નવી ગાઇડલાઇન:ધાત્રી માતાઓ પણ હવે રસીનો ડોઝ લઇ શકશે

વડોદરા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • રસીકરણને લઇને વધુ એક ગાઇડલાઇન જાહેર
  • 18થી વધુ વયના 18,247 લોકોએ રસી મૂકાવી

વેકસિનેશનને લઇ શકે તે માટેની નવી ગાઇડ લાઇન જાહેર કરાઇ છે. હવે ધાત્રી માતાઓ પણ રસી લઇ શકશે. કોરોનાના ગંભીર દર્દીઓ સાજા થયા પછી 4 થી 8 સપ્તાહે રસી લઇ શકે તેવી જાહેરાત કરાઇ છે. કોવિડ પોઝેટિવ દર્દી સજા થયાના 3 મહિના પછી રસી લઇ શકે છે,જો કોવિડ પોઝેટિવ દર્દીને એન્ટીબોડી અથવા પ્લાઝા થેરાપી અપાઇહોય તો તેઓ પણ હોસ્પિટલમાંથી રજા આપ્યાના 3 મહિના પછી રસી લઇ શકશે.રસીનો પ્રથમ ડોઝ લીધા પછી જો કોરોના થયો હોય તો રીકવરીના 3 મહિના પછી વેકસીન લઇ શકે.

વેકસીન લેતા પહેલા કોઇ પણ પ્રકારનું સ્ક્રીનિંગ કરાવવાની જરૂર નથી. શહેરમાં બુધવારે 18થી 44 વર્ષની વયના 18,247 લોકોએ વેકસીનનો પહેલો ડોઝ મુકાવ્યો હતો. શહેરમાં અત્યાર સુધી 18 પ્લસની કેટેગરી વાળા 1,61,784 લોકોએ વેકસીન મુકાવી છે. 45થી વધુ અને 60 વર્ષના 2121 લોકોએ પહેલો ડોઝ અને માત્ર 25 લોકોએ રસીનો બીજો રોઝ મુકાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...