વિદ્યાર્થીઓની કફોડી હાલત:એમ.એસ.યુનિવર્સિટીમાં શહેર બહારના 3 હજાર છાત્રો પણ હોસ્ટેલમાં જગ્યા 1400ને જ મળશે

વડોદરા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • MSUની બોયઝ-ગર્લ્સ હોસ્ટેલમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓની કફોડી હાલત
  • હોસ્ટેલમાં પ્રવેશ માટે ફેકલ્ટી સ્તરે કોઇ પ્રકારની પોલિસી નક્કી કરવામાં આવી નથી

એમ.એસ.યુનિવર્સિટી હોસ્ટેલમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓને પરેશાનીનો સમાનો કરી રહ્યા છે. કોમર્સમાં સંખ્યા વધારે હોવા છતાં માત્ર 250 બેઠકો, આર્ટસમાં પણ 241 બેઠકો ફાળવવામાં આવી છે. હોસ્ટેલમાં પ્રવેશ આપવા માટે કોઇ પોલીસી ફેકલ્ટી સ્તરે નક્કી કરવામાં આવી નથી. જેના કારણે સમસ્યા ઉભી થઇ રહી છે.એમ.એસ.યુની હોસ્ટેલમાં 12 બોયઝ અને 4 ગર્લ્સ હોસ્ટેલ છે. જેમાં 5 હજાર વિદ્યાર્થીઓને સમાવી શકાય તેવી ક્ષમતા છે. 5 હજાર બેઠકમાંથી 3600 વિદ્યાર્થીઓએ તેમના હોસ્ટેલ એડમીશન રીન્યુ કરાવ્યા છે.

જેથી બાકી બચેલી 1400 બેઠકોને 14 ફેકલ્ટી વચ્ચે ફાળવામાં આવનાર છે. જેમાં સૌથી મોટી ફેકલ્ટીઓ કોમર્સમાં 250, આર્ટસમાં 241, સાયન્સમાં 260, ટેકનોલોજીમાં 380 બેઠકો ફાળવવામાં આવી છે. ચાર ફેકલ્ટીની મળીને કુલ 1 હજાર બેઠકો ફાળવી દેવામાં આવી છે. અન્ય ફેકલ્ટીઓમાં 500 બેઠકો ફળવાઇ છે. વિદ્યાર્થીઓના સંખ્યાબળની દષ્ટીએ મોટી ગણાતી ફેકલ્ટીઓમાં વિદ્યાર્થીઓને પ્રવેશ માટે સમસ્યા ઉભી થઇ છે.

જેને પગલે ઘણા વિદ્યાર્થીઓને પીજીમાં પ્રવેશ લેવાનો વારો આવ્યો છે. એફવાયમાં સમગ્ર યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓમાંથી 3 હજાર જેટલા વિદ્યાર્થીઓ જે બહાર ગામના હશે તેમણે પ્રવેશ લીધો છે. જેમાંથી 1500 કરતાં વધારે વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં પ્રવેશ મળી શકશે નહિ. આર્ટસ ફેકલ્ટીમાં હોસ્ટેલમાં પ્રવેશ માટે 75 ટકા ગુજરાત બહારના વિદ્યાર્થીઓ અને 25 ટકા ગુજરાતના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. કોમર્સ ફેકલ્ટીમાં પણ વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં પ્રવેશ માટે સમસ્યા ઉભી થઇ છે.

સમરસ હોસ્ટેલના મેરિટ લિસ્ટનું ક્રોસ ચેકિંગ કરાશે
સમરસ હોસ્ટેલમાં અને એમ.એસ.યુનિ.ની હોસ્ટેલમાં પ્રવેશ લીધો હોય તેવા છાત્રો માટે ક્રોસ વેરીફીકેશન થશે. સમરસમાં પ્રવેશ લીધો હશે તો તેવા વિદ્યાર્થીઓને કોઇ પણ એક જગ્યાનો પ્રવેશ છોડવા માટે સમજાવામાં આવશે. જેથી વધારે વિદ્યાર્થીઓનો સમાવેશ કરી શકાય. - વિજય પરમાર, ચીફ વોર્ડન

​​​​​​​પીજી મને પોસાય તેમ નથી, બિહારથી આવી છું
બિહારથી આવી છું. પીજીમાં પોસાય તેમ નથી. ફ્રેન્ડ સાથે રહેતી હતી તે પણ હોસ્ટેલમાં જઇ રહ્યા છે. એપ્લાય કર્યું છે, પ્રવેશ મળ્યો નથી. - મોનિકા કુમારી, વિદ્યાર્થિની

ફોર્મ સબમિટ ના થયું, પોર્ટલ ખૂલવાની રાહ છે
મારું ફોર્મ સબમીટ થઇ શકયું ન્હોતું. માટે પીજીમાં રહું છું. પોર્ટલ ખુલે તેની રાહ જોઉં છું. મારી સાથે ઘણા સાથી મિત્રોને પ્રવેશ મળી શકયો નથી.- પૂજા, વિદ્યાર્થિની

એડમિશન ન મળતાં હાલોલથી અપડાઉન કરું છું
મને હોસ્ટેલમાં હજુ એડમીશન મળ્યું નથી. જેને કારણે હું મારા રીલેટીવ સાથે હાલોલ રહું છું. મૂળ બિહારથી છું. ફેકલ્ટીમાં લેકચર એટેન્ડ કરવા માટે રોજ મારે હાલોલથી અપડાઉન કરવાનો વારો આવી રહ્યો છે, જેમાં સમય બગડી રહ્યો છે.-> તનુ કુમારી, વિદ્યાર્થિની

યુનિ.ની જગ્યામાં સમરસ હોસ્ટેલ બની, લાભ કોઈ નહીં
પોલીટીકનીકે કેમ્પસમાં કરોડો રૂપિયાની જમીન સમરસ ગર્લ્સ હોસ્ટેલ માટે અપાઇ છે. તે જ રીતે સમા બોયઝ હોસ્ટેલની જગ્યા પણ યુનિ.એ જ સરકારને આપેલી છે. બંને હોસ્ટેલમાં બે હજાર વિદ્યાર્થીઓની કેપેસીટી છે. યુનિવર્સિટીએ આપેલી જગ્યામાં બાંધેલી હોસ્ટેલ માટે યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે કોઇ પણ કવોટા ફાળવાવામાં આવ્યો નથી. સરકારમાં રજૂઆતો કરવા હંમેશા તૈયાર રહેતા સેનેટ-સિન્ડિકેટ સભ્યોને વિદ્યાર્થીઓની સમસ્યામાં રસ નથી.

અન્ય સમાચારો પણ છે...