અભિયાન:દિવાળીમાં પણ ઝુંબેશ જારી 2 દિવસમાં 70 ઢોર પકડાયાં

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અભિયાન પાલિકાએ ગત માસે 1065 ઢોર પકડ્યાં હતાં
  • 1 માસમાં​​​​​​​ 778 ઢોર 4 પાંજરાપોળમાં ખસેડાયાં

શહેરના માર્ગો પરથી ઢોર પકડવાની ઝુંબેશ દિવાળીના તહેવારોમાં પણ ચાલુ રાખવામાં આવી છે અને છેલ્લા બે દિવસમાં 70 ઢોર પકડાયાં છે. પાલિકા દ્વારા રોડ પરથી ઢોર પકડવાની ખાસ ઝુંબેશ શરૂ કરાઈ છે. 4 ઓક્ટોબરથી 24 કલાક માટે ઝુંબેશ શરૂ કરાઈ હતી અને 1 અઠવાડિયાથી 9 ટીમ મેદાનમાં ઉતારાઈ છે. ઓક્ટોબરમાં ઢોર પાર્ટીએ 1065 ઢોર પકડ્યાં હતાં અને 1 જ દિવસમાં સૌથી વધુ 79 ઢોર 27 ઓક્ટોબરે પકડાયાં હતાં.

ઓક્ટોબર મહિનામાં 1065 પૈકી 65 ઢોર દંડ લઈ છોડી દેવાયાં હતાં અને 2.41 લાખ દંડ વસૂલાયો હતો. ગત મહિને 37 પોલીસ ફરિયાદ કરાઈ હતી. જ્યારે એક મહિનામાં 778 ઢોરને 4 પાંજરાપોળમાં ખસેડાયાં છે અને તેમાં સૌથી વધુ 534 ઢોર કરજણ પાંજરાપોળમાં મૂકાયાં છે. દિવાળીના પર્વમાં પણ પાલિકાએ ઢોરમુક્ત રોડ કરવાની કવાયત ઉપાડી છે અને 1 નવેમ્બરે 46 અને 2 નવેમ્બરે બપોર સુધીમાં 24 ઢોર પકડીને ઢોર ડબ્બે પૂર્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...