મોદીના ચાહકે તો કહી દીધું:'પેટ્રોલ 150 રૂપિયા થાય તો પણ ચલાવી લઈશું, સિંહના ખર્ચા મોંઘા જ હોય, સિંહને વેચીને ગધેડા ના પળાય'

વડોદરા4 દિવસ પહેલા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપના પ્રચાર માટે વડોદરા પહોંચ્યા છે, ત્યારે મોદીનાં માતા હીરાબા સાથેનું ચિત્ર અને ફોટો ભેટ આપવા તેમના ચાહક કે. ડી. પટેલ વડોદરાના ​​​​​​નવલખી મેદાનમાં પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, પેટ્રોલ 150 રૂપિયા થાય તો પણ અમે ચલાવી લઈશું. સિંહના ખર્ચા મોંઘા જ હોય. સિંહને વેચીને ગધેડા ના પળાય.

ગુજરાતની જનતા જડબાતોડ જવાબ આપશે
વડોદરાના માંજલપુર વિસ્તારમાં રહેતા મોદીના ફેન કે ડી પટેલે જણાવ્યું હતું કે, હું મોદીને ફોટો ગિફ્ટ આપવા માટે આવ્યો છું. મને એમ થાય છે કે, મારો ફોટો મોદી પાસે પહોંચે તો સારું. અમને તો ખબર જ છે કે ભાજપ જ જીતવાનો છે. મોદી સરકાર છે, ત્યાં સુધી મોદી જ જીતવાના છે. આજે લગ્ન જેવો ઉત્સાહ લાગે છે. મોદીનું ભાષણ સાંભળીને અમને ખૂબ આનંદ થાય છે. બહારના લોકો જે ફ્રીમાં વસ્તુ આપવાની વાત કરે છે, તેમને ગુજરાતની જનતા જડબાતોડ જવાબ આપવા તૈયાર છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને માતા હીરાબા સાથેનું ચિત્ર અને ફોટો ભેટ આપવા તેમના એક ચાહક નવલખી મેદાનમાં આવ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને માતા હીરાબા સાથેનું ચિત્ર અને ફોટો ભેટ આપવા તેમના એક ચાહક નવલખી મેદાનમાં આવ્યા હતા.

સિંહના ખર્ચા મોંઘા હોય, સિંહને વેચીને ગધેડા ન પળાય
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, આ દિલ્હી કે પંજાબ નથી કે, ફ્રીની લાલચમાં પડશે. અમને પણ ખબર છે અને આખા દેશે જોયું છે કે, આખા પંજાબમાં અને દિલ્હીમાં શું હાલત થઈ છે અને એ હાલત અમારે ગુજરાતમાં નથી કરવાની. જ્યાં સુધી નરેન્દ્ર મોદી છે, ત્યાં સુધી ગુજરાતની અંદર કોઈને મેળ પડશે નહીં અને મોંઘવારી તો અમને 150 રૂપિયા પેટ્રોલ થશે તો પણ અમને પોષાશે કારણ કે, સિંહના ખર્ચા મોંઘા હોય છે, તો સિંહને વેચીને ગધેડા ન પળાય. એ તો સિંહ છે. ગુજરાત અને ભારતનું દેશ-વિદેશમાં નામ રોશન કર્યું છે.

મોદીએ વડોદરામાં સભા સંબોધી હતી.
મોદીએ વડોદરામાં સભા સંબોધી હતી.
મોટી સંખ્યામાં લોકો મોદીની સભામાં પહોંચ્યા.
મોટી સંખ્યામાં લોકો મોદીની સભામાં પહોંચ્યા.

હવે મોદી બોલે છે અને વિશ્વ સાંભળે છે
તેમણે ઉમેર્યું હતું કે, મોદીજીના નેતૃત્વમાં ભારત મહાસત્તા બનવાની તૈયારી થઈ રહી છે, ત્યારે ભારતીયઓએ તેમને સપોર્ટ આપવાની જરૂર છે, તો જ ભારત મહાસત્તા બનશે. ઇગ્લેન્ડ અને અમેરિકા સહિત વિશ્વમાં મંદી ચાલી રહી છે. મોટા મોટા દેશ પાણીમાં બેસી ગયા છે, પણ નામ અત્યારે મોદીનું બોલાય છે. પહેલાં વિશ્વ બોલતું હતું અને ભારત સાંભળતું હતું અને હવે મોદી બોલે છે અને વિશ્વ સાંભળે છે. એટલો ફરક પડ્યો છે.

મોદીએ નવલખી મેદાનમાં સભા સંબોધી હતી. જેમાં ભાજપના કાર્યકરો અને લોકો જોડાયા હતા.
મોદીએ નવલખી મેદાનમાં સભા સંબોધી હતી. જેમાં ભાજપના કાર્યકરો અને લોકો જોડાયા હતા.

વડોદરાના નવલખી મેદાનમાં મોટી સંખ્યામાં જનમેદની ઊમટી પડી છે. વડોદરાના નવલખી મેદાન ખાતે વડાપ્રધાન મોદીએ શહેર-જિલ્લાની 10 બેઠકોના ઉમેદવારોને વોટ આપવાની અપીલ કરી હતી. તેઓ હેલિકોપ્ટર મારફતે નવલખી મેદાનમાં બનાવેલા હેલિપેડ પર ઊતરી સભાસ્થળે પહોંચ્યા હતા અને સભા સંબોધ્યા બાદ ભાવનગર જવા રવાના થઈ ગયા હતા.

નવલખી મેદાનમાં પહોંચેલા મોદી.
નવલખી મેદાનમાં પહોંચેલા મોદી.
અન્ય સમાચારો પણ છે...