હાશકારો:આખરે 14 હજાર વિદ્યાર્થીને આજથી ડિગ્રી સર્ટિફીકેટ અપાશે

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુનિવર્સિટી.માં પદવીદાનના 5 મહિને સર્ટિ.નો યોગ સર્જાયો
  • વિદ્યાર્થીએ ફેકલ્ટીમાંથી જ ડિગ્રી સર્ટિફીકેટ મેળવવાનાં રહેશે

એમ.એસ.યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા કોન્વોકેશનના 5 મહિના પછી વિદ્યાર્થીઓને ડિગ્રી સર્ટિફીકેટ એનાયત કરવાની જાહેરાત કરી છે. 14 હજાર જેટલા વિદ્યાર્થીઓને પોતાની ફેકલ્ટીમાંથી જ ડિગ્રી સર્ટિફીકેટ મેળવવાના રહેશે. 70માં કોન્વોકેશનના ડિગ્રી સર્ટિફિકેટનું વિવિધ ફેકલ્ટીમાં 3 જૂનથી ડિસ્ટ્રિબ્યૂશન શરૂ કરવામાં આવશે.

ડિગ્રી સર્ટિફિકેટ સમયસર નહિ આપવાના પગલે વિદ્યાર્થીને આગળ વધુ અભ્યાસ માટે તથા વિદેશમાં અભ્યાસ માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડયો છે. ઘણાં વિદ્યાર્થીઓને અમેરિકાના એચ 1 વીઝા પણ ગુમાવવાનો વારો આવ્યો છે. અનેક રજૂઆતો બાદ યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા ડિગ્રી સર્ટિફકેટ એનાયત કરવાનો નિર્ણય કર્યો છે. દરેક વિદ્યાર્થીઓએ પોતાની ફેકલ્ટી માંથી ડિગ્રી મેળવવા ની રહેશે.

ડિગ્રી સર્ટિફિકેટ જે તે વિધ્યાર્થીએ જાતે જ લેવા આવવાનું રહેશે. ડિગ્રી સર્ટિફિકેટ લેવા આવતી વખતે સિસ્ટમ જનરેટેડ એપ્લીકેશન ફોર્મ ની પ્રિન્ટ જેમાં એપ્લીકેશન નંબર, પેમેંટ ની માહિતી, વિધ્યાર્થી ની સહી હોવી ફરજિયાત છે. જે વિદ્યાર્થી પોતે ડિગ્રી સર્ટિફિકેટ લેવા ના આવી શકે તેવા સંજોગો માં વિદ્યાર્થીએ ઓથોરિટી લેટર,આવનાર વ્યક્તિ નું સરકાર માન્ય ઓળખ કાર્ડ, અને જરૂરી ડોકયુમેન્ટ સાથે ખરાઈ કરી ને આપવા માં આવશે. વિદ્યાથીઓએ www.msubaroda.ac.in ઉપર થી પોતાનો સિરિયલ નંબર મેળવી શકશે જેથી તેમને ડિગ્રી મેળવવામાં આસાની રહે.

અન્ય સમાચારો પણ છે...