• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Even In The Midst Of Fierce Protests, The Minister For Women Was Repeated, The Son Of A Veteran Leader Who Came To BJP From Congress Was Given Ticket.

મધ્ય ગુજરાતમાં BJPની 'રિપીટ થિયરી':પ્રંચડ વિરોધ વચ્ચે પણ મહિલા મંત્રીને રિપીટ કર્યાં, કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા દિગ્ગજ નેતાના પુત્રને ટિકિટ આપી

વડોદરા19 દિવસ પહેલા
વડોદરાના વડોદરા સિટી બેઠકના ઉમેદવાર મનિષા વકીલ.

ભાજપ દ્વારા આજે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં કેટલીક બેઠકો પર ધારાસભ્યો-મંત્રીઓને રીપીટ કરવામાં આવ્યા છે. જ્યારે કેટલીક બેઠકો ઉપર એકથી વધુ વખત જીતેલા ધારાસભ્યોની ટિકિટ કાપવામાં આવી છે. ભાજપ દ્વારા કયા કારણોસર આ નિર્ણય લેવો પડ્યો ? તે અંગે કહેવાય છે કે, આ વખતે ભાજપ સામે મોંઘવારી, બેરોજગારી અંગે મતદારોમાં ભારે રોષ છે. આ ઉપરાંત ખેડૂતોમાં ભારે રોષ છે. વર્ષ-2024માં લોકસભાની ચૂંટણી આવી રહી છે. ગુજરાત ભાજપાનું રોલ મોડેલ કહેવાય છે. જેથી ભાજપ માટે ગુજરાતની સત્તા ગુમાવવી પોષાય તેમ નથી. જેના કારણે ભાજપા દ્વારા મોટાભાગના ધારાસભ્યોને રિપીટ કરવાની ફરજ પડી છે.

મનિષા વકીલ કેમ રિપીટ થયા?
વડોદરા શહેર(SC) બેઠક ઉપર મંત્રી મનિષા વકીલને સ્થાનિક કાર્યકરોનો પ્રચંડ વિરોધ હોવા છતાં રિપીટ કરવામાં આવ્યા છે. રિપીટ કરવા પાછળનું કારણ એ કહેવાય છે કે, વડોદરા શહેરની પાંચ બેઠકો પૈકી બે બેઠકો ઉપર બે મહિલા ઉમેદવારોને ટિકિટ આપવાની છે. બીજુ કે તેઓ કોઈ વિવાદમાં આવ્યા ન હોવાથી તેઓને રિપીટ કરવામાં આવ્યા છે. અન્ય એક કારણ એ પણ છે કે, સ્થાનિક અગ્રણીઓ અને કાર્યકરોએ ટિકિટ ન આપવા માટે પ્રદેશ કક્ષા સુધી રજૂઆતો કરી હતી. પરંતુ, તેઓની વાત દિલ્હી સુધી ન પહોંચતા રિપીટ કરાયા હોવાનું કહેવાય છે.

પૂર્વ સાંસદ બાળકૃષ્ણ શુક્લને રાવપુરા બેઠક પરથી ટિકિટ મળી.
પૂર્વ સાંસદ બાળકૃષ્ણ શુક્લને રાવપુરા બેઠક પરથી ટિકિટ મળી.

મંત્રીને ભ્રષ્ટાચારના આક્ષેપો નડી ગયા
રાવપુરા વિધાનસભા બેઠક પર મહેસુલ મંત્રી રહી ચૂકેલા રાજેન્દ્ર ત્રિવેદીની ટિકિટ કાપીને માજી સાંસદ બાળુ શુક્લને ટિકીટ આપવામાં આવી છે. બાલકૃષ્ણ સાંસદની ચૂંટણી લડ્યા બાદ સાઇલેન્ટ થઈ ગયા હતા. પરિણામે તેઓ કોઇ વિવાદમાં આવ્યા ન હતા અને તેઓ ચુસ્ત સંઘના હોવાને કારણે તેઓને ટિકિટ આપવામાં આવી છે. રાજેન્દ્ર ત્રિવેદીની ટિકિટ કાપવા પાછળનું કારણે મહેસુલ મંત્રી સમયે તેઓ સામે ભ્રષ્ટાચારના આક્ષેપો થયા હોવાના કારણે તેઓની ટિકિટ કાપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

