પાંખી હાજરી:CMના કાર્યક્રમ પૂર્વે ભાજપના સ્નેહ મિલનમાં 200 કાર્યકર પણ ન આવ્યા

વડોદરા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
સયાજીગંજ વિધાનસભાના સ્નેહમિલનમાં ખુરશીઓ ખાલી રહી હતી. - Divya Bhaskar
સયાજીગંજ વિધાનસભાના સ્નેહમિલનમાં ખુરશીઓ ખાલી રહી હતી.
  • સયાજીગંજ વિધાનસભાના સ્નેહમિલનનો ફિયાસ્કો
  • એક ​​​​​​​વોર્ડમાં તો કાર્યકરોને ભેગા કરવા ફિલ્મ બતાવવાની જાહેરાત

મંગળવારે મુખ્યમંત્રીના કાર્યક્રમમાં 10 હજાર લોકો એકત્રીત કરવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. બીજી તરફ રવિવારે સયાજીગંજ વિધાનસભા મત વિસ્તાર યોજાયેલા ભાજપના સ્નેહ મિલન સમાંરભમાં 200 કાર્યકરો પણ ભેગા થયા ન હતા. એક વોર્ડમાં તો કાર્યકરો ભેગા થાય તે માટે મલ્ટીપ્લેક્સમાં ફિલ્મ બતાવવામાં આવશે તેવી લોભામણી જાહેરાત પણ કરવી પડી છે. વર્ષ 2022માં રાજ્યની વિધાનસભાની ચૂંટણીઓની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો સ્નેહ મિલન સમારંભ મંગળવાર ને 16 તારીખે નવલખી મેદાન ખાતે આયોજીત કરવામાં આવ્યો છે.

જોકે તે પહેલાં સયાજીગંજ વિધાનસભા વિસ્તારનો સ્નેહ મિલન સમારંભ રવિવારના રોજ યોજવામાં આવ્યો હતો. જેમાં કાર્યકરો એકત્રીત થયા નહતા. વોર્ડ નંબર 8,9,1,2 ચાર વોર્ડનો સ્નેહ મિલન સમારંભ સયાજીગંજ વિધાનસભામાં રાખવામાં આવ્યો હતો. જેમાં 200 કાર્યકરો પણ ભેગા થયા નહતા. એક તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કાર્યક્રમ માટે દરેક વિધાનસભા દીઠ 2 હજાર લેખે 10 હજાર કાર્યકરો એકત્રીત કરવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે તેવા સમયે સયાજીગંજ વિધાનસભાનો રવિવારે કરોડિયા રોડ શિવસાગર પાર્ટીપ્લોટ ખાતે સ્નેહ મિલન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં કાર્યકરો એકત્રીત થયા નહતા. મેયર, શહેર પ્રમુખ, ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં 200 લોકો પણ એકત્રીત થયા નથી ત્યારે મુખ્યમંત્રીના કાર્યક્રમમાં 10 હજાર કાર્યકરો ઉપસ્થિત રહેશે કે નહિ તેના પર સવાલો ઊભા થયા છે. એક વોર્ડમાં તો કાર્યકરો ભેગા થાય તે માટે મલ્ટીપ્લેક્સમાં ફિલ્મ બતાવવામાં આવશે તેવી લોભામણી જાહેરાત પણ કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...