તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાતાવરણમાં પલટો:આજે પણ ઠંડા પવન સાથે પારો 15 ડિગ્રી નોંધાશે

વડોદરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક

શહેરમાં ઠંડા પવનોની તીવ્રતા ધીરે-ધીરે વધી રહી છે, જેના કારણે ઠંડીનો પારો 15 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. દિવસ દરમિયાન પણ વાતાવરણમાં ઠંડકનો અનુભવ થવા લાગ્યો છે. ઉત્તર ભારતમાંથી આવતા ઠંડા પવનોના પગલે શહેરમાં ઠંડીની તીવ્રતા હજુ વધશે તેવી હવામાન વિભાગની આગાહી છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ શહેરમાં મહત્તમ તાપમાનનો પારો 33.8 ડિગ્રી અને લઘુતમ તાપમાનનો પારો 15.4 ડિગ્રી નોંધાયો હતો. જ્યારે ભેજનું પ્રમાણ સવારે 74 ટકા અને સાંજે 33 ટકા નોંધાયું હતું. બીજી તરફ ઉત્તર-પૂર્વની દિશાથી 5 કિમીની ઝડપે ઠંડા પવનો ફૂકાયા હતા. ઉલ્લેખનિય છે કે, શહેરમાં શનિવારના રોજ વહેલી સવારે અને સાંજે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. બીજી બાજુ વહેલી સવારે ધુમ્મસનું પ્રમાણ પણ વધ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો