તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છેતરપિંડી:વડોદરામાં ખાનગી કંપનીના મેનેજરે 33.59 લાખ રૂપિયા ચુકવ્યા બાદ પણ 3 બિલ્ડરોએ દુકાનનો વેચાણ દસ્તાવેજ ન કરી આપ્યો

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પોલીસે 3 બિલ્ડરો વિરૂદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

વડોદરામાં કપુરાઇ ચોકડી નજીક વાલમ હબમાં દુકાનના રૂપિયા 33.59 લાખ પડાવી દુકાનનો વેચાણ દસ્તાવેજ ન કરી આપી ઝરના ડેવલોપર્સના બિલ્ડરો દ્વારા છેતરપિંડી આચરવાની ફરિયાદ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. ફરિયાદના આધારે પોલીસે ત્રણ બિલ્ડર વિરૂદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

33.59 લાખ રૂપિયા ચુકવ્યા હોવા છતાં દુકાનનો વેચાણ દસ્તાવેજ ન કરાવ્યો
મૂળ બિહારના રહેવાસી અને હાલ વડોદરા નજીક વાઘોડિયા રોડ પર આવેલા ખટંબા ગામે રહેતા અંબરીશ પ્રમોદકુમાર મિશ્રા ખાનગી કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે. કપુરાઇ ચોકડીથી વાઘોડિયા ચોકડીની વચ્ચે આવેલી વાલમ હબમાં તમને દુકાન ખરીદી હતી અને આ સાઇટ અને ઝરના ડેવલોપર્સના માલિક હરેશ કરસનભાઇ પ્રજાપતિ અને રાકેશભાઇ કરસનભાઇ પ્રજાપતિ(બંને રહે, વરિયા સોસાયટી, ન્યુ સમા રોડ, વડોદરા) તેમજ હિંમતભાઇ કાળુભાઇ સારોલીયા(રહે, દિપક સોસાયટી, ન્યુ સમા રોડ, વડોદરા)ને દુકાનના વેચાણ દસ્તાવેજ રજીસ્ટરના 33,59,600 રૂપિયા અને 5,900 ચુકવ્યા હોવા છતાં દુકાનનો વેચાણ દસ્તાવેજ રજિસ્ટર કરાવી આપ્યું ન હતું.

છેતરપિંડી:બ્યૂટી પાર્લર સંચાલિકાને ઇનામની લાલચ આપી રૂા.99,950 પડાવ્યા, કોસ્મેટીક ખરીદી એટલે 8.20 લાખ કે કાર મળશે કહી ફસાવી
છેતરપિંડી:સંસ્કારનગર કેસમાં ઠગાઈનો આંકડો સવા બે કરોડે પહોંચ્યો, 12 ખેડૂતની 67 એકર જમીનના ભાવ અંગે પણ બિલ્ડર સાથે વિવાદ
છેતરપિંડી:વડોદરાના બિલ્ડરના 20 લાખ અમદાવાદના 5 કિન્નરે પડાવ્યા, પાલનપુરમાં બંગલાનું કામ કરાવી રૂા. 63.74 લાખ ન ચૂકવ્યા

પાણીગેટ પોલીસ સ્ટેશનમા બિલ્ડરો સામે ફરિયાદ નોંધાવી
ખટંબા ગામે રહેતા અંબરીશ પ્રમોદકુમાર મિશ્રાએ પાણીગેટ પોલીસ સ્ટેશનમા બિલ્ડરો સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ત્રણ બિલ્ડર વિરુદ્ધ છેતરપિંડીની કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અગાઉ એક બિલ્ડરે મકાનનો બાનાખત રદ્દ કરી અન્યને વેચી દીધું હતું
આ પહેલા વડોદરાના આજવા રોડ પર સૃષ્ટિ ડુપ્લેક્ષની સાઇટામાં મકાન બુક કરાવ્યા બાદ સિદ્ધપુરના પ્રોફેસરે રોકડ અને બેન્કની લોન મળીને 38.20 લાખ ભર્યા પછી ચાર બિલ્ડરોએ યુવકે કરાવેલું રજીસ્ટર બાનાખત એક તરફી રદ કરી અન્ય વ્યક્તિને વેચાણ દસ્તાવેજ કરી આપી મકાન મોર્ગેજ કરાવી 34.90 લાખની લોન લઇ પ્રોફેસર સાથે છેતરપિંડી કરી હતી. પ્રોફેસરે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

વધુ વાંચો