તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રીયાલિટી ચેક:સરકાર ભલે બોલે, શબ જુઠ્ઠું બોલતાં નથી, વડોદરાના 9 સ્મશાનોમાં 24 કલાકમાં 53 મૃતદેહોની કોરોના પ્રોટોકોલથી અંતિમવિધિ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ખાસવાડીમાં પડેલો PPE કિટનો ઢગલો જ બતાવે છે કે અહીં મોટી સંખ્યામાં મૃતદેહોની અંતિમવિધિ થઇ હશે - Divya Bhaskar
ખાસવાડીમાં પડેલો PPE કિટનો ઢગલો જ બતાવે છે કે અહીં મોટી સંખ્યામાં મૃતદેહોની અંતિમવિધિ થઇ હશે
  • વડોદરામાં પોઝિટિવ કેસ સાથે મૃત્યુઆંક વધી રહ્યો છે
  • ડેથ ઓડિટની આડમાં સરકારે શુક્રવારે કોરોનાથી એક જ મોત જાહેર કર્યું
  • ભાસ્કરે 9 સ્મશાનોમાં રિયાલિટી ચેક કરતાં મળેલો અહેવાલ અત્રે પ્રસ્તુત છે

બીજા વેવમાં કોરોના કાળમુખો બની રહ્યો છે. શહેરમાં સારવાર દરમિયાન દરરોજ પોઝિટિવ કેસનો આંક સતત વધી રહ્યો છે, બીજી તરફ કોરોનાની સારવાર દરમિયાન ગંભીર બનતા સંખ્યાબંધ લોકો મોતના ખપ્પરમાં હોમાઇ રહ્યાં છે પણ ડેથ ઓડિટની આડમાં સરકારી તંત્ર કોરોનામાં સત્તાવાર મોત 2-3 દિવસે એક જાહેર કરે છે. સરકાર ભલે બોલે, શબ જુઠ્ઠુ નથી બોલતા. ટીમ ભાસ્કરે 9 સ્મશાનની મુલાકાત લઇને કરી તો જાણવા મળ્યું કે, ગુરુવારે રાતના 8 વાગ્યાથી શુક્રવારના રાતના 8 વાગ્યા સુધીમાં કુલ 53 મૃતદેહોના અંતિમ સંસ્કાર કોરોના પ્રોટોકોલથી કરાયા હતા. જ્યારે તંત્રે શુક્રવારે કોરોનાથી સત્તાવાર એક જ મોત થયાનું નોંધ્યું હતું.

ભરબપોરે ત્રણ મૃતદેહોની અંતિમવિધિ ચાલતી હતી

તરસાલી સ્મશાનમાં 11 મૃતદેહ.
તરસાલી સ્મશાનમાં 11 મૃતદેહ.

સ્મશાનના રેકર્ડ પ્રમાણે 30મી તારીખથી આજદિન સુધી 26 મૃતદેહની કોરોના પ્રોટોકોલ પ્રમાણે અંતિમવિધિ કરાઈ હતી. ગુરૂવારે રાતે 8 થી શુક્રવારે રાતે 8 સુધીમાં પીપીઈ કિટમાં 11 મૃતદેહ લાવી તેની અંતિમવિધિ કરવામાં આવી હતી. બપોરે 3થી 4 વાગ્યાના સુમારે એક પછી એક ત્રણ મૃતદેહ આવતાં ત્રણેયની અંતિમક્રિયા કરાઈ હતી. અહીં કોરોનાના મૃતદેહોની રોજ-બરોજ સંખ્યા વધતાં અંતિમસંસ્કાર કરવા સામે રહીશોમાં છુપો અસંતોષ વ્યાપી રહ્યો છે.

નિઝામપુરા સ્મશાનમાં 4 મૃતદેહ:ભારે શરીરવાળાને લાકડાં પર અંતિમ વિધિ કરવા સ્મશાન કર્મીઓનો આગ્રહ
રોજના સરેરાશ 4 મૃતદેહોનો કોવિડ પ્રોટોકોલથી નિકાલ થઇ રહ્યો છે. જોકે સ્મશાનની ગેસ ચિતા ભારેખમ શરીર ધરાવતા મૃતદેહો માટે યોગ્ય રીતે કામ ન કરતા અહીં લાકડા પર જ હેવી કોરોના બોડીનો નિકાલ થાય તે માટેનો આગ્રહ સ્મશાનમાં કામ કરતા કર્મચારીઓ રાખે છે.

મકરપુરા સ્મશાનમાં આજથી શરૂ:ભારણ વધતાં આજથી કોિવડ પ્રોટોકોલ મુજબ અહીં અંતિમવિધિ કરાશે
મકરપુરા સ્મશાનમાં કોન્ટ્રાકટ પર બે વ્યક્તિઓને રાખવામાં આવ્યા છે. શુક્રવારે સવારે આ માટેની તૈયારી કરવામાં આવી હતી. જોકે રાત સુધી કોરોના પ્રોટોકોલ મુજબ અંતિમવિધિ કરવામાં આવી નહી હોવાનું જાણવા મળ્યું છે.

સ્મશાનને તાળાબંધી કરી કબ્રસ્તાનમાં પણ કોરોના મૃતદેહોની દફનવિધિ સામે વિરોધ

ઉંડેરામાં 1 મૃતદેહ
ઉંડેરામાં 1 મૃતદેહ

ઉંડેરાના સ્મશાનગૃહમાં એક કોરોના મૃતકના કોવિડ પ્રોટોકોલ મુજબ અંતિમ સંસ્કાર કરાયા બાદ બીજો મૃતદેહ લાઇનમાં જ હતો પણ ગામવાસીઓએ ગુરુવારે રાત્રે જ હોબાળો કરતા તેને અન્યત્ર સ્મશાનમાં લઇ જવો પડ્યો. શુક્રવારે સવારે 4 વાગ્યા સુધી ગ્રામવાસીઓ સ્મશાન સામે જ બેસી રહ્યાં હતા. બપોરે યુવાનોએ તાળુ લાવીને સ્મશાનને માર્યુ. યુવાનોએ કહ્યું અમે હિંદુ-મુસ્લિમ યુવાન એક સાથે સ્મશાનમાં જ નહીં કબ્રસ્તાનમાં પણ કોઇ કોરોના મૃતદેહની દફનવિધિ નહીં કરવા દઇએ.

રોજ રાતે તો મૃતદેહોની લાઈન લાગે છે હવે દિવસે પણ એમ્બ્યુલન્સને એક કલાક વેઈટિંગ કરવું પડ્યું

ખાસવાડી / 24 મૃતદેહ
ખાસવાડી / 24 મૃતદેહ

​​​​​​​શુક્રવારે ખાસવાડી સ્મશાનમાં 24 મૃતદેહોની કોરોનાના પ્રોટોકોલ પ્રમાણે અંતિમવિધિ કરાઇ હતી. અહીં રોજ રાતે તો લાઈન લાગે છે પણ શુક્રવારે સ્મશાનમાં મૃતદેહ લઈને આવેલી એમ્બ્યુલન્સને પણ કલાક સુધી રાહ જોવી પડી હતી. સાૈથી વધુ કોરોના મૃતદેહોની અંતિમવિધિ થતાં ખાસવાડી પર ભારણ વધ્યું છે. છેલ્લા 4 દિવસમાં એટલે કે 30 તારીખથી અત્યાર સુધીમાં 117 મૃતદેહનો કોરોના પ્રોટોકોલ પ્રમાણે અંતિમવિધિ કરવામાં આવી છે. 30મીએ 35 મૃતદેહનો નિકાલ કરવામાં આવ્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો