રહીશોનો રોષ:પાલિકાએ નવી લાઇન નાખી છતાં જૂની-નવી બંનેમાંથી પાણી ચાલુ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એરપોર્ટ નજીકના સુમનપાર્કના રહીશોનો તંત્રના કાર્ય સામે રોષ
  • નજીકની સોસાયટીમાં જૂની લાઇન બંધ ન કરાતાં પ્રેશર ઘટી ગયું

એરપોર્ટ રોડ પર આવેલી સુમન પાર્ક સોસાયટીમાં વર્ષોથી પીવાનું પાણી ઓછા પ્રેશરથી આવતું હોવાની ફરિયાદો ઉઠી છે. અગાઉ રજૂઆત કરતા તંત્રએ નવી લાઈન નાખી હતી પરંતુ આગળની સોસાયટીમાંથી આવતી જૂની લાઈનમાં કનેક્શન નહી કાપ્યા હોવાથી પાણીનું પ્રેશર ઓછું મળી રહ્યું હોવાથી રહીશોમાં રોષ ફેલાયો છે.

શહેરમાં એરપોર્ટ રોડ પર સુમનપાર્ક સોસાયટી આવેલી છે. ત્યાંના રહીશોને જણાવ્યા મુજબ આગળ હરકાશી સોસાયટી આવેલી છે. અગાઉ તંત્રએ 4 ઇંચની પાણીની લાઈન નાખી હતી. જેમાં 100 ઘરોને પાણી મળતું હતું. પરંતુ પાણી પૂરતું નહી મળતું હોવાથી સુમનપાર્ક સોસાયટીના લોકોએ 3 વર્ષ પહેલાં તંત્રને રજુઆત કરી હતી.

જોકે આ રજુઆત બાદ દિવાળી પહેલા વિસ્તારમાં 6 ઇંચની લાઈન નાખવામાં આવી છે. હરકાશી સોસાયટીના લોકોને બંને પાણીની પાઇપમાંથી પાણી મળે છે. જેથી જો તેઓના જૂની લાઈનના કનેક્શનને કાપવામાં આવે તો જૂની લાઈન મારફતે સુમાનપાર્ક સોસાયટીની પ્રેશરથી પાણી મળશે. સોસાયટીમાં આરસીસી રોડ બનાવવામાં આવનાર છે. તે પહેલાં તંત્ર હરકાશી સોસાયટીની જૂની લાઈનના કનેક્શન કાપી નાખવામાં આવે તેવી રહીશોએ માંગ ઉઠાવી છે.

અન્ય સમાચારો પણ છે...