તપાસ ઠેરની ઠેર:વેક્સિન ગેંગ રેપમાં 18 દિવસ પછી પણ રેલવે પોલીસના અંધારામાં ફાંફાં

વડોદરા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • તે મારો પીછો કરે છે તેવો પીડિતાનો મેસેજ કોઇ પરિચિત જ હોવાની શંકા

નવસારીની વિદ્યાર્થિની પર વડોદરાના વેક્સિન ઇન્સ્ટિટ્યૂટ ગ્રાઉન્ડમાં ગેંગરેપ બાદ વલસાડમાં ગુજરાત ક્વીનમાં કરેલા આપઘાતની ઘટનાના 14 દિવસ બાદ રેલવે પોલીસમાં 2 નરાધમો સામે પીડિતાને આત્મહત્યાની દુષ્પ્રેરણા અને દુષ્કર્મનો ગુનો નોંધવાની પ્રક્રિયા બુધવારે મોડી રાત સુધી ચાલુ કરી હતી. પોસ્ટમોર્ટમના પ્રાથમિક રિપોર્ટમાં પીડિતાના આંતરિક ભાગોમાં ઇજાનાં નિશાન હોવાનું જણાવાયું હતું. આમ છતાં 18 દિવસ પછી પણ પોલીસ હજુ અંધારામાં ફાંફાં મારી રહી છે. પોલીસને કોઇ જ નક્કર કડી મળતી નથી.

બીજી તરફ ગેંગરેપની ઘટનામાં પરિચિતોની ભૂમિકા હોવાનું બહાર આવ્યું છે. જેથી પોલીસે મેદાનની આસપાસ સાઇકલની દુકાન ધરાવતા વેપારીઓ સહિતના લોકોની પૂછપરછ કરી હતી. પોલીસની ટીમે ઓએસિસની અન્ય સ્થળે આવેલી ઓફિસમાં પહોંચી પૂછપરછ કરી દસ્તાવેજો કબજે કર્યા હતા.

કેટલાક સવાલો જે જવાબ માગે છે

  • પોલીસ હજુ પણ મર્ડરની થીયરી પર તપાસ કરી રહી નથી. યુવતીના મેસેજવાળો સ્ક્રીન શોટ ફરતો થયો છે ત્યારે પણ પોલીસ આંખ આડા કાન કરી રહી છે.
  • તે મારો પીછો કરી રહ્યો છે, તેવો મેસેજ યુવતીએ સંજીવ શાહને કર્યો હતો તો શું પીડિતા કે સંસ્થાનો કોઇ સભ્ય તે વ્યક્તિને ઓળખતો હતો?
  • સંજીવ શાહે જ્યારે 24 કલાક પછી મેસેજ જોયો ત્યારે પીડિતાને માત્ર મેસેજ જ કેમ કર્યો અને ફોન પર રિપ્લાય કેમ ન કર્યો?
  • આત્મહત્યા માટે પીડિતાએ વલસાડ કેમ પસંદ કર્યું અને કોચમાં આત્મહત્યા થઇ શકે તેવા સવાલ ઊભા થયા છે. કારણ કે પીડિતાના પગ નીચે અડકેલા હતા.
  • પીડિતા ઘરેથી મરોલી જવાનું કહીને સુરત કેમ ગઇ અને તેના મેસેજમાં તે મહારાષ્ટ્ર તરફ જઇ રહી હોવાનો ઉલ્લેખ છે તો તે ગુજરાત ક્વીનમાં વલસાડ તરફ કેમ ગઇ?
  • પીડિતાની સાઇકલને ટક્કર મારી બાંધી દઇ 200થી 300 મીટર દૂર લઇ જઇ દુષ્કર્મ કરાયું હતું. એવું કેવી રીતે બની શકે કે તેની જાણ તે જ વખતે કોઇને ન થઇ.
  • પીડિતાની સાયકલ અને રિક્ષા હજુ પણ પોલીસને મળી શકી નથી. રિક્ષા મળી જાય તો ઝડપથી કેસ ઉકેલાઇ શકે છે. રિક્ષામાં કોણ બેઠું હતું તે ખાસ સવાલનો મુદ્દો છે.
  • આ તમામ મુદ્દા પર પોલીસને અવારનવાર પુછાયું હતું, પણ પોલીસ તપાસ ચાલુ જ છે તેવું ગાણું ગાયા કરે છે.
અન્ય સમાચારો પણ છે...