સીમા મોહિલાના કાર્યકરો આશ્ચર્યમાં મુકાયા
અકોટા વિધાનસભા બેઠકના વર્તમાન ધારાસભ્ય સીમાબહેન મોહિલેની ટિકિટ કાપવામાં આવી છે. સીમાબહેન કોઈ વિવાદમાં ન હોવા છતાં, તેઓની ટિકિટ કાપવામાં આવતા કાર્યકરો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા છે. જોકે, અકોટા બેઠક ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જુના સબંધોના કારણે જ સીમાબહેન મોહિલેને ટિકીટ આપવામાં આવી હતી અને આ વખતે તેમને કાપીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વ. મકરંદ દેસાઈ સાથેના સબંધોને ધ્યાનમાં રાખીને જ સ્વ. મકરંદ દેસાઈના પુત્ર ચૈતન્ય દેસાઇને ટિકિટ આપવામાં આવી હોવાનું કહેવાય છે.

ભાજપના ઉમેદવારોએ ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી.
ભાજપના ઉમેદવારોએ ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી.

મધુ શ્રીવાસ્તવ સામે ભારે વિરોધ હતો
વડોદરા જિલ્લાની પાંચ બેઠકોની વાત કરવામાં આવે તો વાઘોડિયા વિધાનસભા બેઠક ઉપર છેલ્લા 6 ટર્મથી ચૂંટાતા આવેલા મધુ શ્રીવાસ્તવ સામે તાલુકાના મતદારોનો ભારે વિરોધ હોવાના કારણે તેઓની ટિકિટ કાપવામાં આવી છે અને વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિન પટેલને ટિકિટ આપવામાં આવી છે. કહેવાય છે કે, ભાજપામાંથી ગત વિધાનસભા ચૂંટણી સમયે સસ્પેન્ડ કરાયેલા ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ભાજપ સીધેસીધી ટિકિટ આપી શકે તેમ ન હતું. ધર્મેન્દ્રસિંહ વાઘેલા વાઘોડિયા બેઠક ઉપર અપક્ષ ઉમેદવાર તરીકે મજબૂત મનાય છે. કહેવાય છે કે, ભાજપે ધર્મેન્દ્રસિંહ વાઘેલાને જીતાડી લાવવા માટે આડકતરી રીતે હાથ મિલાવી દઈને તાલુકામાં અપરિચીત એવા અશ્વિન પટેલને ટિકિટ આપી હોવાનું કહેવાય છે.

સાવલીમાં ભાજપ પાસે કોઈ ઓપ્શન નહોતો
સાવલી વિધાનસભા બેઠક પર કેતન ઇનામદારને રિપીટ કરવામાં આવ્યા છે. આ વખતે સાવલી બેઠક ઉપર કોંગ્રેસ દ્વારા ભાજપમાંથી કોંગ્રેસમાં આવેલા ક્ષત્રીય સમાજના અગ્રણી કુલદીપસિંહ રાઉલજીને ટિકિટ આપશે તેમ ચોક્કસ મનાય છે. આ ઉમેદવાર સામે ભાજપમાંથી ફાઇટ આપી શકે તેવા એક માત્ર ઉમેદવાર કેતન ઇનામદાર સિવાય બીજો કોઇ ન હોવાથી રિપીટ કરવામાં આવ્યા હોવાનું કહેવાય છે.

સાવલી બેઠકના ભાજપના ઉમેદવાર કેતન ઇનામદાર.
સાવલી બેઠકના ભાજપના ઉમેદવાર કેતન ઇનામદાર.

ડભોઈમાં શૈલેષ સોટ્ટા કેમ રિપીટ થયા?
ડભોઈ બેઠક ઉપર શૈલેષ મહેતા (સોટ્ટા)ને રિપીટ કરવામાં આવ્યા છે. ગત ચૂંટણીમાં શૈલેષ મહેતા વડોદરા છોડીને ડભોઇ ચૂંટણી લડવા ગયા હતા અને કોંગ્રેસના દિગ્ગજ નેતા સિદ્ધાર્થ પટેલને હરાવ્યા હતા. આ ઉપરાંત તેઓએ 5 વર્ષમાં અનેક વિકાસલક્ષી કામો પણ કર્યાં છે. બીજુ કે, આ વખતે ભાજપ છોડી કોંગ્રેસમાં આવેલા ભાજપના માજી ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલ (ઢોલાર)ને કોંગ્રેસ દ્વારા ટિકિટ આપવાનું નક્કી મનાતું હોવાથી શૈલેષ મહેતાને રિપીટ કરવામાં આવ્યા હોવાનું કહેવાય છે.

