MS યુનિ.ની બેદરકારીથી વિદ્યાર્થીઓ પરેશાન:પદવીદાનના દોઢ મહિને પણ ડિગ્રી સર્ટિફિકેટ ન મળતાં છાત્ર અટવાયા

વડોદરા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
MS યુનિવર્સિટી- ફાઇલ તસવીર - Divya Bhaskar
MS યુનિવર્સિટી- ફાઇલ તસવીર
  • ડીજી લોકરમાં પણ ડિજિટલ સર્ટિફિકેટ ડાઉનલોડ થતાં નથી

મ.સ.યુનિ.ના કોન્વોકેશનના દોઢ મહિના પછી પણ ડિગ્રી સર્ટિફિકેટ ન મળતાં વિદ્યાર્થીઓ અટવાયા છે. ડીજી લોકરમાં પણ વિદ્યાર્થીઓના ડિજિટલ સર્ટિફિકેટ ડાઉનલોડ થયા નથી. ડિજિટલ સર્ટિફિકેટની પ્રક્રિયા પૂરી થઇ ગઇ છે, પરંતુ વિદ્યાર્થીઓ હજુ તે જોઇ શકતા નથી.

મ.સ.યુનિવર્સિટીના 15 હજાર જેટલા વિદ્યાર્થીઓને ડિગ્રી સર્ટિફેકટ અપાયાં નથી. વિદ્યાર્થીઓને માર્કશીટ પણ એક વર્ષ પછી અપાઈ છે. સર્ટિફિકેટના અભાવે અન્ય કોલેજમાં માસ્ટર્સના અભ્યાસક્રમમાં પ્રવેશ લેવા માટે તકલીફો પડી રહી છે.

ઉપરાંત જે વિદ્યાર્થીઓને અભ્યાસ માટે વિદેશ જવાનું છે તેમને પણ મુશ્કેલી પડી રહી છે. ખાડે ગયેલા પરીક્ષા વિભાગ સામે વિદ્યાર્થીઓની અસંખ્ય ફરિયાદો છતાં પગલાં ભરાતાં નથી. પ્રોવિઝનલ માર્કશીટથી પ્રવેશ લેવો પડતો હોય છે અને જે જગ્યાએ પ્રવેશ મળી ગયો હોય તે કોલજ તેમની પાસેથી ઓરિજિનલ સર્ટિફિકેટ-માર્કશીટ માગે છે, પણ વિદ્યાર્થીઓ જમા કરાવી શકતા નથી. વિદ્યાર્થિની અનુષ્કા જહાએ કહ્યું કે, કોન્વોકેશન પૂરું થયા ને લાંબો સમય વીતી ગયો હોવા છતાં પણ સર્ટિફિકેટની હાર્ડકોપી મળી નથી.

આણંદ કોલેજમાં સર્ટિફિકેટ માગી રહ્યા છે
મેં એમબીએ માટે આણંદ ખાતે પ્રવેશ લીધો છે. જ્યાં હવે ઓરિજિનલ ડિગ્રી સર્ટિફિકેટ મગાઈ રહ્યું છે. ઘણો સમય વીતી ગયો હોવા છતાં પણ સર્ટિફિકેટ મળ્યું નથી.- મેઘા શર્મા, વિદ્યાર્થિની

અન્ય સમાચારો પણ છે...