તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Even In Unlock 1, People Do Not Get Out Of Fear Of Corona, Only 5 To 7 Thousand People Travel In 80 City Buses Against The Daily Capacity Of 70 Thousand In Vadodara

વડોદરા:અનલોક-1માં પણ લોકો કોરોનાના ડરથી બહાર નીકળતા નથી, 80 સિટી બસમાં રોજની 70 હજારની કેપેસિટી સામે માત્ર 5થી 7 હજાર લોકો મુસાફરી કરે છે

વડોદરા4 મહિનો પહેલા
  • વડોદરા સિટી બસમાં છેલ્લા 5 દિવસમાં માત્ર 39 હજાર લોકોએ જ મુસાફરી કરી
  • છેલ્લા 5 દિવસમાં 80 બસમાં 3.5 લાખની કેપેસિટી સામે 12 ટકાથી પણ ઓછા મુસાફરો મળ્યા

વડોદરા શહેરમાં કોરોના વાઈરસના વધી રહેલા કેસોના પગલે શહેરીજનો હજી પણ નિર્ભય બનીને ઘરની બહાર નીકળવામાં ગભરાટ અનુભવી રહ્યા છે. પરિણામે સરકાર દ્વારા સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી રાખવા માટે એક બસમાં માત્ર 17 મુસાફરોને બેસાડવાની છૂટ આપી છે, તેમ છતાં છેલ્લા વડોદરામાં સિટી બસમાં 5 દિવસમાં માત્ર 39 હજાર મુસાફરોએ મુસાફરી કરી છે.

સિટી બસના મેનેજર કહે છે કે, એક બસમાં 17 મુસાફરો બેસાડવાની મંજૂરી મળી છે, પણ માંડ 5થી 7 મુસાફરો મળે છે
વડોદરામાં ચાલતી વિનાયક લોજિસ્ટિક સિટી બસના મેનેજર નરેન્દ્રસિંહ રાણા જણાવ્યું કે, હજી પણ લોકોમાં કોરોના વાઈરસનો ડર છે. કોવિડ-19 માટે સરકારે બહાર પાડેલી ગાઇડલાઇન મુજબ પહેલી જૂનથી સિટી બસ સર્વિસ શરૂ કરવામાં આવી છે. છેલ્લા 5 દિવસમાં માત્ર 39 હજાર મુસાફરોએ મુસાફરી કરી છે. સરકાર દ્વારા સોસિયલ ડિસ્ટન્સિંગ જળવાઇ રહે તે માટે 17 મુસાફરોની મંજૂરી આપવામાં આવી છે. પરંતુ, 17 મુસાફરો પણ મળતા નથી. બસમાં માંડ 5થી 7 જેટલા મુસાફરો મળી રહ્યા છે. 

5 દિવસમાં 80 બસમાં 3.5 લાખ હજાર મુસાફરો મુસાફરી કરી શકે તેની સામે માત્ર 39 હજાર મુસાફરો જ મળ્યા
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, હાલમાં શહેરમાં 80 બસ દ્વારા સર્વિસ પૂરી પાડવામાં આવી રહી છે. 80 બસોમાં તમામ સીટો ઉપર મુસાફરો ભરવામાં આવે તો 5 દિવસમાં 3.5 લાખ જેટલા લોકો મુસાફરી કરી શકે છે. હાલમાં ઓછી ટ્રીપો હોવાના કારણે પુરતા મુસાફરો મળતા નથી. કોઇ મુસાફર એક કલાક સુધી બસની રાહ જોવા તૈયાર નથી. આ ઉપરાંત સાંજે 7 વાગ્યા સુધી જ બસ સર્વિસ હોવાના કારણે પણ પુરતા મુસાફરો મળી રહ્યા નથી. લોકડાઉન પૂર્વે 150 બસોની સર્વિસ પૂરી પાડવામાં આવતી હતી. જેમાં મુસાફરોને ઓછા સમયમાં એકથી વધુ બસની સર્વિસ મળી રહેતી હતી. 

ઓટો રિક્ષામાં પણ મુસાફરો મળતા નથી 
સિટી બસની જેમ ઓટો રિક્ષાચાલકોની સ્થિતી પણ આવી છે. વાઘોડિયા રોડના ઓટો રિક્ષા ચાલક પરેશભાઇ પરમારે જણાવ્યું હતું કે, ઓટો રિક્ષામાં માત્ર બે મુસાફરોની પરવાનગી આપવામાં આવેલી છે. લોકો હજી ખુલીને ઘરની બહાર નીકળતા નથી. જેથી મુસાફરો મળતા નથી. મુસાફરો પાસે વધુ ભાડુ માંગીએ તો તેઓ આપવા તૈયાર નથી. ભાડા બાબતે મુસાફરો સાથે ઘર્ષણમાં ઉતરવું પડે છે. જ્યાં સુધી પુરતા મુસાફરો બેસાડવાની છૂટ આપવામાં આવે નહીં. ત્યાં સુધી ઓટો રિક્ષા ચાલકોનો સારો ધંધો મળવો અશક્ય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે પરિવાર સાથે કોઇ ધાર્મિક સ્થળ પર જવાનો પ્રોગ્રામ બની શકે છે. સાથે જ આરામમાં સમય પસાર થશે. બાળકોને કોઇ ઉપલબ્ધિ મળવાથી ઘરનું વાતાવરણ સારું જળવાશે. નેગેટિવઃ- આળસના કારણે થોડા કામ અધૂરા રહ...

વધુ વાંચો