• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Even After 1 Year, The Municipality Has Not Paid The Salary Of 13.33 Lakhs To The Workers Who Cremated The People Who Died In Corona.

ભાસ્કર વિશેષ:કોરોનામાં મૃત્યુ પામનાર લોકોને અગ્નિદાહ આપનાર કર્મીઓને 1 વર્ષ થવા છતાં 13.33 લાખનો પગાર પાલિકાએ નથી ચૂકવ્યો

વડોદરા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 5 સ્મશાનોમાં 8 ગેસ ચિતામાં કામ કરનારને મહિને રૂપિયા 6 હજારનો પગાર ચૂકવાય છે

કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા ધીમી ગતિની કામગીરી તેમજ નિયમ અનુસાર કામ કરવામાં શિથિલતાને પગલે શહેરની ગેસ ચિતાઓમાં અગ્નિસંસ્કાર કરનાર ખાનગી સંસ્થાના કર્મચારીઓને પગારના રૂા.13.33 લાખ એક વર્ષ થવા છતાં ચૂકવી શકાયા નથી. આરોગ્ય વિભાગ દ્વારા એક વર્ષ અગાઉ ગેસ ચિતા સંભાળનાર સંસ્થાનો ઇજારો પૂરો થવા છતાં ઈજારો કર્યો નહોતો.

જે કામગીરી બાકી રહી જતાં એક વર્ષ દરમિયાન 5 સ્મશાનોમાં અંદાજે 8 ઉપરાંત ગેસ ચિતાઓમાં અગ્નિસંસ્કારની કામગીરી કરનાર કર્મચારીઓના માસિક રૂા.6 હજાર લેખે વેતનના પૈસા કોન્ટ્રાક્ટરને ચૂકવાયા નથી. સપ્ટેમ્બર-2021માં રજૂ કરાયેલા બિલ અંગે ઓડિટ વિભાગે વાંધો ઉઠાવતાં આખરે સ્થાયી સમિતિમાં મંજૂરી લેવાની ફરજ પડી હતી. હવે આરોગ્ય વિભાગને આ રૂપિયા વ્યાજ સાથે ચૂકવવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. સંસ્થા દ્વારા વ્યાજ માટેની માગણી કરવામાં આવશે તેમ જણાય છે.

પગારની ચુકવણી કરવા પાલિકાએ નન્નો ભણ્યો
કોર્પોરેશનની ગેસ ચિતા ટ્રસ્ટ અંતર્ગત ચાલતું બરોડા સેનેટરી વર્ક્સ ચલાવે છે. કોરોનામાં 24 કલાક સ્મશાનો કાર્યરત હતાં ત્યારે રાત્રે ગેસ ચિતા પર અગ્નિસંસ્કારનું કામ કરતા યુવાનોનો પગાર ચૂકવવાની કોર્પોરેશને ના પાડી છે. તેના અંદાજે 5 લાખ જેટલા રૂપિયા થતા હોવાનું જાણવા મળ્યું છે. વડોદરામાં જલારામ સેવા ટ્રસ્ટ દ્વારા ગેસ ચિતા માનવતાના ધોરણે સાંભળવામાં આવે છે.

15 દિવસમાં રકમ ચૂકવી દેવામાં આવશે
ઓડિટ વિભાગ દ્વારા સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી લેવાનો વાંધો રજૂ કરાયો હતો, જે મુજબ સ્ટેન્ડિંગની મંજૂરી મેળવવામાં આવી છે. આગામી 15 દિવસમાં રકમ ચૂકવાઇ જશે. > ડો.દેવેશ પટેલ, મુખ્ય આરોગ્ય અમલદાર

પાલિકા વ્યાજ વસૂલે છે, અમે પણ માગીશું
પાલિકા વિવિધ કરવેરા ઉઘરાવે છે, ન ભરનાર પાસે વ્યાજ વસૂલે છે. અમે કર્મીને પગાર ચૂકવ્યો છે. અમારે લેવાનો બાકી છે. એક વર્ષે પૈસા ચૂકવ્યા નથી, અમે વ્યાજ માગીશું > નીતિન પટેલ, બરોડા સેનેટરી વર્ક્સ

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...