પક્ષ પલ્ટો કરીને આવનાર અક્ષય પટેલને ઇનામ મળ્યું
કરજણ બેઠક ઉપર અક્ષય પટેલને રિપીટ કરવામાં આવ્યા છે. તેઓને રિપીટ કરવા પાછળનું કારણ એ છે કે, અક્ષય પટેલ અઢીવર્ષ પહેલાં કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં આવ્યા હતા. અને તે બાદ યોજાયેલી પેટા ચૂંટણીમાં તેઓ ભાજપની સીટ ઉપરથી ચૂંટાઇને આવ્યા હતા. જેથી તેઓને રિપીટ કરવામાં આવ્યા હોવાનું કહેવાય છે.

કરજણ બેઠકના ભાજપના ઉમેદવાર અક્ષય પટેલ.
કરજણ બેઠકના ભાજપના ઉમેદવાર અક્ષય પટેલ.

પાદરામાં કોંગ્રેસના ક્ષત્રિય સામે ભાજપે ક્ષત્રિય ઉમેદવાર ઉતાર્યો
પાદરા બેઠકમાં પાદરા નગરપાલિકાના પ્રમુખ ચૈતન્યસિંહ ઝાલાને ટિકિટ આપવામાં આવી છે. કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય જસપાલસિંહ ઠાકોર (પઢીયાર) ક્ષત્રિય હોવાથી ભાજપ દ્વારા આ વખતે ક્ષત્રિય ઉમેદવાર તરીકે પાદરા નગરપાલિકાના પ્રમુખ ચૈતન્યસિંહ ઝાલાને ટિકીટ આપવામાં આવી છે. જે નવો ચહેરો છે.

દિગ્ગજ નેતાના પુત્રને ટિકિટ આપી
છોટાઉદેપુર જિલ્લાની 3 બેઠકો પૈકી છોટાઉદેપુર બેઠક પર બે દિવસ પહેલાં કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા કોંગ્રેસના દિગ્ગજ નેતા મોહનસિંહ રાઠવાની જગ્યાએ તેમના પુત્ર રાજેન્દ્ર રાઠવાને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે સંખેડા બેઠક ઉપર અભેસિંહ રાઠવાને રિપીટ કરવામાં આવ્યા છે. જેતપુર પાવી બેઠક ઉપર ઉમેદવાર જાહેર કરવાનો બાકી છે. આદિવાસી વિસ્તારોમાં ભાજપ સામે રોષ હોવાના કારણે ભાજપ દ્વારા કોંગ્રેસના દિગ્ગજ નેતાના પુત્રને ટિકિટ આપવાની ફરજ પડી છે અને સંખેડા બેઠક રિપીટ કરવાની ફરજ પડી છે.

છોટાઉદેપુર બેઠકના ભાજપના ઉમેદવાર રાજેન્દ્રસિંહ રાઠવા.
છોટાઉદેપુર બેઠકના ભાજપના ઉમેદવાર રાજેન્દ્રસિંહ રાઠવા.

પંચમહાલમાં કેમ રિપીટ થિયરી?
પંચમહાલ જિલ્લાની પાંચ બેઠકોમાં કલોલ બેઠકના ધારાસભ્ય સુમનબહેન ચૌહાણની ટિકિટ કાપીને ફતેસિંહ ચૌહાણને ટિકીટ આપવામાં આવી છે. સુમનબહેન ચૌહાણ પ્રભાતસિંહ ચૌહાણના પુત્રવધૂ હોવાના કારણે તેઓની ટિકિટ કાપવામાં આવી હોવાનું કહેવાય છે. ગોધરામાં સી.કે. રાઉલજી, શહેરા બેઠક ઉપર જેઠા ભરવાડ, મોરવા હડફ ઉપર મંત્રી નિમીષાબહેન સુથાર અને હાલોલ બેઠક ઉપર જયદ્રથસિંહ પરમારને રિપીટ કરવામાં આવ્યા છે. આ ધારાસભ્યો સામે વિવાદ ન હોવાના રિપીટ કરવામાં આવ્યા છે.

