ્રી નમી પડી હતી તો 17 જૂને વુડ સર્કલ પાસે બંને બાજુ ની એન્ટ્રી પડી ભાંગી હતી તો રાત્રી બજાર પાસે પણ એન્ટ્રી પડી ભાંગી હતી .જ્યારે ડભોઈરોડ સોમા તળાવ થી પ્રતાપ નગર તરફ જતા એક તરફ ની એન્ટ્રી પડી હત. સદનસીબે કોઇ જાનહાની થઇ ન હતી.

આ મામલે પાલિકા તરફથી રવિ કોમ્યુનિકેશનના સંચાલકોને નોટિસ આપવામાં આવી હતી.નાગરિકોને જાનહાનિ થાય તેવી કાર્યવાહી થઈ હોવાનું જણાતા આખરે રોડ વિભાગે રવિ કોમ્યુનિકેશન સાથે કરાયેલો કોન્ટ્રાક્ટ રદ કરવા અને બ્લેક લિસ્ટ કરવા નિર્ણય લેવા સ્થાયી સમિતિમાં દરખાસ્ત કરી છે.

ઓવર હેડ ગેન્ટ્રીના સ્ટ્રક્ચરમાં કેવી ખામી મળી

  • મોટાભાગનાં એડવર્ટાઈઝમેન્ટ બોર્ડની ઉંચાઇ ત્રણ મીટર ની છે જ્યારે એડ.બોર્ડની ડિઝાઇન 1.8 મીટરની ઉંચાઈ ના બોર્ડ મુજબ કરવામાં આવી છે .જેથી કેટલીક એન્ટ્રીઓને ફાઉન્ડેશન પર તિરાડો પડી ગઈ હતી અને તેમાં કુલ ડિઝાઇન કરવા માટે સૂચના આપી હતી.
  • ગેન્ટ્રીના કોલમ અને રાફટર જેવા મુખ્ય સ્ટ્રક્ચરલ મેમ્બરની હાલની ડિઝાઇન મુજબ ની જાડાઈ કરતા વધુ ત્રણ એમએમ જાડાઈ કરવા જણાવાયું હતું.
  • કોલમ બેઝ પ્લેટ અને કોલમ બેઝ વરસાદી પાણીના લીધે કાટ લાગી શકે તેમ હોવાથી તેને બંધ કરવા જાણ કરવામાં આવી હતી.
અન્ય સમાચારો પણ છે...