મોરવા હડફમાં મંત્રીને રિપીટ કરાયા
મહીસાગર જિલ્લામાં લુણાવાડા જીગ્નેશ સેવક, બાલાશિનોર માનસિંહ ચૌહાણ અને સંતરામપુર બેઠક ઉપર મંત્રી કુબેર ડીંડોળને રિપીટ કરવામાં આવ્યા છે. રિપીટ કરવાનું કારણ તેઓ કોઇ વિવાદમાં ન હોવાના કારણે રિપીટ કરવામાં આવ્યા હોવાનું કહેવાય છે. લુણાવાડા વિધાનસભા બેઠકમાં બ્રાહ્મણોના મતો નોંધપાત્ર છે અને તેઓના કાર્યકાળ દરમિયાન કોઇ વિવાદમાં આવ્યા ન હોવાથી રિપીટ કરવામાં આવ્યા છે. મોરવા હડફ બેઠક ઉપર મંત્રી નિમીષાબહેન સુથારને પણ રિપીટ કરવામાં આવ્યા છે. તેઓ પણ કોઇ વિવાદ ન હોવાના કારણે રિપીટ કરવામાં આવ્યા છે.

દાહોદની બેઠકો પર ઉમેદવારો રિપીટ
દાહોદ જિલ્લામાં ઝાલોદ અને ગરબાડા બેઠક ઉપર ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા નથી. પરંતુ, ફતેપુરા બેઠક ઉપર રમેશ કટારા, લીમખેડા બેઠક ઉપર શૈલેષ ભાભોર, દાહોદ બેઠક ઉપર કનૈયાલાલ કિસોરી અને દેવગઢ બારીયા બેઠક ઉપર બચુ ખાબડને રિપીટ કરવામાં આવ્યા છે. રિપીટ કરવાનું પાછળ તેઓ કોઇ વિવાદમાં આવ્યા ન હોવાથી રિપીટ કરવામાં આવ્યા હોવાનું કહેવાય છે. આ વખતે ભાજપ કોઇ જોખમ લેવા માંગતી ન હોવાથી રિપીટ કરવામાં આવ્યા છે.

જંબુસર બેઠકના ભાજપના ઉમેદવાર ડી.કે.સ્વામી.
જંબુસર બેઠકના ભાજપના ઉમેદવાર ડી.કે.સ્વામી.

જંબુસરમાં નવા ચહેરાને તક મળી
ભરૂચ જિલ્લાની તમામ પાંચ બેઠકોમાં જંબુસર બેઠક ઉપર ડી.કે. સ્વામીને ટિકીટ આપવામાં આવી છે. જે નવો ચહેરો છે. વાગરામાં અરૂણસિંહ રાણા, અંકલેશ્વરમાં પૂર્વ મંત્રી ઇશ્વર પટેલને રિપીટ કરવામાં આવ્યા છે. જ્યારે ભરૂચમાં કશ્યપ પટેલને કાપીને પૂર્વ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીને ટિકીટ આપવામાં આવી છે. જ્યારે ઝઘડીયા બેઠક ઉપર દિપેશ વસાવાને ટિકીટ આપવામાં આવી છે. જે નવો ચહેરો છે. ભરૂચ બેઠક ઉપર કશ્યપ પટેલ સામે કાર્યકરોમાં ભારે રોષ હોવાના કારણે ભાજપા દ્વારા તેઓની ટિકીટ આપવામાં આવી હોવાનું કહેવાય છે.

પૂર્વ સાંસદની પુત્રની ટિકિટ મળી
નર્મદા જિલ્લાની બે બેઠકોમાં નાંદોદ બેઠક ઉપર ડો. દર્શના વસાવાને ટિકીટ આપવામાં આવી છે. ડો. દર્શના વસાવા પૂર્વ સાંસદ ચંદુ દેશમુખના દીકરી છે. જ્યારે ડેડીયાપાડાની બેઠક ઉપર ઉમેદવારની જાહેરાત બાકી છે.

અન્ય સમાચારો પણ છે...